________________
૫૪
જીતનારો સુખી થાય છે. સાધકે પોતાની ઈરછાઓ, વિષયવાસનાઓ, કામનાઓ અને કષા સાથે યુદ્ધ કરવાનું છે. સાધકે યાદ રાખવું કે, પાંચ ઈન્દ્રિયે, ક્રોધ, માન, માયા અને લોભ, તથા સૌથી વિશેષ દુર્જય એવું પિતાનું મન, એ છતાયાં એટલે બધું છતાયું. મન માંકડા જેવું છે અને તેને વશ કરવું મુશ્કેલ છે, પણ અશકય તો નથી જ. અભ્યાસ અને વૈરાગ્ય, એ બન્ને, સાણસાની માફક મનને પકડી શકે છે, અને એક વખત સાધકે એને પકડયું, એને વશ કર્યું, પછી આત્માની ઉન્નતિ માટે એ કેવું મદદરૂપ થઈ પડે છે, તે, સાધકે પ્રત્યક્ષ અનુભવથી સમજવાનું છે, કારણ કે કેટલીક વાત સમજાવવા માટે શબ્દો પૂરતા નથી, અને આ પણ એક એવી જ બાબત છે.
- સાધકને ઉપદેશ આપતાં, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, સાધકે સ્ત્રીઓ સાથેનાં પ્રસંગને ત્યાગ કરે. ભલેને પુત્રી હોય, પુત્રવધૂ હોય, પ્રોઢા હોય કે નાની કુમારી હોય, તોપણ સાધકે તેને સંસર્ગ ન કર. ડાહ્યા પુરુષ સ્ત્રીઓનો પરિચય કે સહવાસ વધવા ન દે. સ્ત્રી સાથેના કામો એ હિંસા, પરિગ્રહાદિ સર્વ મહાપાપનાં મૂળ છે. બિલાડીના રહેઠાણ પાસે ઉંદરોએ રહેવું એ જેમ ડહાપણું ભરેલું નથી, એમ સ્ત્રીઓવાળા મકાનમાં સાધક બ્રહ્મચારી એ રહેવું સલામતીભરેલું નથી. સ્ત્રીઓ વડે સંકીર્ણ ઘર, મનોરંજક સ્ત્રીકથા, સ્ત્રીઓનો પરિચય, તેમની ઈન્દ્રિયોનું નિરીક્ષણ, તેનાં રુદન, ગીત, અને હાસ્ય, તેઓની સાથે ભોજન અને બેઠક, રસદાર અને પ્રમાણથી વધારે ખાન પાન, શરીરની ટાપટીપ, આ બધી વસ્તુઓ માણસને પ્રિય છે, અને સાધકે તેનો ત્યાગ કરે મુશ્કેલ છે. પરન્તુ આત્માની શોધ કરનારા માણસને માટે તો આ તાલપુટ વિષ જેવી છે. આ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અને જિને બતાવેલ છે. એ જ માર્ગ વડે પૂર્વે કેટલાય જીવો સિદ્ધ થયા છે, થાય છે અને હજુ થશે.
સાધકે ધન, વૈભવ કે સ્ત્રી જાતની પ્રત્યે તિરસકાર સેવવાં, એવો અર્થ આમાંથી કાઢવાનો નથી. આપણે ઇન્દ્રિયે, ક્રોધ, માન, માયા, લેભ અને આપણા મનનું ઘડતર અને સ્વાભાવિક બંધારણ એવું છે કે, જીવમાત્રને કામ, ભેગો અને વિષય સેવવાને માટે બહારથી કોઈની પ્રેરણા કે આજ્ઞાની જરૂર નથી રહેતી. એટલે સ્ત્રી, વૈભવ કે ધન પ્રત્યે
જ્યારે સાધકને આકર્ષણ ઉત્પન્ન થાય, (અને પૂર્વજન્મનાં કોઈ ગભ્રષ્ટ આત્માને બાદ કરીએ તે આવા આકર્ષણે ઉત્પન્ન થવાં એ બધા સાધકે માટે સ્વાભાવિક અને કુદરતી છે) એ વખતે, સાધકે દેષ સ્ત્રીમાં, વૈભવમાં કે ધનમાં જોવાનો નથી, પણ દોષ
१ अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ।
acqiામેવ મgi =રૂત્તા સુમેપ | ઉ, સે. (૯-૩૫) २ पंचिन्दियाणि कोहं माणं मायं तहेव लोहं च ।
જ રેવ અtgf સરવું નિg વિશે ઉ. સૂ. (૯-૩૬) ૩. સૂત્રકૃતાંગ. (૧–૪). ૨. ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૬-૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org