SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતાષ્ટિ : વિષયના ભિખારી-‘ નિપુણ્યકારક ' ( ૧૪૧ ) કે જે ભૂલને વિચાર કર્યાથી સર્વે ભૂલને વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કેાઇ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલના વિચાર કરી તે ભૂલથી છટવા છે, તાપણ તે કત્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૩. આ સર્વ ભૂલની મીજભૂત ભૂલ તે આત્મસ્વરૂપનું અજ્ઞાન અથવા પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપ વિપર્યાસ છે. ‘આપ આપ ભૂલ ગયા ! ' એ જ મોટામાં માટી કેન્દ્રસ્થ ભૂલ છે. તે મૂલગત ભૂલથી બીજી ભૂલાની પરપરા નીપજે છે, તે વિષયને એટલી હદ સુધી આત્માનું પતન થાય છે કે તેની વૃત્તિ વિષયાકાર ભિખારીઃ બની જાય છે. પાઁચ ઇંદ્બિયના વિષયામાં તે એટલે બધા તન્મય થઇ નિપુણ્યક રક જાય છે કે તે પેાતાનું મૂળ સ્વરૂપ સાત્ર ભૂત્રી જઇ, વિષયામાં જ સર્વસ્વ માની તેની ગવેષણામાં અનિશ મંડ્યો રહે છે ! અને વિષયતૃષ્ણાથી આત્ત ને તપ્ત ખની નિરંતર દુ:ખ અનુભવે છે, છતાં તે વિષયેાના કીડા વિષયાના કેડા મૂકતા નથી ! ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે ! આવા તે વિષયનુભુક્ષુ જીવ શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથામાં મહાત્મા સિષિ એ અનુપમ શૈલીથી તાદશ્ય વર્ણવેલા તે નિપુણ્યક રકના જેવુ સમસ્ત ચેષ્ટિત કરે છે, ને કરમાં ઘટપાત્ર લઇ રાતદ્વિવસ વિષયકદન્નની ભિક્ષાર્થે ભમે છે! જેમકે “ આ જીવ આ સંસાર-નગરમાં અપરાપર જન્મ લક્ષણરૂપ ઊંચા-નીચા ગૃહામાં વિષય-કદન્નના આશાપાશને વશ થઇ અવિરામપણે ભમ્યા કરે છે. 66 Jain Education International ક્ષુધાથી જસ દુ`લ દેહ, ગૃહે ગૃહૈ ભિક્ષાર્થે તે&; કરમાંહિ ગૃહીંના ઘટપાત્ર, નિન્દાતા ભ્રમતા દિનરાત્ર. સર્વાંગ મહાઘાત ઉતાપ, તિહાં અનુગત ચેતન આપ; ૮ વાય. માડી! રે કરજો ત્રાણુ ! ' પાકારે એવી ટ્વીન વાણુ. જવર ક્રુષ્ઠ ઉન્માદ સંયુક્ત, શૂલપીડિત ને પામા યુક્ત; સર્વાં રાગના તેડુ નિવાસ, વેદનાવેગે વિર્હુલ ખાસ. . પામીશ ભિક્ષા તે તે ગેહ, ' ઇત્યાદિક ચિતવતા એહ; વિકાકુલ મનમાં થાય, રોદ્રધ્યાન ભરતા જાય. સંતાને કરુણાનું સ્થાન, માનીએને હાસ્ય નિદાન; માલેાને ક્રીડન આવાસ, ઉદાહરણ પાપીને ખાસ. —શ્રી ઉં. ભ. પ્ર. કથા, પ્ર. ૧ ( ડા. ભગવાનદાસકૃત સંદ્યગદ્ય અનુવાદ ) · સંસારને વિષે અહેનિશ પટન કરતા આ જીવના જે આ શબ્દાદિ વિષયે અને જે આ બધુત્ર-ધન-સુવર્ણાદિ, અને જે ક્રીડા-વિકથા આદિ અન્ય પણ્ સ'સાર "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy