________________
કાંતાદષ્ટિ આદર્શ નિચર્યા, ધમમાં એકાય મન
(૫૫) એટલે જ આ દષ્ટિવાળા પરમ ભાવિતાત્મા યોગીપુરુષનું સમસ્ત આચરણચારિત્ર નિરતિચાર, શુદ્ધ ઉપગને અનુસરનારું, વિશિષ્ટ અપ્રમાદથી યુક્ત, વિનિગપ્રધાન અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. (જુઓ પૃ. ૭૨, તથા પૃ. ૨૫ શ્રીમદ્ રાજચંદ્રજીનું અપૂર્વ અવસર ” વાળું અપૂર્વ કાવ્ય.)
તે અણગાર૪ ભગવંતો ઈસમિત, ભાષાસમિત, એષણાસમિત, આદાનભંડમાત્ર નિક્ષેપણ સમિત, પારિકા પનિકા સમિત, મનસમિત, વચન સમિત, કાયસમિત, મનગુપ્ત, વચનગુણ, કાયગુરૂ, ગુપ્ત, ગુપ્તદ્રિય, ગુપત બ્રહ્મચારી, અક્રોધ, અમાન, અમાય, અભ, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિર્વત, અનાશ્રવ, અગ્રંથ, છિન્નશ્રોત, નિરુપલેપ. કશ્યપાત્ર જેવા મુક્ત જલ, શંખ જેવા નિરંજન, જીવ જેવા અપ્રતિહતગતિ, ગગનતલ જેવા નિરાલંબન, વાયુ જેવા અપ્રતિબંધ, શારદજલ જેવા શુદ્ધહૃદય, પુષ્કરપત્ર જેવા નિરુપલેપ, કૂર્મ જેવા ગુખેંદ્રિય, વિહગ જેવા વિપ્રમુક્ત, ગેંડાના શીંગડા જેવા એક જાત, ભારંડપક્ષી જેવા અપ્રમત્ત, કુંજર જેવા શોંડીર, વૃષભ જેવા સ્થિર, સિંહ જેવા દુર્ધર્ષ, મંદર જેવા અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સોમેશ્યાવંત, સૂર્ય જેવા દિપ્તતેજ, જાત્ય સુવર્ણ જેવા જાતરૂપ, વસુંધરા જેવા સર્વસ્પર્શવિષહ, સુહુત હુતાશન જેવા તેજથી જવલંત હોય છે. તે ભગવંતોને કયાંય પણ પ્રતિબંધ હોતા નથી.”
અને આવી સમ્યફ આચારવિશુદ્ધિને લીધે આ શુદ્ધોપાગમય નિગ્રંથ શ્રમણ આપોઆપ જનતાને પ્રિય થઈ પડે છે. આ સ્વયંભૂ (spontaneous) પ્રીતિ સંપાદન કરવા માટે તેને કાંઈ બલવું પડતું નથી, કે બીજે કઈ કૃત્રિમ પ્રયાસ કરે પડતું નથી. માત્ર આ નિગ્રંથ મહાત્માનું સહજ સ્વભાવે સિદ્ધ એવું શુદ્ધ આત્માનુચરણરૂપ પવિત્ર ચારિત્ર જ જાણે લોકોને પોકારીને બોધ આપી આકર્ષે છે! સેંકડો વાચાની વાણ જે બેધી નથી શકતી, તે એક જ્ઞાની મુનિનું મોન બધે છે ! પુસ્તક પંડિતના વાજાલરૂપ હજાર ઉપદેશ કે વાચસ્પતિઓના લાખ વ્યાખ્યાને જે બંધ નથી આપી શકતા, તેનાથી અનંતગણ સમર્થ બોધ એક સાચા સપુરુષનું શુદ્ધ સહજત્મસ્વરૂપમય નિર્મલ આત્મચારિત્ર મૂક વાણથી આપે છે ! અને તેથી તેના પ્રત્યે લેકીન નૈસર્ગિક પ્રેમ પ્રવાહ પ્રવહે છે.
ધર્મમાં એકાગ્ર મન
અને આવા શુદ્ધ આચારસંપન્ન, ધર્મમૂર્તિ, પરમાર્થના અવતાર સમા આ સમ્ય દષ્ટિ યોગીપુરુષનું ચિત્ત સદાય ધર્મમાં એકાગ્ર જ હોય, એમાં પૂછવું જ શું ? ધર્મ તો
* “હૃા નામ અનારા માર્વતો દુનિયામણા માતામિયા” છે. (જુઓ નિર્મચર્યાના આ પરમ સુંદર હૃદયંગમ વર્ણન માટે શ્રી સૂત્રકૃતાંગ, કિં. બુ. સ્ક. સૂત્ર. ૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org