________________
પશ . શશીકરણ--અને ગણત્તમથી નિર્વાણ
( ૬૨૩) અંકુર ફૂટતું નથી, તેમ કરૂપ ભવ-બીજ બળી ગયા પછી, ભવરૂપ અંકુરો ફૂટતો નથી.
" दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત શ્રી તત્વાર્થસાર અને રોગને નાશ થયા પછી જ્યાં રોગનું રજકણ પણ નથી, એવી તંદુરસ્તીસંપૂર્ણ આરોગ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે, તેમ ભાવવ્યાધિને નાશ થયા પછી જ્યાં કમ
રેગનું એક પરમાણું પણ નથી, એવી આત્માની સંપૂર્ણ ભાવ આરોગ્ય સર્વ વ્યાધિ લય અવસ્થા પ્રગટે છે. જેમ રોગનો નાશ થયા પછી મનુષ્ય પોતાની અસલ
મૂળ સહજ સ્વસ્થતાને પામે છે, તેમ ભવરૂપ ભાવગનો નાશ થતાં આમા પિતાની અસલ મૂળ સહજ “સ્વસ્થતાને-સહજાન્મસ્વરૂપ સ્થિતિને ભજે છે, અથોત સહજ-યથાજાત આત્મસ્વરૂપમાં સ્થિત” એ ભગવાન શુદ્ધ આત્મા પ્રગટે છે. અને જેમ રોગને નાશ થયા પછી નીરોગી મનુષ્ય આરેગ્યનો સહજ તાત્વિક આનંદ અનુભવે છે, તેમ ભવરગનો ક્ષય થયા પછી ભાવ આરોગ્યસંપન્ન આત્મા ભાવ–આરેગ્યનો સહજ શુદ્ધ તાત્વિક પરમાનંદ અનુભવે છે.
પરમાનદ વિલાસી અનુભવે રે, દેવચંદ્રપદ વ્યક્તિ.... પૂજન તે કીજે રે બારમા જિનતણ રે.”
--શ્રી દેવચંદ્રજી. અને આમ ભવવ્યાધિને ક્ષય થાય છે, એટલે ભગવાન પરમ એવા ભાવ નિર્વાણુને પામે છે. દીપકનું તેલ ખૂટી જતાં જેમ દીપક નિર્વાણ પામે છે–બઝાઈ જાય છે, તેમ
કર્મરૂપ તેલ ખૂટી જતાં ભગવાન પણ નિર્વાણને પામે છે. કારણ કે ભાવ નિર્વાણું કર્મ–તેલના અભાવે તેમને સંસાર-દી નિર્વાણ પામ્યું હોવાથી
હોલવાઈ ગયા હોવાથી, ભગવાન્ પણ “નિર્વાણ” પામ્યા કહેવાય છે. અથવા જેનું ઇંધન–બળતણ બળીને ખાખ થઈ ગયું છે, એ ઉપાદાનસંતતિ વિનાનો અગ્નિ જેમ નિર્વાણને પામે છે-બઝાઈ જાય છે, તેમ સર્વ કર્મ ઈંધન બળીને ખાખ થઈ જતાં ઉપાદાન-સંતતિ વિનાને સંસાર અગ્નિ નિવણને પામે છે, હોલવાઈ જાય છે. એટલે ભગવાન “નિર્વાણ” પામ્યા એમ યથાર્થ કહેવાય છે. " कृत्स्नकर्मक्षयादूर्ध्व निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निनिरुपादानसंततिः ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી તત્વાર્થસાર , હોતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.”– શ્રીમદ્ રાજચંદ્રજી. સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમી હાજી; સર્વ અરથે ગે સુખ તેથી, અનંત ગુણ નિરીહાજી, ”—શ્રી , . સઝા. ૮-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org