SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતાદષ્ટિ હતાદયવતી મીમાંસા ( ૧૧૯ ) કારણ કે જેને સૂક્ષ્મમેષ ઉપજે છે, તે પછી તે બેધનું મીમાંસન કરે છે, તલસ્પર્શી સવિચારણા કરે છે, અહેનિશ ઊહાપેાહ કરે છે, નિત્ય મનન-નિદિધ્યાસન કરે છે, નિરંતર તત્ત્વચિ’તન કરે છે. જેમ કેાઇ ખારાક ખાય અરામ રસપૂર્વક ચાવે તા હાજરીમાં પાચક રસની બરાબર ઉત્પત્તિ થાય, ને તેની પાચનક્રિયા ઉત્તમ થાય, અને પછી તે રસ લાઠીમાં એકરસ થઈ સર્વ અગને માંસલ કરે, પુષ્ટ-ભરાવદાર બનાવે; તેમ સમ્યગ્ ધરૂપ આહાર પણ રસપૂર્વક બરાબર ચાવવામાં આવે, અર્થાત્ પુન: પુન: મનન કરવામાં આવે તે ઉત્તમ ભારૂપ રસની નિષ્પત્તિ થાય, ને શુદ્ધ આત્મપરિણતિરૂપ ઉત્તમ પાચનક્રિયા થાય, અને પછી તે પરિત ર૪ આત્માના અ ંગેઅંગમાં-પ્રદેશેપ્રદેશમાં વ્યાપ્ત થઇ તેને શુદ્ધ આત્મધર્મોની પુષ્ટિથી માંસલ કરે, પુષ્ટ-ભરાવદાર બનાવે. આ દૃષ્ટાંતથી મીમાંસાના પરમાર્થ સમજાય છે. એટલે જ્ઞાની સભ્યષ્ટિ પુરુષ દ્રવ્ય, ગુજી, પાય, તેના ભગ, નય, પ્રમાણ, સત્ સ્વરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિપદી, સપ્તભંગી, આત્મા, કર્મ, ચેગ માદિ દ્રવ્યાનુચેાાંતગત સૂક્ષ્મ વિષયેાની તલાશિની અવગાહના કરે છે; સ્વદ્રવ્ય -ક્ષેત્ર-કાલ--ભાવથી આત્માનું અસ્તિપણું છે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્માનું નાસ્તિપણું છે, એવુ ઊંડું ગંભીર તચિંતન કરે છે. આ દ્રવ્યાનુયાગના પરમ રહસ્યભૂત-કળશરૂપ પરમ આત્મતત્ત્વનું–ભગવાન્ સમયસારનું અર્થાત શુદ્ધ આત્માના સહુજ સ્વરૂપનું પરિશીલન કરી, તેને આત્મસ્વભાવભૂત કરી મૂકે છે. " ગુણ પોય અન`તતા રે, વળી ય સ્ત્રસાવ અગાઢા ૨; નય ગમ ભગ નિક્ષેપના રે, હૈયેાપાદેય પ્રવાહા ...કુથુ જિનેસરુ ! નિજ ભાવે સીય અસ્તિતા રે, પર નાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતા રૈ, સીય તે ઉભય સ્વભાવા રે....કુંથુ॰ ”—શ્રી દેવચ'દ્રષ્ટ. અને આવી સૂક્ષ્મ મીમાંસા-તત્ત્વવિચારણા હિતેાદયવાળી ડાય છે, આથી હિતેાદયસર્વ પ્રકારના આત્મકલ્યાણની સંપ્રાપ્તિ થાય છે. ઉદય એટલે ચઢતી કળા. જેમ સૂર્યને ઉદય થઇ તે ઉત્તરોત્તર વધતી તેજસ્વિતાને પામી મધ્યાહ્ને પૂર્ણ પણે પ્રતપે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ સૂર્યના ઉદય થઇ, ઉત્તરાત્તર ચઢતી આત્મદશાને પામી, પૂર્ણ આત્મસ્વરૂપ મધ્યાહ્નને પામે છે. અથવા જેમ શ્રીના ચંદ્ર ઉત્તરાત્તર ચઢતી કળાને પામી, પૂર્ણ માએ પૂર્ણ સ્વરૂપને પામે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી, પૂર્ણ શુદ્ધ સહજામસ્વરૂપની પ્રાપ્તિમાં પર્યાપ્ત પામે છે. સહઅઢલ કમલકલિકા જેમ ઉત્તરાત્તર વિકાસને પામી, પૂર્ણપણે ખીલી ઊઠે છે, તેમ અત્ર હિતાયરૂપ સહુદલ કમલ સાનુબંધ વિકાસને પામી પૂર્ણ સ્વરૂપે ખીલી નીકળે છે. નવે નિધાન અને અષ્ટ મહાસિદ્ધિ આદિ કિકર થઇને જ્ઞાનીપુરુષને અનુસરે છે, પણ અવધૂત નિરપેક્ષ જ્ઞાની તેા તેની સામું પણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy