SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : શ્રી ગુરુને “અહો ! અહે! ઉપકાર'. રાગી આદિ દષ્ટાંત ( ૬૯૫) હતું, પરપુગલની એઠી જૂઠી એઠ ખાતો હતો, અને વેઠી આ પોઠીઆની પેઠે પારકી વેઠ કરતો રહી પાપી પેટ ભરતો હતો, તેને આ પુરુષ સદ્દગુરુએ નિજ સ્વરૂપનું અપૂર્વ ભાન કરાવી અનંત આત્મસંપત્તિભર્યા સ્વગૃહનો લક્ષ કરાવ્યો, નિજ ઘરમાં જ રહેવાનો ઉપદેશ કરી પરગૃહે ભીખ માંગતો બંધ કર્યો, “ચલ જડ જગની એક” નહિં ચાટવાને અને પારકી વેઠ નહિ કરવાને બોધ કરી પાપી પેટ ભરતો અટકાવ્યો, અને આમ નિજ ઘરમાં જ રહેલી અઢળક આત્મલક્ષ્મીને ભેક્તા સ્વામી બનાવી દઈ પરમ સુખસંપત્તિમય કરી મૂક્યો. તે અનંત ઉપકારી શ્રીમદ્દ સદગુરુ ભગવાન આવા સાચા મુમુક્ષુ યોગીને પરમ પ્રિય કેમ ન લાગે ? અથવા (૩) કેઈ ભયંકર અટવીમાં માર્ગ નહિં મળવાથી ચારે કોર ગોથાં ખાતાં ભૂલા પડેલ મનુષ્યને કેાઈ સરલ, સીધે ને નિષ્ક. ટક માર્ગ બતાવી આપે, તે તે માર્ગદર્શક પુરુષ તેને કેટલું બધું પ્રિય થઈ પડે? તે પછી આ ભયંકર ભવાટવીમાં સમાગની દિશાનું ભાન નહિં હોવાથી આ જીવ ચારે ગતિમાં ચારેકોર ગોથાં ખાતો આથડતો હતો, અનંત પરિભ્રમણ દુઃખ પામતે હતો, તેને નિજ સ્વરૂપ-ગરૂપ સીધો સરલ નિર્દોષ સન્માર્ગ બતાવી જેણે પુનઃ અનંત પરિભ્રમણ દુઃખ ટાળી ભવાટવીમાંથી ઉગાર્યો, તે સન્માર્ગદેશક શ્રીમદ્દ સદગુરુ દેવનો અમાપ ઉપકાર ચિંતવતા આ સમ્યગદષ્ટિ યોગીને તેઓશ્રી પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ કેમ ન પ્રવહે? અથવા (૪) ભયંકર મજા જ્યાં ઊછળી રહ્યા છે, એવા મહાસમુદ્રમાં ડૂબી રહેલા મનુષ્યને જે કોઈ તારુ બચાવી લઈ, બાવડું ઝાલી કાંઠે આણે, તો તે તારનાર પ્રત્યે તેને કેટલે બધે પ્રેમ કુરે ? તો પછી આ ભીષણ ભવસાગરમાં જન્મ મરણ તરંગથી તણાતો આ જીવ મોહરૂપ ગળકાં ખાઈ અનંત દુઃખથી દુઃખી થઈ રહ્યો હતો, તેને મહાતા જેવા જે સદ્દગુરુદેવે હસ્તાવલંબન આપીને ડૂબતો બચાવી શિવપુરને આરે આયે, તે અનન્ય ઉપકારી અપાર કરુણસિંધુ પરમકૃપાળુ શ્રીમદ્દ સદ્દગુરુ પ્રત્યે આ કૃતજ્ઞ જોગીજનને અપૂર્વ પ્રેમને ઉમળકે કેમ ન આવે વારુ? “અહો ! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.”–શ્રી આત્મસિદ્ધિ શ્રી અરજિન ભલજલનો તારુ, લાગે મુજ મન વારુ રે; બાંહ્ય ગ્રહી જે ભવજલ તારે, આણે શિવપુર આરે રે.”—શ્રી યશોવિજયજી. અથવા–(૫) કઈ જીવ ઉગ્ર દાવાનલમાં સપડાઈ ગયો હોય, તેને શીતલ જલવૃષ્ટિથી જે કઈ બચાવી લે, તો તે બચાવનાર પ્રત્યે તેને કેટલો બધો પ્રેમભાવ ઉપજે? તે પછી–આ ભયંકર ભવદાવાનલમાં આ જીવ સપડાઈ ગયો હતો તેને પરમાર્થ અમૃતની શીતલ મેઘધારા વર્ષોવી જેણે બચાવી લીધે, તે શ્રી સદગુરુ પ્રત્યે આ મુમુક્ષુ આમાથીને અપૂર્વ પ્રેમભાવ કેમ ન ઉપજે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy