________________
(૫૨)
ગદરિસમુચ્ચય ધર્મ છે, એટલી સીધી સાદી વાત લોક સમજતા નથી. જેમ નિર્મલતા એ સ્ફટિક રનનો
સ્વભાવ હોઈ, તેનો ધર્મ છે, તેમ કષાયઅભાવરૂપ નિર્મલતા એ જ ટક દષ્ટાંત આત્માનો શુદ્ધ સ્વભાવ હોઈ આત્માનો ધર્મ છે. અર્થાત શુદ્ધ આત્મા નિરુપાધિપણું એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે તે ધર્મ અધર્મ છે. પણ સ્ફટિક રનનો સ્વભાવ નિમલ છતાં, પાસે રાતું ફૂલ
હોય તો તેમાં રાતી ઝાંઈ છાયા પડે છે, કાળું ફૂલ હોય તે કાળી ઝાંઈ પડે છે. આમ બાહ્ય ઉપાધિને લીધે સ્ફટિકની નિર્મલતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે, તેમ કર્મરૂપ બાદ ઉપાધિને લીધે રાગ-દ્વેષ-મોહાદિ વિભાગ પરિણામોની ઉત્પત્તિથી આત્માની નિર્મળતા અવરાય છે. તે ઉપાધિ દૂર થાય એટલે સ્ફટિક જેમ સ્વયમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે. આત્માનો નિર્મલ શુદ્ધ સ્વભાવ તો ત્રિકાલાબાધિત ને સ્વયંસ્થિત છે જ, આવરણ દૂર થયું કે તે બસ પ્રગટ જ છે. આમ જેટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિરુપાધિ પણું આવે, તેટલે તેટલે અંશે આત્મધર્મની સિદ્ધિ છે. અને તેવું નિરુપાધિક પણું સમ્યગદષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે “જિમ નિર્મલતા રે રન સફટિક તણ, તેમજ જીવ સ્વભાવ તે જિન વીરે રે ધર્મ પ્રકાશીઓ, પ્રબળ કષાય અભાવ.શ્રી સીમંધર. જેમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ; પાપ પુણ્યથી છે તેમ જગજીવને, રાગ દ્વેષ પરિણામ...શ્રી સીમંધર. ધર્મ ન કહીએ રે નિરો તેહને, જેહ વિભાવ વડ વ્યાધિ, પહેલે અંગે રે એણે પેરે ભાખિયું, કરમે હોયે ઉપાધિ...શ્રી સીમંધર. જે જે અંશે રે નિરુપણધિકપણું, તે તે જાણે રે ધર્મ, સમ્યગદષ્ટિ રે ગુણઠાણથકી, જાવ લહે શિવશર્મ..શ્રી સીમંધર.
- શ્રી યશોવિજયજી.
જેમ જેમ પર પરિણતિ ત્યજાતી જાય છે અને આત્મપરિણતિ ભજાતી જાય છે, તેમ તેમ આ શુદ્ધ આત્મધર્મ ઉન્મીલન પામતે જાય છે-વિકસતો જાય છે, યાવત્
મોક્ષમાં શુદ્ધ ધર્મમૂર્તિ સ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે, સંપૂર્ણ આત્મવિભાવ તે કર્મ સિદ્ધિરૂપ મોક્ષને પામે છે. તાત્પર્ય કે શુદ્ધ આત્માની સિદ્ધિ એ જ સ્વભાવને ધર્મ ધર્મ છે. જેમ જેમ કમ–ઉપાધિ ટળે છે, તેમ તેમ ધર્મ-સમાધિ
પ્રગટે છે, કારણ કે વિભાવપરિણતિરૂપ ઉપાધિ તે કર્મ છે અને સ્વભાવપરિણતિરૂપ સમાધિ તે ધર્મ છે. આમ ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા છે. ધર્મના દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org