________________
પર ખ : સમાધિનિષ્ઠ પર હg, “ શશિ સમ બેધ વખાણુંછ
( ૫
)
ઊંચામાં ઊંચી ને છેવટમાં છેવટની એ છે. એટલા માટે એને “પર” કહી છે. અત્રે જ આધ્યાત્મિક વિકાસરૂપ યોગની પરાકાષ્ટા-છેલામાં છેલ્લી હદ પ્રાપ્ત થાય છે, પરમ તત્વની સાક્ષાત પ્રવૃત્તિ અત્ર હોય છે, અર્થાત્ અત્રે આત્મા સાક્ષાત્ પરમાત્મા બને છે. વળી આ
પર” દષ્ટિને પામેલે ગીશ્વર સંસારથી પર થાય છે, એટલે પણ એને “પરા’ નામ ઘટે છે. આવી આ યથાથભિધાના આઠમી પરા દષ્ટિમાં પૂર્વોક્ત ક્રમ પ્રમાણે ચંદ્રપ્રભા સમાન બેધ, ગનું આઠમું અંગ સમાધિ, આઠમા આસંગ દોષને ત્યાગ અને આઠમા પ્રવૃત્તિ ગુણની સંપ્રાપ્તિ હોય છે.
આ પ્રષ્ટિમાં પ્રાપ્ત થતો બેધ ચંદ્રની પ્રજા સરખો હોય છે, કારણ કે સાતમી દષ્ટિ કે જેને બોધ-પ્રકાશ સૂર્યપ્રભા સમાન હોય છે, તેના કરતાં આ આઠમી દષ્ટિને બોધ
અધિકતર હોય છે. સૂર્યનો પ્રકાશ તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, શશિ સમ બધ ઉગ્ર લાગે છે, અને ચંદ્રને પ્રકાશ તે કેવલ સૌમ્ય ને શાંત હોઈ વખાણુંછ” શીતલતા ઉપજાવે છે, પરમ આહૂલાદ આપે છે અને બન્નેનું
વિશ્વપ્રકાશકપણું તે સમાન છે, એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન સૂર્ય કરતાં અધિક માન્યું છે. આમ પૂર્ણ ચંદ્રની જેમ જ્યાં પૂર્ણ જ્ઞાનચંદને પ્રકાશ સોળે કળાએ ખીલી ઊઠે છે, એવી આ દણિને બેધ પરમોત્કૃષ્ટ હોય છે, અને તે બધ-ચંદ્રની જ્ઞાન
ત્યના સમસ્ત વિશ્વને પ્રકાશિત કરે છે, પણ તે વિશ્વરૂપ થતું નથી. (જુઓ પૃ. ૭૫૭–૪૮૩)
આમ આ પરાઠષ્ટિને ચંદ્રની ઉપમા સાથે પાંગ સંપૂર્ણપણે ઘટે છે, કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સમવસ્થિત રહી અત્રે બેધની વિશ્વપ્રકાશકતા હોય છે, પણ વિશ્વવ્યાપકતા નથી હોતી; આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ હોય છે, પરભાવનો લેશ પણ પ્રવેશ હેતે નથી, કેવળ નિર્ભેળ શુદ્ધ અદ્વૈત અવસ્થા જ હોય છે.
અને આમ બોધની પરાકાષ્ઠા પ્રાપ્ત હોવાથી અત્રે યોગનું આઠમું અંગ સમાધિ પ્રાપ્ત થાય છે. આ દષ્ટિ સમાધિનિષ્ટ હોય છે–સદા સદ્ધયાનરૂપ જ હોય છે. આ
- સમાધિ એ ધ્યાનવિશેષ છે, અથવા ધ્યાનનું ફળ છે એમ બીજાએ સમાધિનિષ્ટતા કહે છે. ચિત્તને દેશબંધ તે ધારણું, તેમાં પ્રત્યયની એકતાનતા તે
ધ્યાન, અને તે જ ધ્યાન અર્થ માત્ર નિર્માસરૂપ હઈ જાણે સ્વરૂપ શન્ય હોય તે સમાધિ છે. અર્થાત જ્યાં બેય વસ્તુમાત્રજ દેખાય છે ને ધ્યાનનું સ્વરૂપ રહેતું નથી, અને આમ જ્યાં થાતા, ધયાન ને ધયેયની ત્રિપુટીની એકતા થાય છે, કેવળ એક સહજ એવું આત્મસ્વરૂપ જ સહજ સ્વરૂપે ભાસે છે, તેનું નામ સમાધિ છે. અત્રે નિરંતર પણે આવી પરમ આત્મસમાધિ જ વસે છે, એટલે આ દષ્ટિમાં સ્થિતિ કરતા ગીશ્વરની સહજાત્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે પરભાવનું જે દૈત હતું તે સર્વથા ટળી ગયું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org