________________
૪૧
છે, તે કોઈ કેવળ “શુષ્કજ્ઞાની” થઈ પડ્યા છે, જે પોતે મોક્ષમાર્ગ આરાધે છે એમ માને છે,–જે દેખી પરમ કૃપાળુ સહુદય સંતજનોને કરુણા ઉપજે છે. અત્રે જે કિયા જડ લેકે છે તેઓ પ્રાયઃ બાહા વ્યવહાર સાધનને સાધ્ય માની બેઠા છે ને મુખ્ય નિશ્ચય સાધ્યને ભૂલી ગયા છે. એટલે તેઓ અનુપયોગ પણે-ક્રિયા જડપણે યંત્રવત્ બાઢા દ્રવ્ય ક્રિયા કર્યા કરે છે, પણ નિજ સ્વરૂપની સાધક એવી અંતરંગ આત્મપરિણતિરૂપ ભાવક્રિયાનેઅધ્યાત્મક્રિયાને પ્રાયે સ્પર્શતા નથી, કંઈ પણ અંતભેદ અનુભવતા નથી, વળી તેઓ જ્ઞાનમાર્ગને નિષેધ કરે છે. અને જે શુષ્કજ્ઞાની જનો છે, તે શુષ્કજ્ઞાનની સુક્કી લખી “વાતે જ કરે છે, બંધ–મોક્ષ આદિ કલ્પના છે એમ કહે છે, પણ પોતે તે મહાવેશમાં ને સ્વચ્છ દે વર્તે છે; તેઓ નિશ્ચયનય “માત્ર શબ્દની માંહા” ગ્રહે છે અને સદ્વ્યવહારને લેપ કરે છે, તેઓ જ્ઞાનદશા પામ્યા નથી ને સાધનદશા છોડી દે છે, આવા “નામ અધ્યાત્મી” શુષ્કજ્ઞાનીઓને જે સંગ પામે તે પણ બૂડી જાય.
જ્ઞાનદશા પાપે નહિ, સાધન દશા ન કાંઈ; પામે તેને સંગ છે, તે બુડે ભવમાંહિ. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો'ય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.”–શ્રી આત્મસિદ્ધિ. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચનનિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચે.” શ્રી આનંદઘનજી.
આમ ક્રિયાજડ જીવો વ્યવહારના આગ્રહી હોઈ નિશ્ચયનિરપેક્ષ હોય છે, તેથી મોક્ષમાર્ગના અધિકારી છે; અને શુષ્કજ્ઞાની જીવો નિશ્ચયના આગ્રહી હોઈ વ્યવહારનિરપેક્ષ વર્તે છે, તેથી તેઓ પણ મોક્ષમાર્ગના અધિકારી જ છે. આ ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બનેય “મહારું તે સાચું ” એમ માનનારા મતાથી જ છે, પણ સાચું તે
હા” એમ માનનારા આત્માથીં નથી. પણ સાચે આત્માથી હાય તે તો પરમાર્થરૂપ નિશ્ચય અને તેના સાધક સદ્વ્યવહારને સુમેળ જ સાધે; નિશ્ચયવાણ સાંભળી સત્ સાધન છોડી દીએ નહિં, પણ નિશ્ચયને નિરંતર લક્ષ્યમાં રાખી, તે જ સત સાધન સેવ્યાં કરે. અને આમ જ્ઞાન ને ક્રિયા એ બને નયની પરસપર તીવ્ર મૈત્રી કરાવી, શુદ્ધ આત્મજ્ઞાન ને રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિરૂપ ક્રિયાને ચારિત્રનો સમન્વય સાધે, તે અવશ્ય શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષની સિદ્ધિ થાય. શ્રી યશોવિજયજીએ સુભાષિત કહ્યું છે તેમ “કર્મવેગને સમ્યફ અભ્યાસ કરી, જ્ઞાનને સમાશ્રિત થયેલે પુરુષ ધ્યાનાગ પર ચઢી મોક્ષને પામે 'x
* “ર્મયો રમ્યા , જ્ઞાનયો સમાચિત ધાનો , મોક્ષ પ્રાપ્ત )
–શ્રી અધ્યાત્મસાર.
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org