SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : યોગ્યને તે પ્રયત્નથી દેવા ગ્યા પરમ કૃતની પ્રભાવના (૭૫૭ ) પ્રત્યવાયના-હાનિના સંભવથી દેષ લાગે છે એમ આચાર્યો કહે છે. આ દવા યોગ્ય છે, તે અત્યંત પણે કેવિનની પ્રશાંતિ અર્થે છે, પુય અંતરાયની પ્રશાંતિ અર્થે છે. ઉપરમાં વર્ણવ્યા એવા શુશ્રુષાદિ ગુણસંપન્ન યોગ્ય અધિકારી શ્રોતાઓને તે આ ગ્રંથ અવશ્ય દેવા યોગ્ય છે. જેને આ શુશ્રષા છે, આ ગ્રંથ શ્રવણ કરવાની સાચી અંતરછા-જિજ્ઞાસા છે, આ યોગવિષય પ્રત્યે જેને અંતરંગ રુચિ-રસ છે, માત્સર્ય એવા વિનયાદિ યક્ત ગુણવાળા શ્રોતાઓને તે આ ગ્રંથ ઉપયોગસાર‘વિરહ થી ઉપયોગ પ્રધાન પ્રયત્નથી જરૂર જરૂર દેવા ગ્ય છે-શ્રવણ કરાવવા યોગ્ય છે. અને તે પણ સર્વથા માત્સર્ય વિરહથી-માત્સર્ય રહિતપણે. કોઈ પણ પ્રકારનો ગુણ દ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ રાખ્યા વિના, પિતાની સમસ્ત શક્તિથી–સર્વાત્માથી આ પરમ જ્ઞાનદાન દેવા યોગ્ય છે. તન-મન-ધનપરમ કૃતની વચનની સમસ્ત શક્તિ ખચી નાંખીને, ઓવારી નાંખીને આ જ્ઞાનની પ્રભાવના પ્રભાવના પરમ ઉદારતાથી કરવા ગ્ય છે. પણ આ દેવાથી આ મહારા કરતાં ગગુણમાં આગળ વધી જશે ને હું ઝાંખું પડી જઈશ તો! એવા તેજોવધરૂપ ગુણ દ્વેષથી-મત્સરથી પ્રેરાઈને મુક્તહૃદયે-ખુલા દિલે આ જ્ઞાનદાન દેતાં અચકાવું યોગ્ય નથી. પણ આ શ્રોતાજનો આ જ્ઞાનદાનથી કેમ આત્મત્કર્ષ પામે, કેમ ગગુણની વૃદ્ધિ કરે, ને તે દેખીને હું રાજી થાઉં-પ્રસન્ન થાઉં, એવી પ્રમોદભાવના સહિત પરમ ઉદાર ભાવથી છૂટે હૃદયે ને છૂટા હાથે આ જ્ઞાનધનનું દાન દેવા ગ્ય છે. આ જ્ઞાનધન તે અક્ષયનિધિ છે. એ દાન દેતાં કદી ખૂટતું નથી, અને દાતાનું કંઈ જ્ઞાનધન ઓછું થઈ જતું નથી, ઉલટું જળવાઈ રહે છે ને વૃદ્ધિ પામે છે. માટે માત્સર્યને ‘વિરહ’ કરી, મસરભાવ સર્વથા છોડી દઈ, જેમ બને તેમ બહાળા હાથે આ જ્ઞાનદાન આપી પરમ શ્રતની પ્રભાવના કરવી, એ જ યોગ્ય છે. અત્રે “વિરહ’ શબ્દથી શ્રીમદ્ હરિભદ્રાચાર્યજીએ પિતાની કૃતિના પ્રાંતે વિરહાંક મૂકવાની પદ્ધતિનું અનુસરણ કર્યું છે. અને તેનું દાન કરનારા જ્ઞાનદાતા પણ કેવા હોવા જોઈએ? તે માટે અહીં કહ્યું કે—જે શ્રવણાદિ વિષયની વિધિથી યુક્ત હોય, એવાઓ દ્વારા આનું દાન થવું જોઈએ. શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઈહા, અપહ, તવાભિનિવેશ આદિ વિધિ યુકત યક્ત ગુણથી જ યુક્ત છે, તેઓ દ્વારા આનું દાન થવા ગ્ય છે. જ્ઞાનદાતા જેણે આ ગ્રંથનું શ્રવણ કર્યું છે, ગ્રહણ કર્યું છે, હૃદયને વિષે ધારણ કર્યું છે, વિજ્ઞાન કર્યું છે, તે સંબંધી જેણે ઈહા-અહિ અર્થાત તત્વચિંતનરૂપ ઊંડે વિચાર કર્યો છે, અને આમ કરી જેણે તત્ત્વાભિનિવેશ કર્યો છે, એવા સુયોગ્ય વિધિ સંપન્ન વક્તા દ્વારા, શુશ્રષાવંતને-શ્રવણ કરવાની સાચી ઉત્કટ ઇચછાવાળા યોગ્ય પાત્ર મુમુક્ષુને આ દેવામાં આવે, શ્રવણ કરવામાં આવે, તેનું નામ વિધિદાન છે. બાકી આવા વિધિયુક્ત ન હોય અર્થાત જેણે ઉક્ત શ્રવણાદિ ન કર્યા હોય એવા વક્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy