________________
ઉપસંહાર : કુલયોગીના લક્ષણ, સર્વત્ર અપી, દર્શનાથ અભાવ
(૬૯૩ ) મધ્યસ્થનું મનરૂપી વાછડું યુક્તિરૂપી ગાયને અનુસરે છે-પાછળ પાછળ જાય છે. ! (જુઓ ફૂટનોટ મલેક. પૃ. ૩૨૮-૩૨૯).
આ મતાગ્રહ એકાંતવાદીને જ હોય છે, કારણ કે તે કોઈ એક અમુક નયને જ પકડી બેસે છે, અને “વહોરાવાળા નાડા” ની જેમ તેનો જ હઠ પકડી રાખે છે! એટલે
કે તે મતાથી હોય છે. દાખલા તરીકે-કઈ વ્યવહાર નયનો જ આગ્રહી મતાથી ને હોય છે, તે કઈ નિશ્ચય નયનો જ આગ્રહી હોય છે. કોઈ જ્ઞાનને આત્માથી જ આગ્રહી હોય છે, તે કઈ ક્રિયાનો જ આગ્રહી હોય છે. કેઈ એકાંત
નિત્ય પક્ષનો જ આગ્રહી હોય છે, તે કઈ એકાંત અનિત્ય પક્ષને જ આગ્રહી હોય છે. આમ મતાથી એકાંતવાદીને પોતપોતાના મતનો અભિનિવેશ–આગ્રહ હોય છે. પણ આત્માથી અનેકાંતવાદીને તે કોઈ પણ આગ્રહ હતો નથી, કારણ કે તે નયના સ્વરૂપને સારી પેઠે જાણે છે કે પ્રત્યેક નય પોતપોતાની અપેક્ષાએ પિતાની નયમર્યાદામાં સાચે છે, પણ પર અપેક્ષાએ ખોટો છે, માટે કોઈ પણ નાનો એકાંત આગ્રહ કરવો તે ખેટે છે, મિથ્યા છે. એમ જાણતો હેઈ તે કદી પણ કેઈ એક નયનો આગ્રહ કરતા જ નથી, અને વ્યવહારનય-નિશ્ચય નયની યથાયોગ્ય મર્યાદા સ્વીકારી બને સમન્વય (Reconciliation) સાધે છે. એટલે નિશ્ચયવાણી સાંભળી તે કાંઈ સાધન છોડી દેતું નથી, પણ નિશ્ચયને લક્ષમાં રાખી તે તે જ સાધના કરે છે.
“નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.”—શ્રી આત્મસિદ્ધિ.
વળી પદ્દર્શન વિષયમાં પણ તેને કોઈ પણ મત-દર્શનનો આગ્રહ હોતો નથી, કારણ કે સ્યાદ્વાદદશી હોઈ તે, તે તે દર્શન પિતા પોતાના નયની અપેક્ષાએ, કથંચિત
કેઈ અપેક્ષાએ સાચા છે, એમ “સ્થાત્ ' પદને ન્યાસ કરીને તે દશનાગ્રહ સમાધાન કરે છે. તે તે દર્શનેને તે જિનદર્શનના અંગભૂત જાણે અભાવ છે, એટલે તત્સંબંધી પણ તેને કોઈ આગ્રહ સંભવતો નથી. (જુઓ
પૃ. ૫૮-૫૯, પૃ. ૪૨૩) આમ સાંકડી એકાંત દષ્ટિને અભાવ હોવાથી અને વિશાલ અનેકાંતદષ્ટિનો સદભાવ હોવાથી આ આત્માથી કુલયોગીને મતાગ્રહનો સર્વથા અભાવ હોય છે. તે તે જ્યાં ત્યાંથી “સત્ ”ને જ ગ્રાહક હેઈ, સર્વત્ર સદંશને જ ખેળે છે; એને મતનું કામ નથી, “સતનું જ કામ છે. અને આમ તેને સર્વથા ગ્રહનો અભાવ હોય છે, એટલે કોઈ પણ દર્શનવાદી પ્રત્યે તેને કદી પણ છેષ ઉપજતો નથી. તેને મન તો તે સર્વ પિતાના સાધર્મિક આત્મબંધુઓ છે. તે તો એટલે સુધી ભાવે છે કે–સર્વ આત્માએનો સ્વભાવ ધર્મ એક જ છે, એટલે સમાનધમી હોવાથી આ સર્વ આત્માઓ મહારા સાધર્મિક ભાઈઓ છે, એવી પરમ ઉદાર ભાવનાથી તેને સર્વ ભૂતકમાત્ર પ્રત્યે મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org