________________
વાગાસભ્યય
અને સાતમે પ્રતિપત્તિ-સ્વાનુભવરૂપ ગુણ પ્રગટ્યા પછી, સ્વાભાવિક ક્રમે આ આઠમી દષ્ટિમાં આઠમે પ્રવૃત્તિ ગુણ પ્રગટે છે, જેથી યથાત પ્રવૃત્તિ હોય છે. એટલે કે
જેવા પ્રકારે શુદ્ધ આત્મતત્વનું સ્વરૂપ અનુભવમાં આવ્યું, તેવા પ્રકારે આપ સ્વભાવે પ્રવર્તાનરૂપ, આચરણરૂપ, ચારિત્રરૂપ સ્થિતિ પ્રવર્તે છે, આત્માનુચરણ પ્રવૃત્તિ પૂરણ હોય છે. અર્થાત આત્માનો સ્વભાવ જ્ઞાન-દર્શનારૂપ છે, તે સ્વભાવમાં
નિયત ચરિત હેવું, આત્મસ્વભાવમાં પૂર્ણપણે પ્રવર્તવું, “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ” થવી, એવો ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ગુણ અત્રે પ્રગટે છે. આમ આ સ્વભાવ પ્રવૃત્તિ સાત્મીરૂપ-આત્મભૂત થઈ જાય છે, આત્માનુચરણરૂપ પ્રવૃત્તિ આત્મામય બની જાય છે,
આત્માકાર થઈ જાય છે. આત્મા સ્વયં ચારિત્રમૂર્તિ બને છે, આત્માના “નામ ચારિત્ર પ્રદેશ પ્રદેશે શુદ્ધ ચારિત્ર ગુણ વ્યાપ્ત થાય છે. જેને વાસકની-સુવાસિત તે અણુલિગ” કરનારની અપેક્ષા નથી, એ ચંદનનો વધ વનમાં સર્વત્ર પ્રસરી
જઈ તેને સુવાસિત કરે છે, તેમ આ સ્વરૂપાચરણમય આત્મપ્રવૃત્તિ ગુણ સહજ સ્વભાવે સર્વ આત્મપ્રદેશમાં વ્યાપી જઈ સપૂર્ણ શીલસુગંધથી તેને સુવાસિત કરી મૂકે છે. જેમ જેમ આ પ્રવૃત્તિ ગુણ વિકસતો જાય છે, તેમ તેમ મોહનીય કર્મને ક્ષય થતો જાય છે, ને વીતરાગતાની માત્રા વધતી જાય છે, છેવટે યથાખ્યાત પરમ વીતરાગ ચારિત્ર પ્રગટે છે. એટલે કે જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત છે–પ્રસિદ્ધ છે, અથવા તો જેવું ચારિત્રનું શુદ્ધ નિકષાય સ્વરૂપ આખ્યાત છે-જ્ઞાનીઓએ ભાખ્યું છે, તેવું અન્ન પ્રગટ થાય છે. “જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણો સર્વેથી ભિન્ન અસંગ મૂળ મારગ તે સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ૦ ”–શ્રી રાજચંદ્રજી.
વળી આ દષ્ટિ પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે–વાસક ચિત્તના અભાવને લીધે. એટલે કે હવે ચિત્ત-આશય પ્રવૃત્તિથી ઉતીર્ણ—પાર ઉતરી ગયેલો હોય છે. ચિત્તને
કંઈ પ્રવૃત્તિ કરવાપણું રહ્યું નથી, એટલે તેની સમસ્ત પ્રવૃત્તિ નિવૃત્ત પ્રવૃત્તિ અનંત થાય છે, બધી દેવાડ બંધ થાય છે ને તે આત્મામાં લય પામે છે. અપહારી હો” અત્યારે પહેલાં વાસનાવંત આમાની બધી પ્રવૃત્તિ ચિત્તદ્વારા થતી હતી,
જ્યાં સુધી કલેશરૂપ વાસના હતી ત્યાં સુધી વાસનાવાસિત ચિત્ત જીવન બધો કારભાર ચલાવતું હતું. પરંતુ હવે તો કલેશરૂપ વાસના નિર્મૂળ થતાં, વાસનાનું બીજ સર્વથા બળી જતાં, આમાં પોતે જ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરે છે, વચ્ચે મફતી આ મારફતીઆ (agent ) ચિત્તની ડબલ રહેતી નથી. આમ પદભ્રષ્ટ મંત્રીની જેમ વાસનાવાસિત ચિત્ત અત્ર નિર્વાસિત થાય છે! એટલે “થોનશ્ચિત્તવૃત્તિનિરોધઃ ” ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગની સંપૂર્ણ સિદ્ધિ અત્ર સંપ્રાપ્ત થાય છે. સર્વ પ્રદેશ પ્રગટ શમગુણથી, પ્રવૃત્તિ અનંત અપહારી હે; પરમ ગુણ સેવનથે સેવક, અપ્રશસ્તતા વારી હો”—શ્રી દેવચંદ્રજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org