________________
ધગદષ્ટિસમુચ્ચય
तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् ।
तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ॥ १९९ ॥ અને બે અવસ્થા તણે, હેતાં એમ અભાવ; સંસારી ને મુક્ત એ, કથન નિરર્થક સાવ; તેથી એક સ્વભાવથી, બીજા તણે અભાવ,ન્યાયથી તાત્ત્વિક માન, એ જ ઇષ્ટ છે ભાવ.૧૯૯,
અર્થ – અને તે અવસ્થાદ્વયના અભાવે સંસારી અને મુક્ત એમ કહેવું નિરર્થક થઈ પડશે. તેથી આ આત્માને સ્વભાવોપમર્દ ન્યાયથી તાત્વિક માન્ય કરે.
વિવેચન
અને ઉપરમાં કહ્યું તેમ તે અવસ્થાદ્વયના અભાવે સંસારી અને મુકત, એમ આ નિરર્થક જ શબ્દમાત્ર જ થઈ પડશે, કારણ કે અર્થનો અગ છે. તેથી કરીને તથા પ્રકારે આ આત્માનો સ્વભાવોપમર્દ નીતિથી-ન્યાયથી તારિક-પારમાર્થિક માને એ જ ઇષ્ટ છે. આ સ્વભાપમર્દ તદત્તરથી તદન્તરના દૂર કરવારૂપ લક્ષણવાળે છે, અર્થાત્ તેનાથી અન્ય વડે કરીને તદઅન્યને દૂર કરવારૂપ લક્ષણવાળે છે.
ઉપરમાં સાબિત કરી બતાવવામાં આવ્યું કે અપરિણામી એવા એકાંત નિત્ય પક્ષમાં સ્થિર એકસ્વભાવરૂપ વસ્તુની કદી પણ બે અવસ્થા હોઈ શકે નહિં. આમ અપરિણુમીમાં અવસ્થાદ્વયના અભાવે આત્માની સંસારી ને મુક્ત એવી બે અવસ્થા ઘટશે નહિં. એટલે તિર્યંચાદિ ભાવવાળો સંસારી, અને ભવપ્રપંચના ઉપરમને લીધે સુક્ત, -એમ આ બે ભિન્ન અવસ્થાની કલ્પના કરવી તે નિરર્થક જ-અર્થવિહીન જ થઈ પડશે, શબ્દમાત્ર જ થઈ પડશે, કથનમાત્ર જ-કહેવા પૂરતી જ રહેશે, તે કપના તે કપના જ રહેશે, અર્થરૂપ-તવરૂપ નહિં રહે. આ અયુક્ત છે, દષ્ટ-ઈષ્ટથી બાધિત છે, કારણ કે સંસારી અને મુક્ત એ બે જૂદી જૂદી અવસ્થા તત્વથી અવશ્ય છે, દષ્ટ અને ઈષ્ટ છે, એટલે અપરિણામી એવો નિત્ય એકાંત પક્ષ કઈ રીતે ઘટતો નથી,
આ ઉપરથી ફલિતાર્થ એ છે કે-સંસારી ને મુકત એ બે અવસ્થાનું ઘટનાનપણું તો જ હોય કે જે આત્માનો સ્વભાવપમદ તારિક-પારમાર્થિક માનવામાં આવે.
એક સ્વભાવે કરીને બીજો સવભાવ દૂર કરાય-હઠાવાય, તે જ સ્વભાવોવૃત્તિ-તરમાવે અને તેના અભાવે, અવસ્થાશ્રયના અભાવે, સંસાર-સંસારી, તિર્યંચ આદિ ભાવવાળે, મુશ્ચ-અને મુક્ત ભવપ્રપંચ ઉપરમ થકી, રુતિ-આ, નિરર્થ-નિરર્થક, શબ્દમાત્ર જ છે, અર્થના અયોગને લીધે. તત્તેથી, તથા પ્રકારે સમાજમર્ર-સ્વભાવ ઉપમઈ, તદન્તરથી તદન્તરના અપનયનરૂપ લક્ષણવાળો-તેનાથી અન્યથી તદ અને દૂર કરવારૂપ લક્ષણવાળે એવો, અથ આનો, આત્માનો, નિત્ય-નીતિથી, ન્યાયથી શું ? તે કે-સારિત ક્યાં-તાવિક છો, પારમાર્થિક માને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org