________________
કાંતાણ છે ધમને અપૂર્વ મહિમા, સમ્યક્ આચારવિશુદ્ધિ
(૫૩), ધર્મ આદિ બીજા પ્રકારો પણ આ ઉક્ત ભાવધર્મની-આત્મધર્મની ઉત્પત્તિમાં– સિદ્ધિમાં જેટલે જેટલે અંશે કારણભૂત થાય તેટલે તેટલે અંશે જ તેની સફળતા છે; નહિં તે વસ્તુના સ્વભાવ ધર્મની સિદ્ધિ વિના નિષ્ફળતા છે. મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે તેમ “ભાવ વિના સહ આલ.'
આ આ આત્મનિર્મલતારૂપ સ્વભાવ-ધર્મ આ દષ્ટિમાં સ્થિતિ કરતા ચગીને અત્યંત આવિર્ભત થયે હોય છે, અત્યંત પ્રગટ્યો હોય છે, કારણકે આ દષ્ટિવાળા સમ્યગદષ્ટિ ગીપુરુષ અત્યંત આત્મસ્થિતિમાં સ્થિત હોય છે, પર પરિણતિને ત્યજી આત્મસ્વરૂપને ભજે છે, એવા તે ધર્મમૂરિ મહાત્મા હોય છે.
“ઘમો મંજરમુવિ, fસા સંગમો તવો તેવા વિ તં નમંતિ, કરણ ઘમે તથા મળો .” –શ્રી દશવૈકાલિક સૂત્ર
આ ઉક્ત આત્મસ્વભાવરૂપ ધર્મનો મહિમા કેઈ અપૂર્વ છે. ચિંતામણિ, કામકુંભ, કલ્પવૃક્ષ આદિને મહિમા તેની પાસે તુચ્છ છે. આ ધમે જ્યારે ખરેખરા સ્વરૂપમાં
આત્મામાં પ્રગટે છે, ત્યારે સર્વ લબ્ધિ-સિદ્ધિ, સર્વ વિભૂતિ તેની પાસે ધર્મને અપૂર્વ દાસી થઈને કર જોડી ઊભી રહે છે. છતાં આ આત્મનિમગ્ન અવધૂત મહિમા મહાત્મા તેની પરવાહ પણ કરતા નથી ! તેની સામું જોવાની પણ
તકલીફ લેતા નથી! ખરેખર ! ધર્મમાં જેનું મન સદા લીન હોય છે, એવા મહાત્મા ગીને દેવો પણ નમસ્કાર કરે છે. કારણ કે અહિંસા, સંયમ અને તપ એ ધર્મના પ્રકાર છે અને તેની આ મહામાએ અત્યંત સિદ્ધિ કરી હોય છે. પરભાવ-વિભાવ પરિણતિથી તે આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસા થવા દેતા નથી, અને સ્વસ્વરૂપમાં નિરંતર સ્થિતિ કરે છે, તેથી તે અત્યંત અહિંસક હોય છે. આત્માને તે સ્વસ્વરૂપમાં જ સંયમી રાખે છે-દાબી રાખે છે, બહાર પરવસ્તુમાં જવા દેતા નથી, તેથી તે પૂરા સંચમી હોય છે. આમ પરભાવમાં નહિં જવારૂપ અહિંસનથી, અને સ્વભાવમાં સ્થિતિરૂપ સંયમનથી સમર્થ આત્મવીયન સંચય થાય છે, અને તેથી આ ગી પુરુષ સ્વસ્વરૂપના પરમ તેજથી પ્રતાપે છે, પરમ તપોધન હોય છે. આવા અહિંસક, સંયમી અને તપસ્વી સાચા સંત પુરુષને દેવે પણ નમસ્કાર કરે એમાં શી નવાઈ ?
* " धर्मः श्रीवशमंत्र एष परमो धर्मश्च कल्पद्रुमो,
धर्मः कामगवीप्सितप्रदमणिधर्मः परं दैवतम् । धर्मः सौख्यपरंपरामृतनदीसंभूतिसत्पर्वतो, . ધ પ્રતાપરાતાં વિમઃ ભુજઃ ” – શ્રી પદ્મનંદિપચવિંશતિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org