________________
(૬૩૮)
યોગદષ્ટિસપુસ્થય ભેગા કરે છે? ઔષધાદિ અંગે કેટલે બધે ખર્ચ કરે છે ? તે પછી આવા આ અનાદિના મહારોગને મીટાવવાને માટે આત્માથી મુમુક્ષુ કેમ બને તેટલી જહેમત ન ઊઠાવે ? કેમ અપૂર્વ આત્મ-પુરુષાર્થ ન કરે ? પિતાના તન-મન-ધન-વચનની સમસ્ત શક્તિ કેમ ન ખચી નાંખે? રત્નત્રયી ઓષધિનું પરમ અમૃતપાન પરમ પ્રેમથી કેમ ન કરે ? સદગુરુ આજ્ઞારૂપ પથ્યનું પરમ ઉત્સાહથી કેમ પાલન ન કરે ?
मुख्योऽयमात्मनोऽनादिचित्रकर्मनिदानजः । तथानुभवसिद्धत्वात्सर्वप्राणिभृतामिति ॥ १८९ ॥ મુખ્ય આ ઍવને ઉપજે, અનાદિ ચિત્ર કજ;
તેમ અનુભવસિદ્ધ છે, સર્વ પ્રાણિઓનેજ ૧૮૯ અર્થ –આ ભવ્યાધિ આત્માનો મુખ્ય-નિરુપચરિત એ વ્યાધિ છે, અને તે અનાદિ એવા વિચિત્ર કર્મના નિદાનથી કારણથી ઉપજેલ છે; કારણકે સર્વ પ્રાણીઓને તેનું તેવા પ્રકારે અનુભવસિદ્ધપણું છે.
વિવેચન જીવન આ જે ભવવ્યાધિ છે તે મુખ્ય છે, નિરુપચરિત એ ખરેખર છે. અને તે અનાદિ એવા દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન વિચિત્ર કર્મના બલથી ઉત્પન્ન થયેલ છે, કારણકે જન્મ-મરણાદિ વિકારોના પ્રત્યક્ષ અનુભવવડે કરીને, તે તિર્યંચ વગેરે સર્વ પ્રાણુઓને પણ અનુભવસિદ્ધ છે.
ઉપરમાં જે ભવવ્યાધિનો ઉલ્લેખ કરવામાં આવ્યું તે ભવ્યાધિ કઈ કલ્પનારૂપ નથી, કાલ્પનિક નથી, કથનમાત્ર ઉપચારરૂપ નથી, પરંતુ ખરેખર છે, મુખ્ય છે,
નિરુપચરિત એ પારમાર્થિક છે. તે કાંઈ ઉપ્રેક્ષારૂપ વિકપનાનો ભવવ્યાધિ તરંગ નથી, કલ્પિત નથી, પણ ખરેખરી વસ્તુસિથતિરૂપ સત્ય હકીકત સખ્ય પરમાર્થ ( Actual Fact, Reality) છે. કારણકે જે પારમાર્થિકસત વસ્તુસ્વરૂપે સત્ નિરુપચરિત હોય તે “મુખ્ય” કહેવાય છે. અને ઉપચાર પણ જે
મુખ્ય–પારમાર્થિકસત વસ્તુ હોય તે જ થઈ શકે છે, નહિંતે નહિં. જે ભવરૂપ વસ્તુ જ ન હોત, તે તેને વ્યાધિરૂપે ઉપચાર પણ ન થઈ શકત. પણ ભવ
કૃત્તિ-બુહા –મુખ્ય, નિરુપચરિત, અમૂઆ, ભવ્યાધિ, આરમનો-આત્માને, જીવન, કેવા પ્રકારને? કે-અનાવિચિત્રવાર્મનિસાન -અનાદિ એવા ચિત્ર કર્મરૂપ કારણથી જન્મેલો - દ્રવ્ય–ભાવે ભેદથી ભિન્ન એવા કર્મને બલથી ઉત્પન્ન એમ અર્થ છે. ક્યા કારણથી ? તે કે-તળાવમવરિવાત-તથા પ્રકારે અનુભવસિદ્ધ પણાને લીધે, જન્માદિના અનુભવથી. સર્વકાળમૃતામિતિસર્વ પ્રાણીઓને પણ,-તિર્યંચ પ્રમુખને પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org