________________
સુહતતત્વમીમાંસા : ભવ વ્યાધિ મુખ્ય પરમાર્થ સત, અનાદિ
(૬૩૯) તે ખરેખરી વસ્તુસ્થિતિરૂપ-સદભાવરૂપ છે જ, એટલે જ તેને વ્યાધિરૂપે ઉપચાર પણ કરી શકાય છે. વ્યાધિ એ રૂપક-કપના-ઉપચાર ભલે હે, પણ “ભાવ” એ કાંઈ રૂપકક૯પના–ઉપચાર નથી. ભવ એ તો સત્ય હકીકત (Absolute reality) નિરુપચરિત ઘટના છે, મુખ્ય એવી પારમાર્થિક વસ્તુસ્થિતિ છે. એ મુખ્ય “છતી” પ્રગટ વસ્તુ છે, તેને યથાર્થ પણે સમજવા માટે આ વ્યાધિરૂપ રૂપક ઘટના-ઉપચારકથન છે. અને આ ઉપચારરૂપ વ્યવહાર પણ પરમાર્થરૂપ મુખ્ય વસ્તુના સદભાવે જ ઘટે છે, શેભે છે. જેમકેવાસ્તવિક વ્યાધિનું અસ્તિત્વ છે, તે તેને ઉપમારૂપે ઉપચારરૂપ વ્યવહાર કરી શકાય છે; વાસ્તવિક સિંહનું અસ્તિત્વ છે, તે “સિંહ-માણુવકને ”-બીલાડીને સિંહની ઉપમાન ઉપચાર કરાય છે, પુરુષ-સિંહનો વ્યવહાર કરાય છે, પણ તેનું અસ્તિત્વ જ ન હોત તો તેવો કઈ ઉપચાર વ્યવહાર બની શકત નહિં. દાખલા તરિકે-વંધ્યાસુતનું, કે આકાશપુષ્પનું, કે શશશુગનું અસ્તિત્વ જ નથી, એટલે તેને ઉપચાર પણ સંભવતો નથી.
આ ભવરોગ અનાદિ એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલું છે. કોઈ પણ કાર્યનું કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ, એ સનાતન નિયમ પ્રમાણે ભવરૂપ કાર્યનું કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ. એટલે રોગ જેમ ચક્કસ કારણકલાપથી ઉપજે છે, તેમ આ ભવરોગ પણ દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા વિચિત્ર કમરૂપ કારણથી ઉત્પન્ન થયેલ છે. અને આ કર્મરૂપ નિદાન-કારણે અનાદિ છે. એટલે આ કર્મ આ આત્મા સાથે અનાદિનું જોડાયેલું–સંલગ્ન છે, સંગ સંબંધથી બંધાયેલું છે. પ્રકૃતિની અને પુરુષની આ જોડી અનાદિ છે,-કનકપાષાણમાં સેનાને ને માટીને સંગ જેમ અનાદિ છે તેમ.
કનકે પલવત્ પયડિ પુરુષ તણું, જેડી અનાદિ સ્વભાવ, અન્ય સંગી જિહાં લગી આતમા, સંસારી કહેવાય.”—શ્રી આનંદઘનજી “જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત, કર્તા કઈ ન તેહને, ભાખે જિન ભગવંત.”-શ્રીમદ્ રાજચંદ્રજી,
કર્મ આત્માને આ સંગ સંબંધ જે અનાદિ ન માનીએ તો આમ વિરોધ આવે છે-જે કમને પહેલું માનીએ તો આત્મા વિના કર્મ કર્યા કેણે? અને તે લાગ્યા કેને? જે કેવલ શુદ્ધ આત્માને પહેલે માનીએ તે શુદ્ધ આત્માને કર્યું લાગવાનું પ્રયજન શું ? અને લાગે છે એમ માનીએ, તો શુદ્ધ એવા સિદ્ધ આત્માને પણ કેમ નહિં લાગે ? વળી મરઘી પહેલી કે ઈંડું પહેલું ? વૃક્ષ પહેલું કે બીજ પહેલું ? તેને
x “ उपचारोऽपि च प्रायो लोके यन्मुख्यपूर्वकः ।
દઇતતtsઘર સમિથિમેવ ચરિતમ્ ! ” શ્રી ગબિંદુ, લે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org