SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) યોગદષ્ટિસમુચ્ચય દે! આ સ્વામીભક્ત સેવકો! આ નંદનવન ! આ કલ્પવૃક્ષો ! આ પંચ વિષયની સંપૂર્ણ સામગ્રી ! અરે રેઆ બધું ય છોડીને મહારે હવે ચાલ્યા જવું પડશે. આના મને પુનઃ કયારે દર્શન થશે?' ઇત્યાદિ અંતરતા પૂર્વક ચિંતવતા તે ચિંતાસાગરમાં નિમગ્ન થઈને છેલ્લા છ માસ યુગોની જેમ અફસોસમાં ને અફસોસમાં કેમે કરીને વિતાવે છે. આમ દેવલોકમાં પ્રાય: ધર્મથી પ્રાપ્ત થયેલ ભેગ ભેગવતાં પ્રમાદમાં જીવન વ્યતીત થાય છે, અને સવરૂપષ્ટતાથી તે આત્માને અનર્થને હેતુ થઈ પડે છે. આ સ્વર્ગલોકની વાત જવા દઈએ, અને પ્રત્યક્ષ દશ્યમાન એવા મનુષ્યાદિની સ્થિતિનો વિચાર કરીએ, તે પણ તેમજ પ્રતીત થાય છે. પ્રબળ પુદયથી ઉત્તમ રાજ્યલક્ષમીને પામેલ એવા રાજાદિનું આંતરૂ જીવન જે તપાસીએ, તો રાજાદિનું તે ભેગવિલાસાદિમાં કે રાજ્યચિંતાદિમાં એટલા બધા વ્યગ્ર થઈ પ્રમાદ જીવન ગયેલા દેખાય છે, એટલા બધા પ્રમાદમાં પતિત–પડી ગયેલા જણાય છે, કે તેઓને “ધર્મકાર્ય ” માટે “ફુરસદ ” મળતી નથી ! નવરાશ જડતી નથી. એટલું જ નહિં પણ રાજ્યભારરૂપ પુષ્પશામાં નહિં–પણ કંટકશધ્યામાં પોઢી ગયેલા તે મહાનુભાને “ધર્મ ” જેવી કઈ વસ્તુ જગમાં છે કે નહિં તેની પણ ભાગ્યે જ ખબર પડે છે ! જે ધર્મના જ પ્રસાદથી આ પુણ્યભવ સાંપડ્યો છે, તે ઉપકારી મૂળ ધર્મનું જ વિસ્મરણ કરી આ બાપડા દુઃખીઆ જ કૃતઘપણું આચરે છે ! ને પ્રમાદમાં અવતાર એળે ગુમાવે છે ! “Unhappy lies the head, that wears the crown.' અથવા તે મહાશ્વર્ય સંપન્ન એવો કઈ શ્રીમંત ધનાઢ્ય હોય, તે તેની પણ એ જ બરી દશા છે. કારણ કે લાડી, વાડી ને ગાડીનું સુખ જેને ઘેર હોય છે, બાગ, બંગલા ને બગી સદા જેની તહેનાતમાં હોય છે, પણ માગતાં દૂધ જેની પાસે શ્રીમતના હાજર થાય છે, એવા શ્રીમંત ધનાઢ્ય જનની જીવનચય નીરખીએ પણ એ જ તો તે પણ એવી જ પ્રમાદાચરણથી ભરેલી હોય છે. કારણ કે રદ્ધિહાલ ! ગરવ, રસગારવ ને શાતાગારવના ગારામાં ગુંચીને ગરકાવ થઈ ગયેલા હેઈ, તેઓ કાં તે એશઆરામમાં ને વૈભવવિલાસમાં એટલા બધા પડી ગયા” હોય છે, ચાર દિવસની ચાંદની જેવા જીવનની “બે ઘડી મોજ ? માણવામાં એટલા બધા અપ્રમાદી બની ગયા હોય છે, હાય! રહી જશે એમ જાણ જીવનનો લહાવો લુંટવાની તાલાવેલીમાં એટલા બધા લદ બની ગયા હોય છે. કે ધર્મ જેવી કઈ ચીજ જગતમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ, તેનું પણ તેમને ભાન રહેતું નથી કાં તે તેઓ ધનના મદમાં એટલા બધા છાકી ગયા હોય છે, દોલતની દે-લત એમની છાતીમાં એટલા બધા જોરથી લાગી હોય છે, “ચિત્તસ્તબ્ધતા’ નામનું વિલેપન છાતી પર લગાવી તેઓ જાણે આકાશના તારા નિહાળતા હોય એમ એટલા બધા અક્કડ ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy