SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર ઃ આ મહાયોગ પ્રગતા અધિકારીઓ (૭૦૯ ) અર્થાત્ ચગાવંચકની પ્રાપ્તિને લીધે તેઓને બીજા બે અવંચક યોગની-ક્રિયા અવંચક ને ફલ અવંચકની પ્રાપ્તિ થયેલી હોય છે, કારણ કે તે ચોગાવંચક ની એવી અવંધ્યઅમેઘ-અચૂક ભવ્યતા હોય છે, તથા પ્રકારની ચોગ્યતા હોય છે કે આ બીજ બે અવંચકની પ્રાપ્તિ હોય જ. (આ ચગાવંચક, કિયાવંચક અને ફલાવંચકનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે. તેમજ જુઓ પૃ. ૧૫૮ થી ૧૬૪). અને આ પ્રવૃત્તચક્ર ગીને તો આધ અવંચક ગની પ્રાપ્તિને લીધે, બાકીના બે ક્રિયા-ફેલ અવંચક યુગનો લાભ પ્રાપ્ત થઈ ચૂક હોય છે. એટલે તે યોગ-ક્રિયા-ફલ એ ત્રણ અવંચક ચોગથી સંપન્ન હોય છે. અને આમ જેને આ અવંચકત્રયનો લાભ થયેલો છે, જેને ઇચ્છામ ને પ્રવૃત્તિયમની પ્રાપ્તિ થઈ ચૂકી છે, અને જે સ્થિયમ ને સિદ્ધિયમની પ્રાપ્તિ ઈરછી તેના સદુપાયની પ્રવૃત્તિમાં રઢ લગાડીને મંડી પડ્યા છે,-એવા આ પ્રવૃત્તચક ચોગીઓ આ ગ પ્રગના અધિકારીઓ છે. એમ યોગના જ્ઞાતા પુરુષ-ગવિદ વદે છે. આ યુગ ખરેખર! મહાપ્રયોગ છે, એક લોકોત્તર કટિનો માટે અખતરે (Great & grand experiment) છે. કારણ કે તે જે સવળે ઉતરે તો બેડો પાર થઈ જાય,-જીવનું કલ્યાણ કલ્યાણ થઈ જાય, અને અવળે પડે તે ચોગ-મહા- જીવનું નાવડું ડૂબી જાય! મહદ વસ્તુની હીન ઉપગરૂપ આશાતનાથી પ્રયોગ અક૯યાણ થઈ મહાહાનિ થાય,-વિજ્ઞાનના પ્રયોગની પેઠે. વિજ્ઞાનનો પ્રયોગ જે તેની વિધિના જાણ યોગ્ય વિજ્ઞાનીના હાથે થાય તો તેમાંથી ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અજાણ અગ્ય અજ્ઞાનીના હાથે થાય તે તેમાંથી ઊલટું હાનિકારક પરિણામ આવે અને કદાચ પોતે પણ ધડાકાબંધ ઊડી જાય! તેમ આ યોગવિજ્ઞાનનો પ્રયોગ જે વિધિજ્ઞાતા ગ્ય જ્ઞાની યોગીના હાથે થાય, તો તેમાંથી પરમ ચમત્કારિક પરિણામ આવે, પણ વિધિથી અનભિજ્ઞ-અજાણ અગ્ય અજ્ઞાનીના હાથે થાય, તો તેમાંથી ઉલટું અનિષ્ટ પરિણામ આવે, અને આમનાશ પણ થાય! વર્તમાનમાં મહાશક્તિસંપન્ન અણુ બોમ્બનું (Atom-Bomb) રહસ્ય (વિ+જ્ઞાની) વિપરીત જ્ઞાનવાળા અર્થાત પરમાર્થથી અજ્ઞાન વિજ્ઞાનીઓના અગ્ય હાથમાં આવી પડયું હોવાથી જગતને કેટલી હાનિ થયેલી છે તે પ્રત્યક્ષ દેખાય છે. તેમ આ પરમશક્તિસંપન્ન યોગ-રહસ્ય પણ જે અયોગ્ય જનના–અગીના હાથમાં આવી પડે, તો કેટલી બધી હાનિ થાય તે સહેજે સમજી શકાય છે. જેમ જડવાદનું વિજ્ઞાન “વાંદરાને નીસરણી બતાવવા જેવું” વિપરીત પણે પરિણમતાં જગતને મહાઅનર્થકારક થઈ પડે છે, તેમ અધ્યાત્મવાદનું વિજ્ઞાન અધિકારી જીવને “મર્કટને મદિરાપાનની પેઠે” વિષમપણે પરિ. મતાં મહાઅનર્થકારક થઈ પડે છે ! એક ને એક વસ્તુ માંથી તેના ઉપયોગ પ્રમાણે ઝેર કે અમૃત નીકળે છે ! તેમ ગ-પ્રયોગના સદુપયોગથી અમૃત નીકળે ને દુરુપયોગથી ઝેર નીકળે ! માટે આ યોગ પ્રગરૂપ જબરજસ્ત અખતરો (Grand experiment) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy