SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ In. તાત્પર્ય એગદૃષ્ટિથી દિવ્ય ગમાર્ગદર્શન. આમ ભક્તિયોગ, જ્ઞાન ને કર્મવેગની સમ્યક વ્યવસ્થારૂપ ગમાર્ગનું યથાર્થ દર્શન સમ્યફ એવી ગષ્ટિથી જ થાય છે, આ દિવ્ય નયનથી જ જિનમાર્ગનું દિવ્ય દર્શન થાય છે. આ પરમાર્થ દષ્ટિ વિના તે બધુંય અંધારૂં છે. “આંખ વિનાનું અંધારું રે” એ લોકોક્તિ અહીં પરમાર્થ માર્ગમાં સાવ સાચી જણાય છે. દષ્ટિ અંધતા ટળી ન હોય ત્યાં સુધી આધ્યાત્મિક એવા મોક્ષમાર્ગનું અથવા જિનના મૂળમાર્ગનું દર્શન થાય નહિં; જિનને આ અધ્યાત્મપ્રધાન પરમાર્થ માર્ગ દેખવા માટે તે આ દિવ્ય ગઠષ્ટિનું ઉન્મીલન થવું જોઈએ, અને જીવની દ્રષ્ટિઅંધતા ટળવી જોઈએ. આ અંતરંગ માર્ગનું દર્શન ગાડરી આ પ્રવાહ જેવી બહિરંગ ઓઘદષ્ટિથી ન જ થઈ શકે, એટલા માટે જીવોની એ ગતાનગતિક ગાડરીઆ પ્રવાહ જેવી લોકિક ઓઘદષ્ટિ દૂર કરાવી, દિવ્ય જિનમાર્ગનાં યથાર્થ દર્શનાર્થે આધ્યાત્મિક દ્રષ્ટિ અર્પવા માટે જ, અને ગબિન્દુના પ્રાંતે “ો તાળોનસ્ટોરન: લેક ગઠષ્ટિવાળો થાઓ !-એ પિતાના આશિર્વચનને જાણે ચરિતાર્થ કરવાને અર્થે જ આર્ષદ્રષ્ટા મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ આ યોગદષ્ટિસમુચ્ચય” ગ્રંથનું નિર્માણ કરેલું દશ્ય થાય છે. કારણ કે તેવી દષ્ટિના અભાવે અલોકિક આધ્યાત્મિક માર્ગને પણ ગતાનુગતિક લોકો લૌકિક દષ્ટિએ-ઓઘદષ્ટિએ દેખે છે ! મહાત્મા આનંદઘનજી પોકાર કરી ગયા છે કે “ચરમ નયણુ કરી મારગ જેવો રે, ભૂલ્યો સયલ સંસાર.” પણ જિન–વીતરાગને રત્નત્રયીરૂપ મૂળમાર્ગ તો કેવળ શુદ્ધ આત્મપરિણતિરૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમાર્થ માર્ગ છે, અંતરંગ ભાવમાર્ગ છે. જાતિ–વેષના ભેદ વિના જે કોઈ પણ આ યોત મેક્ષમાર્ગ સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મોક્ષ પામે છે. અર્થાત્ શુદ્ધ આત્માને જાણ, શ્રદ્ધો ને આચરે એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય લયમાં રાખી, સમસ્ત દ્વાદશાંગીના સારરૂપ “શુદ્ધ નયદીપિકા” પ્રત્યે નિરંતર દષ્ટિ ઠેરવી, તેના સસાધનરૂપ પરમાર્થ સાધક શુદ્ધ વ્યવહારને જે સેવે છે, નિશ્ચય-વ્યવહારનો સમન્વય સાધે છે, તે જ મોક્ષ પામે છે. કારણ કે સ્વરૂપભ્રષ્ટ થવાથી જ આત્માનું સંસાર પરિભ્રમણ થયું છે, અને સમસ્ત વ્યવહારનું પણ પ્રધાન ને એક જ પ્રજન આત્માને સ્વરૂપમાં આણી “નિજ ઘર” પધરાવવાનું છે. એટલે વ્યવહાર સભ્યદર્શન-જ્ઞાનચારિત્રરૂપ વ્યવહાર રત્નત્રયીને ઉત્તરોત્તર શુદ્ધિ દ્વારા આ સ્વરૂપઆરોપણરૂપ પ્રથમ ભૂમિકા “નિજ પદ” પ્રાપ્ત કરી, જીવ નિશ્ચયરત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને સાધક-સાધુ બની, ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને-દશાઓને સ્પર્શતો સપર્શતો મોક્ષમાર્ગે આગળ * “जइ जिणमयं पवजह मा ववहारणिच्छए मुयए। વિ છિન્નર ઉતાર્થ અvળ તરું .”—આપવચન. " सुखो सुद्धादेसो णाययो परमभावदरिसीहिं।। વવદારિદ્રા કુળ ને દુ અvમે દિલ મા . ”– શ્રી સમયસાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy