SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર સારુ વાગે, અવશ્વક યોગઅવંથક ક્રિયા ( ૭૭૭) અર્થ–તે જ સંતોના પ્રમાદિ ક્રિયાનો નિયમ એ જ ક્રિયાવંચક યોગ છે – કે જે મહાપાપક્ષયના ઉદયરૂપ છે. વિવેચન તે સંતે પ્રત્યે જ પ્રમાદિ ક્રિયાનો નિયમ એ જ બસ ક્રિયાવંચક રોગ છે, અને આ મહાપાપક્ષયના ઉદયરૂપ છે,-નીચ ગોત્ર કર્મને ક્ષય કરનાર છે. આવા જે ઉપરમાં હમણાં જ કહ્યા તે શાંત, દાંત ને ક્ષાંત સાચા સપુરુષ–ભાવ સાધુઓ પ્રત્યે જ પ્રમાદિ ક્રિયાને નિયમ તે ક્રિયાવંચક છે. આત્માના સત્ સ્વરૂપને યોગ થયો છે એવા જે સાચા ભાવગી સન્દુરુષોનું સન્દુરુષસ્વરૂપે સતપુરુષની દર્શન થયું, તે પુરુષ પ્રત્યે જ પ્રણામાદિ ક્રિયા કરવી તે ક્રિયાવંચક છે. ભક્તિ અત્રે આદિ શબ્દથી તવન, કીર્તન, વૈયાવચ, સેવા વગેરે ગ્રહણ કરવા. જેને પુરુષના સ્વરૂપનું-ગુણવંતપણાનું અદ્ભુત દર્શન થાય છે, તેના સ્વરૂપને લક્ષ્ય થાય છે, તેને આત્મા પછી સહજ સવભાવે ભક્તિભાવથી તે સંતના ચરણકમળમાં ઢળી પડે છે, તેને મને. તે સતપુરુષના ગુણચિંતનમાં રમે છે, તેના વચન અને તે સારુષનું ગુણસ્તવન ગમે છે, તેને કાયયોગ તે પુરુષના ચરણે નમે છે, તેના સમસ્ત આત્મપ્રદેશ તે પુરુષ પ્રત્યે પરિણમન-પરિ નમન કરે છે. આમ તે સત્પરુષ પ્રત્યેની ભક્તિ ક્રિયામાં મન-વચન-કાયાની સમસ્ત શક્તિથી તલીન બને છે. (જુઓ પૃ. ૩, “પ્રભુપણે પ્રભુ ઓળખી” ઈ.) એટલે આ ભક્તિવંત છત્ર નિરંતર સપુરુષના વિનય, બહુમાન, આદર આદિ કરે છે; તનથી, મનથી, ધનથી, સર્વથી તેમની આજ્ઞા માથે ચઢાવે છે, અને સર્વાત્માથી તેમની વૈયાવચ્ચ-સેવા વગેરે કરે છે; કર જોડી તેમની સેવામાં ખડે પગે ઉભું રહે છે, તેમની સેવામાં તન-મન-ધન સર્વ અર્પણ કરે છે. જોકે સતપુરુષ તો પરિપૂર્ણ નિ:સ્પૃહ છે અને દેહાદિમાં પણ સર્વથા મૂછ રહિત હાઈ પરમાણુમાત્રની પણ અપેક્ષા રાખતા નથી, પણ પુરુષને પોતાના પરમ ઉપકારી જાણે આત્માથી મુમુક્ષુ જીવ તેમના ચરણકમળમાં આત્માર્પણ કરે છેઆત્મનિવેદન કરે છે. નિજ આત્માનું “નૈવેદ્ય” ધરે છે, અને ભાવે છે કે “શું પ્રભુ ચરણ કને ધરું?” ( જુઓ પૃ. ૧૩૨, “અહે અહીં શ્રી સદગુરુ” ઈ.) ઈત્યાદિ પ્રકારે જે પરમ નિ:સ્પૃહી આત્મારામી સપુરુષ પ્રત્યે પ્રમાદિ ભક્તિ ક્રિયા કરવામાં આવે છે, તે જ ક્રિયાવંચક યોગ છે, તેજ ક્રિયા અવંચક છે. ક્રિયા એવી કે જે કદી વચે નહિં, ચૂકે નહિં, ફેગટ જાય નહિં, તે ક્રિયાવંચક. લક્ષ્યને-નિશાનને બરાબર તાકીને ફેંકવામાં આવેલા બાણુની ગમન કિયા લક્ષ્ય ભણી જ હોય, અચૂકઅવંચક જ હોય, આડીઅવળી ન હોય, વંચક-ચૂકનારી ન હોય. તેમ પુરુષના સ્વરૂપ-લક્ષ્યને બરાબર લક્ષમાં રાખીને કરવામાં આવેલી આ વંદનાદિ ક્રિયા પણ સાધ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy