________________
(૫૬)
યોગદરિસાર
તેઓ પૌગલિક વિષયોગથી નિરંતર દૂર દૂર ભાગે છે, અને કાચબાની જેમ વિષયમાંથી ઇંદ્રિયેનો પ્રત્યાહાર કરે છે–પાછી ખેંચી લે છે. એટલે એમની આશવભાવની ચાલ સહેજેઅનાયાસે છૂટી જાય છે, અને ઉગ્ર સંવર દશા પ્રગટે છે. જેથી તેઓને આત્મા પોતે જ સાક્ષાત્ સંવરરૂપ થાય છે, સ્વરૂપગત બને છે.–આમ નિત્યદર્શન-પ્રત્યાહાર આદિ પાંચમી દષ્ટિના ગુણગણુને આત્મલાભ અત્ર છઠ્ઠી દષ્ટિમાં વિશેષ પ્રબળપણે-નિર્મળપણે અનુવર છે જ. આવા પરમ ઉદાર ગુસંપન્ન સમ્યગ્ર દષ્ટિ પુરુષને દેખીને અન્ય ને પણ તેમના પ્રત્યે સ્વાભાવિક પ્રેમ કુરે એવી તેમની જનપ્રિયતા હોય છે. આ મહતેના સ્વરૂપાચરણરૂપ ચારિત્રનો કોઈ એ મુંગો મહાપ્રભાવ સ્વયં કુરે છે, કે તેમને જોતાં જ બીજા છોને તેમના પ્રત્યે કુદરતી પ્રેમ-બહુમાન ઉપજે છે.
યોગનું છછું અંગ–ધારણા.
જિનરાજની સેવા કરવી, ચેય ધ્યાન ધારણા ધરવી.”—શ્રી દેવચંદ્રજી. આ દષ્ટિમાં ધારણા નામનું છ ગ અંગ પ્રાપ્ત થાય છે, કારણ કે પ્રત્યાહાર નામનું પાંચમું અંગ સાંપડ્યા પછી સ્વાભાવિક ક્રમે ધારણ થાય છે. ધારણું એટલે
A ચિત્તને દેશબંધ, ચિત્તને અમુક મર્યાદિત દેશમાં-ક્ષેત્રમાં બાંધી રાખવુંવિભાવ નિવૃત્તિ ધારી રાખવું તે ધારણા, એમ તેની વ્યાખ્યા છે. મનોમર્કટ ચારે કાર સ્વભાવ પ્રવૃત્તિ ભ્રમણ કરવાનો અતિ ચંચલ સ્વભાવ ધરાવે છે, તેને નાસાગ્ર આદિમાં
થિર કરવું, અથવા શ્રુતસ્કંધના નિરંતર આરોહણ-અવરોહણમાં રોકી રાખવું, પ્રભુભક્તિરૂપ ખીલામાં પ્રેમની સાંકળથી બાંધી રાખવું, અથવા શુદ્ધ આત્મ ચિંતનના વ્યાપારમાં ધારી રાખવું તે ધારણા છે. ( જુઓ પૃ. ૨૧૨-૨૧૩) આત્માને પરભાવમાંથી પ્રત્યાહત કરવો-પાછો ખેંચી તે પ્રત્યાહારનું કામ છે, ને તેને આત્મભાવમાં ધારી રાખવો તે ધારણાનું કામ છે. આમ ચિત્તને વિષયમાંથી વ્યાવૃત્ત કરી આત્મભાવમાં જ પ્રવૃત્ત કરવું, આત્મસ્વરૂપ ધર્મમાં જ ધારી રાખવું એવી શુદ્ધ ધારણા સમ્યગુઢષ્ટિ યોગી પુરુષ ધરે છે, કે જે અંતે તસ્વાનંદમય પૂર્ણ સમાધિમાં લયને પામે છે. આવી ઉત્તમ આત્મધારણાવાળા સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ પર પરિણતિ છોડી દઈ, ભેદ" વાદોનું ખંડન કરી, ઉદિત અખંડ એવા પ્રચંડ જ્ઞાનમય સ્વભાવમાં સ્થિતિ કરે છે, તે પછી તેને બીજી કર્તા-કર્મ પ્રવૃત્તિનો અવકાશ કયાંથી હોય? અથવા પગલિક કર્મબંધ કયાંથી હેય?” આવી અદ્દભુત આત્મસ્વભાવ ધર્મમય ધારણાવાળા ભેદજ્ઞાની સમ્યગદષ્ટિ * " परपरिणतिमुज्झत् खंडयझेदवादा-निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः । નવુ જથમવાર રામવૃત્તિ મવતિ વાર્થ વા વગરઃ : ”
(ઇત્યાદિ વિશેષ માટે જુઓ ) શ્રી સમયસારકલશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org