________________
( ૬૩૬ )
ગદરિસમુચ્ચય
ખરા અંત:કરણથી ઈચ્છે છે. એટલે તે ડાહ્યો સમજુ રોગી જેમ કુશળ સવૈદ્યનું શરણ લે છે, અને પોતાનું ડહાપણ ડહોળ્યા વિના વૈદ્યની સૂચના મુજબ ઓષધપ્રયોગ કરે છે, અને તેથી કરીને રોગમુક્ત થાય છે, તેમ સમ્યક સમજણવાળો ડાહ્યો સમજુ પંડિત જીવ સદ્દગુરુરૂપ સુજાણુ સઘનું શરણ લે છે, અને પિતાની મતિક૯પનારૂપ સ્વછંદનું ડોઢડહાપણ છોડી દઈ શ્રીમદ્દ સદગુરુની આજ્ઞાનુસાર રત્નત્રયી ઔષધનું પ્રતિસેવન કરે છે, અને તેથી તે ભવરોગથી મુક્ત થાય છે. પણ કુપગ્યસેવામાં આસકત એવો અણસમજુ રોગી જેમ મીઠું મીઠું અનુકૂળ વદનારા ઊંટવૈદ્યને (Quack) પકડે છે, અને તેણે બતાવેલ ઊંટવૈદું સેવીને ઉલટો હાથે કરીને હેરાન થાય છે ને રોગમુક્ત થતું નથી, તેમ વિષયકદન્નમાં આસક્ત એવો બાલ અણસમજુ જીવ વિષયાનુકૂળપ્રથમ દષ્ટિએ મીઠા લાગતા પણ પરિણામે હાલાહલ ઝેર જેવા વચન વદનારા મિયાદષ્ટિ અસદ્દગુરુરૂપ ઊંટવૈદ્યને આશ્રય કરે છે, અને તે અનાડી વૈદ્યના અનાડી ઉપાયથી હાથે કરીને ભવકૂપમાં ઊંડો ઉતરે છે ને ભવરોગથી મુકત થતું નથી. ઈત્યાદિ પ્રકારે રોગી રેગીના પ્રકાર હોય છે, અને તે ઉપરથી પણ રોગની સાધ્યતા-અસાધ્યતાના પ્રાફકથનમાં (Prognosis) પણ ફરક પડે છે.
તેમજ-રોગ જેમ યથાયોગ્ય ચિકિત્સાથી (Right treatment) કાબૂમાં આવે છે ને મટે છે, તેમ ભવરોગ પણ યથાયોગ્ય ચિકિત્સાથી કાબૂમાં આવે છે ને મટી જાય છે.
રોગચિકિત્સામાં પ્રથમ જેમ રોગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, રોગચિકિત્સા ચિહ્નને, પરિણામને અને ચિકિત્સાને બરાબર જાણનારા કુશળ નિષ્ણાત
(Expert, Specialist ) સઘની જરૂર છે, તેમ ભવરોગની ચિકિત્સામાં પણ ભવરોગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, ચિહ્નને, પરિણામને અને નિવારણરૂપ ચિકિત્સાને યથાર્થ પણે બરાબર જાણનારા કુશળ જ્ઞાની સદગુરુરૂપ “સુજાણુ’ સદ્વૈધની અનિવાર્ય જરૂર પડે છે. વળી રોગના નિવારણમાં જેમ ઉત્તમ ઓષધની જરૂર પડે છે, તેમ ભવરોગના નિવારણમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ૬ ઓષધત્રયીની જરૂર પડે છે. પથ્ય અનુપાન સાથે ઓસડનું બરાબર સેવન કરવામાં આવે તો જ તે ફાયદો કરે છે, ગુણકારી થાય છે, નહિંતે ઉલટું અનર્થકારક થઈ પડે છે, તેમ ગુરુ આજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે જે પરમ અમૃતસ્વરૂપ રત્નત્રયી ઓષધિનું સમ્યકુ સેવન કરવામાં આવે, તે જ તે ગુણકારી–આત્મોપકારી થાય છે, નહિંતે આત્માર્થ-હાનિરૂપ અનર્થ વિપરિણામ નીપજાવે છે. શ્રીમદ્ રાજચંદ્રજીનું સુભાષિત છે કે –
આત્મબ્રાંતિ સમ રેગ નહિં, સદગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન.”–શ્રી આત્મસિદ્ધિ. અને આમ યથાયોગ્યપણે ઔષધ પ્રયોગથી રોગ નિર્મૂળ થતાં રોગી જેમ નીરોગી બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org