________________
ઉપસંહાર : હિંસા-અહિંસા, સત્ય-અસેય આદિ
( ૭૧૩) આ હિંસાથી જે વિપરીત તે અહિંસા છે, એટલે મન-વચન-કાયાને અપ્રમાદ રાખી, યતના કરવી, જયણા કરવી, સાચા ભાવથી જેમ બને તેમ જીવરક્ષા કરવાની જાળવણરૂપ યત્ન કરે, ઉપગ-જાતિ રાખવી તે અહિંસા છે. આમ દ્રવ્યથી હિંસા-અહિંસાનો મુખ્ય આધાર પણ ભાવથી હિંસા-અહિંસા ઉપર છે:-(૧) દ્રવ્યથી હિંસા ન હોય અને ભાવથી પણ ન હોય, તે તે ઉત્કૃષ્ટ અહિંસા છે. (૨) દ્રવ્યથી હિંસા હોય, પણ ભાવથી ન હોય, તો તે તેથી કંઈક ઉતરતી ઉચ્ચ અહિંસા છે. (૩) દ્રવ્યથી હિંસા ન હાય પણ ભાવથી હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ હિંસા જ છે. (૪) દ્રવ્યથી હિંસા અને ભાવથી પણ હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ નિકૃષ્ટ હિંસા જ છે.-આમ હિંસા-અહિંસાનો મુખ્ય આધાર આત્મપરિણામની ઘાત-અઘાત પર છે. રાગદ્વેષાદિ પરિણામથી જ્યાં આત્માના સ્વભાવમૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ-પ્રાણની હિસા થતી હોય ત્યાં અવશ્ય હિંસા છે; અને તેવા રાગદ્વેષાદિ પરિણામના અભાવે જ્યાં આત્માના જ્ઞાન-દર્શન ભાવ પ્રાણની હિંસા ન થતી હોય, ત્યાં હિંસા નથી. આ નિયમ સર્વત્ર લાગુ પડે છે. (જુઓ પૃ. ૧૦૫ થી ૧૦૭).
જે જેમ છે તેમ બોલવું, સાચું બોલવું તે સત્ય છે અથવા જેમ છે તેમ વસ્તુ સ્વરૂપ કહેવું તે સત્ય છે. સતને સત્ કહેવું, અસતને અસત કહેવું તે સત્ય છે, અને
અસત્ સત્ કહેવું, સતુને અસત કહેવું તે અસત્ય છે. અથવા જેવું સત્ય-અસ્તેય મનમાં હોય, જેવું આચરણમાં હોય, તેવુ નિર્દભ નિષ્કપટ વચન આદિ ઉચ્ચારવું, મન-વચન-કાયાની એકતા દાખવવી તે સત્ય છે. પારકી
વતુ અણદીધી-તેની રજા વગર ન લેવી તે અસ્તેય-અચોય છે. અર્થાત્ પરધનહરણ ન કરવું–ચારી ન કરવી તે અસ્તેય છે. મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન તે બ્રહ્મચર્ય છે. મનુષણ, તિર્યચિહ્યું કે દેવાંગના સાથે મન-વચન-કાયાથી મૈથુનનુંઅબ્રાચર્યનું વર્જન તે બ્રહ્મચર્ય છે. ધન-ધાન્ય–ગૃહ-પુત્ર આદિ કઈ પણ પરિગ્રહ ન ગ્રહો તે અપરિગ્રહ છે; કોઈ પણ પિતાની માલીકીની વસ્તુ ન હેવી તે, પિતાનું કંઈ પણ નથી એવું અકિંચનપણું તે અપરિગ્રહ છે. આમ સામાન્યપણે દ્રવ્યથી અહિંસા આદિનું સ્વરૂપ છે.
અને ભાવથી તો (૧) અહિંસા એટલે આત્માના શુદ્ધ સ્વરૂપની હિંસા ન થવી તે. રાગ-દ્વેષ-મહ વિભાવથી આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ પ્રાણની હિંસા થાય
છે, આ રાગાદિ વિભાવ પરિણામે કરીને શુદ્ધ આતમ પરિણામની ઘાત ભાવ અહિંસા ન થવા દેવી તે અહિંસા છે. તાત્પર્ય કે-શુદ્ધ આત્મસ્વરૂપે સ્થિતિ
એ જ પારમાર્થિકતાવિક પરમ અહિંસા છે, અને તે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી આ પ્રકારે ઘટાવી શકાય છે -(૧) આત્માના ગુણ બાધકભાવથી રહિતપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org