________________
( ૬૩૪ )
ગાસસ્થય ત્રિદોષ સ્વરૂપ પદમાં સ્થિતિરૂપ કોઈ ઠેકાણું રહેતું નથી, સ્વરૂપભ્રષ્ટતાથી ઉન્માદાદિ વરૂપ કેંદ્ર ખસી જાય છે, આત્મા પોતે પોતાના સહજ નિજ સ્વરૂપનું
ભાન ભૂલી જાય છે, ઉન્મત્ત “ચક્રમ’ બનીને પરવસ્તુને પોતાની કહેવારૂપ યદ્વાઢા પ્રલાપ-બકબકાટ કરે છે, અને મોહ-રાગ-દ્વેષરૂપી ત્રિદોષની વૃદ્ધિથી સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાતને પામે છે. (૮) રેગથી જેમ ખસ થાય છે ને ખજલી-મીઠી ચળ ઉપડે છે, અને તેથી પરિણામે લાહા બળે છે, તેમ ભવરેગથી વિષયવિકારરૂપ ખસ થાય છે ને ભેગેચ્છારૂપ ખજવાળ-મીઠી ચળ-“કંડઆવે છે, ને તેથી પરિણામે ભવગરૂપ લાહ્ય બળ્યા કરે છે. (૯) રોગથી જેમ શરીરમાં ઉગ્ર–આકરો તાવ ભરાય છે અને ભારી તરસ લાગે છે, તેમ ભવગાથી રાગરૂપ ઉગ્ર જવર ભરાય છે અને વિષયતૃષ્ણારૂપ ભારી તૃષા ઉપજે છે. (૧૦) વળી રોગથી જેમ વિવિધ વિકારો ઉબરી આવે છે, તેમ ભવરોગથી જન્મ-મરણદિ વિકારો ઉપજે છે. ફરી ફરીને જન્મવું, ફરી ફરીને મરવું, ફરી ફરીને માતાના ઉદરમાં શયન કરવું, ફરી ફરી ઘડપણ, રોગ, શોક, ચિંતા, દોભાગ્ય, દારિદ્ર આદિ દુઃખ અનુભવવું, એ બધા ભવરોગના વિકાર છે.
(૧૧) રોગથી જેમ વિચિત્ર પ્રકારનો મોહ ઉપજે છે, તેમ ભવરોગથી વિચિત્ર પ્રકારનો મોહ ઉપજે છે. રોગથી જેમ કમળારૂપ પિત્તવિકારને લીધે ધોળી વસ્તુ પણ
પીળી દેખાવારૂપ દષ્ટિદેષ થાય છે, તેમ ભાગથી મિથ્યાત્વ ઉદયને વિચિત્ર માહ લીધે અસતમાં સત્ બુદ્ધિ ને સમાં અસતબુદ્ધિરૂપ દષ્ટિદેષઆદિ દર્શનમેહ ઉપજે છે. રોગથી જેમ રોગાકુલ દરદી પોતે પોતાનું ભાન
ભૂલી જાય છે, તેમ ભવરગાર્ન જતુને આત્માના સ્વસ્વરૂપનું ભાન રહેતું નથી. બેભાનપણમાં જેમ દરદી પોતાની વસ્તુને પારકી ને પારકી વસ્તુને પિતાની કહેવારૂપ બ્રાંતિને સેવે છે, તેમ આત્મસ્વરૂપના અભાનપણમાં ભવરોગી પરવસ્તુને પિતાની ને
વસ્તુને પારકી ગણવારૂપ મિથ્યા ક્રાંતિને સેવે છે. (૧૨) રેગી જેમ પોતાની મૂળ આરોગ્યમય અસલ સ્વભાવસ્થિતિમાં હેત નથી, પણ રેગકૃત વિકૃત અવસ્થામાં હોય છે, તેમ ભાગી પિતાની મૂળ અસલ સહજ સ્વભાવસ્થિતિમાં વર્તાતો નથી, પણ ભવરોગકૃત વિભાવરૂપ વિકૃત દશામાં વર્તતો હોય છે. (૧૩) રોગથી મુંઝાઈ ગયેલા-મોહમૂઢ રોગીનું આચરણ જેમ વિષમ હોય છે, તેમ ભવરોગથી મોહિત થયેલા-મુંઝાઈ ગયેલા મેહમૂઢ જીવનું આચરણ પણ મહામોહમય વિષમ હોય છે, સ્વભાવથી વિપરીત હોય છે. (૧૪) રોગથી જેમ સ્વભાવ ચીઢીય થઈ જવાથી દરદી વાતવાતમાં ચઢાઈ જાય છે, તેમ ભવરોગથી ચીઢીયે થઈ ગયેલે આ ભવરગી પણ વાતવાતમાં ક્રોધાદિ કષાયાકુલ થઈ આવેશમાં આવી જાય છે ! “કમ જોર ને ગુસ્સા બહાત’ કરે છે! (૧૫) રોગથી જેમ શરીરે તીવ્ર વેદના-પીડા ઉપજે છે, તેમ ભવરગથી આત્માને સ્ત્રી આદિ પ્રત્યેના આસક્તિભાવને લીધે રાગદ્વેષાદિ તીવ્ર વેદના ઉપડે છે- આમ અમુક અમુક ચોકકસ ચિહ્નો પરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org