________________
( ૬૫૪ )
થગદક્ટિસ થયા હોય; કારણકે નહિં તો ત્યારે જ અરિથતિનો વિરોધ આવે,એમ યુક્તિની અસંગતિ હોય.
પછી પણ દ્વિતીય ક્ષણે પણ તે અસ્થિતિ નહિં હોય,-યુતિની વિવક્ષિત આદિ અસંગતિને લીધેજ “ ત્યારે અવસ્થિતિમાં તેની અસ્થિતિને વિરોધ છે – ક્ષણે ન અસ્થિતિ એ પ્રકારે યુક્તિની અસંગતિ હોય છે માટે એવા પ્રકારે સતનું અસત્વ
વ્યવસ્થિત છે. અને તેથી કરીને “હતો.સરવે સુઘાર ” સતનું અસત્વ સતે તેનો ઉત્પાદ ઈત્યાદિ અનુવ જ છે.
આગલા લેકમાં નાશ ક્ષણસ્થિતિધર્મવાળો છે, ઈત્યાદિ કહ્યું, તેનું અત્ર સ્પષ્ટીકરણ કર્યું છે. (૧) ભાવની ક્ષસ્થિતિ વેળાએ ત્યારે જ-અમુક ચેકસ વિવક્ષિત ક્ષણે તે વિવક્ષિત ભાવની અસ્થિતિ નહિં હોય, અર્થાત સ્થિતિ જ હોય. કારણ કે નહિં તો યુક્તિની અસંગતિ થાય. જ્યારે સ્થિતિ છે ત્યારે અસ્થિતિને વિરોધ છે, અર્થાત જ્યારે સ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિં એ પ્રમાણે યુક્તિ છે, તે ઘટે નહિં. એટલે વસ્તુ જે ક્ષણસ્થિતિ ધર્મવાળી હોય તે વિવક્ષિત ક્ષણે વિવક્ષિત ભાવની સ્થિતિ હોવી જ જોઈએ. (૨) અને પછી પણ બીજી ક્ષણે પણ તેની અસ્થિતિ નથી, કારણ કે નહિં તે યુક્તિની અસંગતિ થાય; “ત્યારે અવસ્થિતિમાં અસ્થિતિનો વિરોધ આવે છે” એ પ્રકારે યુક્તિ છે, તેની અસંગતિ થાય; અર્થાત જ્યારે અવસ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હેય નહિં, એ પ્રકારે યુક્તિ છે, તે અહીં ઘટે નહિં. એટલે બીજી ક્ષણે પણ પ્રસ્તુત ભાવની સ્થિતિ નથી, પણ સ્થિતિ જ છે. એમ અપરાપર ક્ષણ માટે સમજવું. એટલે પ્રસ્તુત ભાવની ત્રિકાળ સ્થિતિ સિદ્ધ થઈ.-આમ સતનું અસત્વ તે અસત્વ ઉત્પાદ વગેરે જે કહ્યું હતું, તે બધુંય બરાબર જ છે, એમ સાબિત થયું. એટલે ક્ષણિકવાદીઓએ માનેલા ક્ષણિક એવા સત્ સ્વરૂપનું અસવ સ્થાપિત થયું, અર્થાત્ અસત્પણું–અસત્યપણું-મિથ્યાપણું પૂરવાર થયું. આમ સર્વથા ક્ષણિકવાદ અસત્ છે.
। इति एकान्तअनित्यपक्षनिराकरणम् ।
નિત્ય પક્ષને અધિકૃત કરી કહે છે–
भवभावानिवृत्तावप्ययुक्ता मुक्तकल्पना।
एकान्तकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ॥ १९८ ॥ ભવભાવનેય જો વળી, હોયે નહિં અભાવ; મુક્ત ભાવની કલ્પના, તો ધટે નહિં જ સાવ; કારણ કે એકાતથી, જેને એક સ્વભાવ; તેને કદીય હાય ના, દ્વય અવસ્થા ભાવ. ૧૯૮
કૃત્તિ-મામાવાનિવૃત્તાવ-ભવભાવની અનિવૃત્તિમાં પણ, એકાન્ત નિત્યતામાં પણ, શું ? તે કે-અશુજા કુ હાના-આત્માની મુક્તક૯૫ના અયુકત છે. કેમ અયુક્ત છે ? તે કે-0%ાનતૈs.
-એકાત એક સ્વભાવનું -પ્રયુત અનુપજ સ્થિર એક સ્વભાવતાનું, કારણ કે નથી, માથાદ્વયં-અવસ્થાય-સંસારી અને મુક્તરૂપ, રિત-કવચિત --એકાંત એકસ્વભાવ૫ણાના વિરોધને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org