________________
નિવેદન
ચૈત્યવદનના સૂત્ર ઉપર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ લખેલી જૈન તત્વજ્ઞાનથી ભરપૂર અને ભક્તિને મર્મ હમજાવતી સુંદર અને અર્થગંભીર “લલિત વિસ્તર” નામની વૃત્તિ વિદ્વાનેમાં જાણીતી છે, પણ સામાન્ય લેકમાં પ્રચાર પામેલ નથી. એનું કારણ એક તે એ સંસ્કૃતમાં લખાયેલી છે અને સામાન્ય લેકેને સંસ્કૃત ભાષાને અભ્યાસ નથી; બીજું એને અર્થ યથાર્થ રીતે હમજવાને વિશદ વિવેચનની જરૂર છે. આવું વિવેચન અત્યાર સુધીમાં થયું હોય તેમ અમે જાણતા નથી. ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ “લલિત વિસ્તરા”ને ગુજરાતીમાં અનુવાદ કરી, એમની લાક્ષણિક શૈલીમાં વિશદ વિવેચન કરી, એને ગંભીર અર્થ સરલ રીતે હમજાવવાને શુભ અને નિઃસ્વાર્થ પ્રયાસ કર્યો છે તે માટે એમને ધન્યવાદ છે. એઓશ્રી જૈન તત્વજ્ઞાનના સારા અભ્યાસી છે અને એમણે કેટલાંય સુંદર પુસ્તકો લખ્યાં છે.
અમ્હારા મિત્ર સગત શ્રીયુત્ સૌભાગ્યચંદ ઉમેદચંદ શીએ સને ૧૫૩ ની સાલમાં અમને કહ્યું કે ડે. ભગવાનદાસે “લલિત વિસ્તરા” વૃત્તિને ગુજરાતીમાં અનુવાદ કરી સરલ ભાષામાં બહુ સુંદર વિવેચન કર્યું છે અને એ પ્રસિદ્ધ કરવા જેવું છે. ત્યારે અમને લાગ્યું કે એ અનુવાદ અને ટીકા પુસ્તકરૂપે પ્રસિદ્ધિ પામે તે તત્વજ્ઞાનના ગૂઢ અર્થ હમજવાને અને ભક્તિને મર્મ હમજવાને લોકોને બહુ ઉપયોગી નીવડશે, અને સારા પ્રચાર પામશે. પછી આ પ્રસિદ્ધિના ખર્ચના પ્રશ્નને વિચાર કરવા અમારી જૈન એસેસીએશન ઓફ ઈન્ડિઆની મેનેજીગ્ન કમિટીમાં ચર્ચા કરી નિર્ણય કર્યો કે બીજી કઈ વ્યક્તિ કે સંસ્થાના સહયેગથી એ પુસ્તક છપાવવું અને તેના માટે પુસ્તકોદ્ધાર ફંડમાંથી રૂ. ૩૦૦૦) ત્રણ હજાર સુધી ખર્ચ કરવો. પછી બીજી કઈ સંસ્થા કે વ્યક્તિને સહયોગ મેળવવા માટે અમે પ્રયાસ કર્યો, અને એ પ્રયાસમાં વિલંબ થયે. પણ ડો. ભગવાનદાસે પોતે કહ્યું કે બાકીને ખર્ચ તેઓ આપશે, એટલે અમારું કામ સરળ થયું; અને જેન એસેસીએશન ઓફ ઇન્ડિઆ અને ડૉ. ભગવાનદાસ બન્નેના સહગમાં આ પુસ્તક છપાવવાનું નક્કી કર્યું અને અમે બન્ને આ દળદાર ઉપયોગી અને સુંદર પુસ્તક જનતા સમક્ષ રજુ કરવા માટે આજે ભાગ્યશાળી થયા છીએ તેને અમને સતેષ છે. આશા છે કે આ પુસ્તક ઉપયેગી નીવડશે અને જનતાને ગ્ય આદર પામશે.
“લલિત વિસ્તારને યથાર્થ અનુવાદ અને કુશળ વિવેચન ડૉ. ભગવાનદાસે જે અથાગ પરિશ્રમ સેવી કર્યું છે, એ તે એમની જૈન શ્રત અને તત્વજ્ઞાનની અનન્ય ભક્તિ અને અપૂર્વ પ્રેમનું પ્રતિબિંબ છે. છતાં આ પુસ્તકના પ્રકાશનનું બધું કામ પ્રેમથી અને નિઃસ્વાર્થ ભાવે એમણે જ કર્યું છે. અમારી તે સહાનુભૂતિ અને સલાહસૂચના જ માત્ર છે. એ એમની પ્રેમપૂર્વકની નિસ્વાર્થ મહેનત માટે અમે એમના આભારી છીએ. મુંબઈ
હીરાલાલ હાલચંદ દલાલ તા. ૨૨-૧૧-૫૯ રવિવાર
પદમશી દામજી ખન્ના મંત્રીઓ, જૈન એસોસીએશન ઑફ ઈન્ડિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org