SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ આવી પ્રતીતિ જીવની , જયે સવેથી બિન અસંગ મૂળ તે સ્થિર સ્વભાવ જે ઉપજે , નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ તે ત્રણે અભેદ પરિણામથી રે, ત્યારે વ તે આત્મારૂપ...મૂળ તેહ મારગ જિનને પામિયા ૨, કિંવા પામ્યા તે નિજ સ્વરૂપ મૂળ૦ –શ્રીમદ્ રાજચંદ્રજી. આમ આ જિનને મૂળ માગે તે કેવળ આત્મપરિણતિરૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમાર્થમાર્ગ છે. જે કઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે આ જિનના મૂળ પરમાર્થમાગે પ્રયાણ કરીને જ—એમ સર્વ જ્ઞાની વ્યવહાર માર્ગનું સત્ પુરુષને પરમ નિશ્ચય છે ગમે તે દેશમાં, ગમે તે કાળમાં ઉપકારી પ્રોજન એ જ એક ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પરમાર્થ મેક્ષમાર્ગ છે. તે પછી આ વ્યવહારમાર્ગનું નિરૂપણ શા માટે કરવામાં આવ્યું હશે? એ સ્વાભાવિક પ્રશ્ન થશે તે વ્યવહારમાર્ગ પણ પરમાર્થનું જ પ્રતિદિન કરવા માટે, પરમાર્થ સમજાવવા માટે જ પ્રરૂપવામાં આવ્યું છે, પરમાર્થરૂપ નિશ્ચય લક્ષ્ય પ્રત્યે જ જીવનું લક્ષ દેરવા માટે બોધવામાં આવ્યો છે. અનાર્યને સમજાવવા માટે જેમ અનાર્ય ભાષાને પ્રયોગ કરે પડે, તેમ પરમાર્થથી અનભિજ્ઞ જીવને પરમાર્થ પમાડવા માટે વ્યવહારને ઉપગ અનિવાર્યપણે આવશ્યક છે. એટલે જ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે–જે નિશ્ચયને–પરમાર્થને છેદે છે, ઉત્થાપે છે, તે તરવને છેદે છે અને જે૪ વ્યવહારને છેદે છે તે તીર્થને છેદે છે. પણ આ એક વાત ભૂલવા જેવી નથી કે પરમાર્થ જ સાધ્ય છે, વ્યવહાર સાધ્ય નથી, વ્યવહાર તે સાધન છે. પરમાર્થરૂપ લક્ષ્યને લક્ષ કરાવવા માટે જ વ્યવહારની ઉપગિતા છે. વ્યવહાર સમ્યગૂદર્શન–જ્ઞાનચારિત્રની ઉત્તરોત્તર શુદ્ધિ પણ કામ કરીને આત્માને સ્વરૂપ પર પુનઃ આપવા માટે છે, સ્વરૂપ પર પુનઃ આરૂઢ કરવા માટે છે, કારણ કે સવરૂપભ્રષ્ટ થવ થી જ આત્માનું સંસારપરિભ્રમણ થયું છે, માટે સમસ્ત વ્યવહારનું પણ પ્રથમ ને એક જ પ્રજન આત્માને પુનઃ સ્વરૂપમાં આણી ‘નિજ ઘર” પધરાવવાનું છે. અને પછી વ્યવહારરત્નત્રયી દ્વારા આ સ્વરૂપઆરોપણુરૂપ પ્રથમ ભૂમિકા–નિજ “પદ' પ્રાપ્ત કરી, જીવ નિશ્ચયરત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને સાધક-સાધુ બની, ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાને–દશાઓને સ્પર્શતે સ્પર્શતે ગુણસ્થાનકના કે ગદષ્ટિના વિકાસક્રમથી મોક્ષમાર્ગે આગળ વધતું જાય છે, અને છેવટે આમશુદ્ધિની પરમ પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે-સિદ્ધ બને છે. * * “as of મળst જામા જિળr ૩ ૪. તદ થવા વિના મહુવપરામર છે ”શ્રી સમયસાર, - “ નિખમ ઘarદ તા વાનESા સુપI પણ વિના તિર્થ અને કઇ તપા”—આર્ષવચન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy