SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મોકલી હતી તે પરથી તેમણે વિસ્તારથી સગરંગતરંગિણી સમી સમરાઈઅચકહા ' (સમરાદિત્ય કથા) રચી, અને તદુપરાંત માત્ર માનસિક કપાસના પ્રાયશ્ચિત્ત અર્થ આ પરમ ભવભીરુ મુમુક્ષુ મહાત્માએ ૧૪૦૦ પ્રકરણ ગ્રંથોનું અનન્ય સર્જન કર્યું ! પિતાને વેદાયેલે સતશિષ્યવિરહ, અને પોતે ઝંખેલો ભવવિરહ તેમણે પિતાની ચિંરજીવ” શાસ્ત્રસંતતિમાં ‘વિરહ' અંકથી અમર કરેલ દશ્ય થાય છે. દા. ત. “મારzવાં રદ્ધિ ને રવિ રાજે,' અથવા આ જ ગ્રંથમાં “મારવાળો:.તેમણે સર્વથા જર્જરિત મહાનિશીથ શાસ્ત્રનો જીર્ણોદ્ધાર કર્યો. ( હજુ સુધી તેમના લગભગ ૭૫ જેટલા ગ્રંથે જ ઉપલબ્ધ થયા છે.). આવા આ સાધુચરિત સંતના અક્ષરદેહમાં એમને અક્ષર આત્મા અક્ષરપણે અમર રહ્યો છે. “જેની યશકાયમાં જરામરણજન્ય ભય લાગતો નથી એવા સુકૃતી કવિઓ જયવંત છે,’ ‘નાત થરા:વા રામuri માં ” એ શ્રી ભતૃહરિની ઉક્તિ આ આર્ષ દટા સંત કવિની અમૃતવાણી સંબંધમાં અક્ષરશ: સાચી પડે છે. ચોદસે. (૧૪૦૦) ગ્રંથ જેટલા મહાન ગ્રંથરાશિનું મૌલિક સર્જન કરનારા આ “યાકિનીમહત્તરાસુ” હરિભદ્રસૂરિ, સાડા ત્રણ ક્રોડ લોકપ્રમાણ સાહિત્યના સર્જક કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની જેમ, અસાધારણ કટિના સાહિત્યસ્વામી (Literary giant) થઈ ગયા, વિરાટ (Colosus) કવિ-બ્રહ્મા, આર્ષ દષ્ટા મહર્ષિ ( Seer, great sage) થઈ ગયા. એમની એક એકથી સરસ એવી અમર કૃતિઓમાં ગૂંજતે એમને દિવ્ય ઇવનિ એટલી બધી અમૃતમાધુરીથી ભર્યો છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંતસુધારસ જલનિધિ એ આ હરિભદ્રસૂરિન દિવ્ય નાદ અખૂટ રસવાળા અક્ષયનિધિ છે; આ દિવ્ય વનિ આ આર્ષ દાના અંતરાત્માનો નાદ છે, એમાં પદે પદે નિર્ઝરતી પરા શુભક્તિ એમના પરમ ભક્ત હૃદયનું પ્રતિબિંબ પાડનારું દર્પણ છે. સુનિલષ્ટ, સુશિષ્ટ અને સુમિષ્ટ શૈલીથી ઉત્તમ કલામય રીતે સુંદર શબ્દચિત્રમાં ગુંથેલ એકેક ગ્રંથ આ મહાનિથ મુનીશ્વરનું અદ્દભુત ગ્રંથનિમણકોશલ્ય દાખવે છે. વળી એમને આશય તે એટલે બધે પરમાર્થગંભીર છે કે સાગરની જેમ તેનું માપ કાઢવું કે તાગ લે તે અશક્ય વસ્તુ છે. કારણકે તેમના એકેક વચન પાછળ અગાધ શાસ્ત્રજ્ઞાન ને અનન્ય તત્ત્વચિંતન ઉપરાંત ઉત્તમ આત્માનુભવનું સમર્થ પીઠબળ રહ્યું છે. એટલે આવા ઉચ યોગદશાને પામેલા મહાત્માની કૃતિનો આશય યથાર્થ પણે અવગાહી પ્રગટ કરે, તે તે તેમના જેવી ઉચ્ચ આત્મદશાને પામેલા મહાત્મા ગીશ્વરોનું કામ છે. તેઓ જ તેને યથાયોગ્ય ન્યાય આપી શકે, તેઓ જ તેનું યથાયોગ્ય મૂલ્યાંકન કરી શકે, સાચા રત્નની પરીક્ષા નિપુણ રત્ન પરીક્ષક જ કરી શકે; કારણ કે સાગરવરગંભીર આશયવાળા સૂત્રાત્મક સંક્ષેપથી ગ્રંથ ગૂંથવાની અનન્ય કલામાં સિદ્ધહસ્ત શ્રી હરિભદ્રાચાર્યજીએ, અત્રે અદ્દભુત સમાસશક્તિથી બિન્દુમાં પ્રવચન સિંધુ સમાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy