SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : યોગ-રસાયન અને ગૃહીત યોગમયોગ યોગ્ય છે, અને એના પર જ અજમાવવા યોગ્ય છે, અને સુગ્રહીત જ કરવા યોગ્ય છે, નહિં તે ઊલટે આશાતના-સિદ્ધિવ્યામોહ-ચમત્કાર દર્શન આદિ કારણે સુગ્રહીત મહાઅનર્થકારક થઈ પડવાને પૂરેપૂરે ભય છે, ગણતારૂપ રોગપ્રયોગ અધ:પતન કરનારો થઈ પડવાને પ્રત્યેક સંભવ છે. એટલા માટે અહીં આવા ઉક્ત લક્ષણવાળા ગીઓને જ આ ગપ્રગના અધિકારી કહ્યા છે. રાજ્યસન પર જેમ એગ્ય રાજ ગુણસંપન્ન પુરુષ જ બિરાજવા યોગ્ય છે, તેમ આ ગરાજ્યસન પર પણ યોગ્ય યોગી ગુણસંપન્ન યોગી પુરુષ જ બિરાજવા યોગ્ય છે. છતાં જે કંઈ અયોગ્ય-અયોગી તેના પર ચઢી બેસવાની ધૃષ્ટતા–ધીઠાઈ કરે, તો તે-“ફિરસ્તાઓ જ્યાં પગ મૂકતાં ડરે છે, ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે,” “Fools rush in where angels fear to tread, -તેના જેવું જ ચેષ્ટિત કરે છે! માટે ઉક્ત ફલોગી ને પ્રવૃત્તચક ગીઓ જ અહીં અધિકારી છે, એમ યોગના અનુભવી જ્ઞાની યોગી પુરુષનું કથન છે. આ યોગીઓમાં પણ કનિષ્ટ, મધ્યમ ને ઉત્તમ પાત્ર પણ હોય છે,જેના લક્ષણ લાક્ષણિક રીતે પરમ યોગી શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના છેલા અમર કાવ્યમાં આ પ્રકારે ભાખ્યા છે - “ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ. નહિં તૃષ્ણ જીવ્યા તણી, મરણ યોગ નહિં ક્ષોભ મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતભ ”– શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપન્યસ્ત યમાદિનું સ્વરૂપ કહે છે. इहाहिंसादयः पञ्च सुप्रसिद्धा यमाः सताम् । अपरिग्रहपर्यन्तास्तथेच्छादिचतुर्विधाः ॥ २१४ ॥ અહીં અહિંસાદિ યમે, પ્રસિદ્ધ પંચ પ્રકાર; અપરિગ્રહ પર્યત તે, ત્યમ ઈચ્છાદિક ચાર, ૨૧૪. વૃત્તિ –૬૬- અહીં, લોકમાં, અદ્વૈતા-અહિંસાદિ ધર્મો, પંર-પંચ-સંખ્યાથી, સુખસદા સુપ્રસિદ્ધ, સર્વતંત્રસાધારણપણાએ કરીને, મા-યમો, ઉપર; ઈછાયો, પ્રવૃત્તિ, સ્થિરયમે, સિદ્ધયમે, એમ સતાં-સંતને, મુનિઓને, શું પર્યત ? તે કે પરિઝાપર્યરત - અપરિગ્રહ પર્વત. “અહૂિંકારાચાર્યરિઝદા: ચમા –” (પાતંત્ર ૨-૩૦) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ ય છે,-એ વચનથી. તથછાયતુર્વિધા- તથા ઈચ્છા આદિ ચાર પ્રકારના,–પ્રત્યેક પણે ઈચ્છાયામ, પ્રતિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy