________________
પ્રત્યે જ્યાં વન્દન કરવામાં આવે છે, તે આ ચૈત્યવન્દન અચિત્ય ચિંતામણિ સમું છે,
અવતરિત્તામણિવાહાકુમોપ'–ચિન્તામણિકલ્પદ્રુમની ઉપમાને પણ અધકૃત કરતું એવું છે અને તેવા પરમ કલ્યાણમૂર્તિ અર્હત્ ભગત જેવા “સ રિા સુર સત્ય શિવ અને સુંદર એવા પરમ લલિત વિષયના ગેચરપણાથી તત્વચિન્તામણિમય આ લલિતવિસ્તરા પણ તેવી જ છે.
“ભાવ હે પ્રભુ! ભાવ ચિંતામણિ એહ, આતમ હે પ્રભુ! આતમ સંપત્તિ આપવા એહિ જ હે પ્રભુ! એહિ જ શિવસુખ ગેહ, તત્વ હે પ્રભુ! તસ્વાલંબન થાપવા.”
–શ્રી દેવચંદ્રજી.
અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય.”
–શ્રી આનંદઘનજી
મૂળ ચિત્યવન્દન સૂત્ર તે,-મુત્થણે (પ્રણિપાતદણ્ડક સૂત્ર), અરિહંત ચેઈયાણું, અન્નત્થ, લેગસ્ટ, પુખરવરદીવઢે, સિદ્ધાણં બુદ્વાણું, વેયાવચ્ચગરાણું, જય વીયરાય
એટલા નાના નાના અષ્ટ સૂત્ર જે માત્ર ત્રણ ચાર પાનામાં સમાઈ ચૈત્યવદનસૂત્રની જાય એવડા પરિમાણવાળું છે, તેના પર વિસ્તૃત લલિતવિસ્તર પરમાર્થગંભીરતા વૃત્તિ રચી શ્રી હરિભદ્રસૂરિજીએ કેટલું અપૂર્વ તત્વમંથન કર્યું
હશે, તેને સહજ ખ્યાલ સુજ્ઞ વિદ્વજનેને આ મહાકાય લલિતવિસ્તર વૃત્તિ પરથી સ્વયં આવશે, અને તે પરથી આ પ્રત્યેક “સૂત્ર' પણ કેટલું પરમાર્થ. ગંભીર છે તેને ઊંડાણને પણ કિંચિત્ પરિચય પ્રાપ્ત થશે. “સૂત્ર' શબ્દનો અર્થ પરથી પણ એ જ રહસ્ય ફલિત થાય છે. (જુઓ પૃ. ૭-૮). અને આ ચિત્યવન્દન સૂત્ર પણ આવા પરમાર્થગંભીર અનંત આશયવાળા સૂત્રમય જિનાગમનું અંગ છે, એટલે આ પણ એવું જ પરમ આશયગંભીર હાઈ એની સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાને કેણ સમર્થ હોય? “જાતા થાક્ય : યજુરીશ્વર:?” એમ લાઘવમૂત્તિ હરિભદ્રજી સ્વયં વદે છે. અર્થાત્ ચતુર્દશપૂર્વધર શ્રુતકેવલી સિવાય એનું સામસ્યથી–સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાનું બીજાનું ગજું નથી, એટલે આ અહંતુ ભગવત્ જેવા પરમ ‘લલિત વિષયની અમે ગમે તેટલી તત્વગુણગાનરૂપ “વિસ્તરા” કરીએ તે પણ એની સંપૂર્ણ પણે વ્યાખ્યા કરવાને અમે કેમ સમર્થ થઈએ?
“ધરતીકા કાગજ કરું, કલમ કરું વનરાય; સાત સમુદ્રકી શાહી કરું, પ્રભુ ગુણ લિખા ન જાય.”–સંત કબીરજી.
આ ચિત્યવન્દનસૂત્રાન્તર્ગત પ્રણિપાતદડક સૂત્રની (નમુત્થણું) વ્યાખ્યા કરતાં આચાર્યવર્ય હરિભકજીએ ગણધરપ્રણત આ સૂત્રને ભાવપૂર્ણ ભવ્ય અંજલિ આપતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org