________________
કાંતાદ્રષ્ટિ : જ્ઞાનાક્ષેપકવત-મન મહિલાનું વ્હાલા ઉપર ”
(૫૭)
શ્રતધર્મ મન તસ સદા, અન્ય કાર્ય તન યોગ;
એથી આક્ષેપક જ્ઞાનથી, ભવહેતુ નહિં ભેગ. ૧૬૪ અર્થ –એનું મન નિત્યે મૃતધર્મમાં હોય છે, કાય જ અન્ય કાર્યમાં હોય છે, આથી કરીને જ આક્ષેપક જ્ઞાનને લીધે એને ભેગો ભવહેતુ થતા નથી.
વિવેચન આ પ્રસ્તુત દષ્ટિવાળા રોગીનું મન શ્રતધર્મની દઢ ભાવનાને લીધે શ્રુતધર્મમાં– આગમમાં હોય છે, અને એની કાયા જ સામાન્ય એવા અન્ય કાર્યમાં હોય છે. આ જ કારણથી આક્ષેપક જ્ઞાનને લીધે ભેગો એને ભવહેતુ-સંસારકારણ થતા નથી.
આ દષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગદષ્ટિ યોગી પુરુષને આત્મધર્મની એવી દઢ ભાવના ઉપજી હોય છે, કે તેનું મન શ્રીમદ્ પુરુષ સદગુરુ ભગવાન્ પાસેથી શ્રવણ કરેલા તે
મૃતધર્મમાં–આગમમાં નિરંતર લીન રહે છે. ભલે તેનું શરીર સંસાર આક્ષેપક જ્ઞાન સંબંધી બીજા સામાન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય, પણ તેનું ચિત્ત તો તે
આજ્ઞારૂપ શ્રતધર્મમાં જ ચૂંટેલું હોય છે. આ ધર્મનું તેને કઈ એવું અજબ આકર્ષણ-આક્ષેપણ હોય છે, કે ગમે તે કાર્ય કરતાં પણ તેના ચિત્તને પિતાના ભણી આક્ષેપ-આકર્ષણ કરે છે. લોહચુંબક જેમ લેઢાને ખેંચી રાખે છે, તેમ શ્રુતધર્મ પ્રત્યે આવું સહજ સ્વભાવે આક્ષેપનારૂં-આકર્ષનારું-ખેંચી રાખનારૂં જ્ઞાન આક્ષેપક જ્ઞાન કહેવાય છે. અને તેવું સહજ સવભાવસિદ્ધ જ્ઞાન ધરાવનારા આ જ્ઞાની પુરુષ ‘જ્ઞાનાક્ષેપકવંત’ કહેવાય છે. અત્રે આ લોકપ્રસિદ્ધ દષ્ટાંત ઘટે છે. મહિલાનું અર્થાત પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સંબંધી બીજાં બધાં કામ કરતાં પણ પિતાના પ્રિયતમમાં જ લગ્ન થયેલું હોય છે. તેમ જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં છતાં, કે ભેગ ભેગવતાં છતાં પણ નિરંતર ધૃતધર્મમાં જ લીન હાય છે,આસક્ત હોય છે. આ મહામુમુક્ષુનું મન મેક્ષમાં અને ખેળીઉ સંસારમાં–એવી સ્થિતિ હોય છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ પરમાર્થ. “મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે; તિમ શ્રત ધર્મે મન દ્રઢ ઘરે, જ્ઞાનાક્ષેપકવત રે...ધન.”–શ્રી દસક્ઝાય -૬.
આ વચન ઉપર સૂક્ષ્મ મીમાંસન કરતાં પ્રખર તત્વવેત્તા શ્રીમદ રાજચંદ્રજીએ પરમ મનનીય વિવેચન કર્યું છે કે-“ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દનો અર્થ ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભર્તારને વિષે લીન છે, તેમ સમદષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાન સંબંધી શ્રવણ કર્યો છે એ જે ઉપદેશ ધર્મ તેને વિષે લીનપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org