SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિશહેરઃ પાપસખા ભેગ-હિસાદ પાપમય ભેગ ( ૪૯૫ ) અને સમ્યગદષ્ટિની આવી પ્રવૃત્તિ તસવથી–પરમાર્થ થી હોય છે, કારણ કે તેને નિશ્ચયપણે ગ્રંથિભેદ થયો છે. એટલે વિવેકની પરિશુદ્ધિને લીધે તે ઉત્તમ કૃતપ્રધાન હાઈ એમ વિચારે છે. न ह्यलक्ष्मीसखी लक्ष्मीर्यथानन्दाय धीमताम् । तथा पापसखा लोके देहिनां भोगविस्तरः ॥ १५९ ।। અલક્ષ્મસખી લક્ષ્મી નદે, ધીમંતને આનંદ પાપસખા ત્યમ પ્રાણિને, અહીં ભેગનો વૃદ, ૧૫૯. અર્થ ખરેખર અલક્ષમીની સખી એવી લક્ષ્મી બુદ્ધિમંતોને આનંદ માટે થાય જ નહિં; તેમ લોકમાં પાપને સખા એ ભેગવિસ્તર પ્રાણીઓને આનંદ માટે થતું નથી. વિવેચન અલક્ષમી જેની સખી છે, એવી લક્ષ્મી બુદ્ધિમંતોને આનંદદાયક થતી નથી, તેમ પાપ જેને સખા છે એવો ભેગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતો નથી. સામાન્ય લેકવ્યવહારમાં પણ મનાય છે કે અલક્ષમી જેની બહેનપણી છે અર્થાત્ જે લક્ષમીની સાથે અલકમી સહચરીરૂપે જોડાયેલી છે, જે લક્ષ્મીના પરિણામે અલક્ષમી પ્રાપ્ત થાય છે, તેવી લક્ષમી ડાહ્યા માણસોને આનંદનું કારણ થતી નથી. પાપસખા કારણ કે જે લક્ષમી અનુબંધે અલક્ષમી આપે, જે કરેલી કમાણી ભેગ ધૂળધાણી થઈ નિર્ધનપણું આપે, ને અંતરુમાં દાહ દઈને ચાલી જાય, તેવી લક્ષમીથી બુધજન કેમ રાચે? તેમ સમસ્ત પ્રકારનો જે ભોગવિસ્તાર છે તેને સખા–મિત્ર પાપ છે. ભેગની અને પાપની એવી ગાઢ મૈત્રી છે, એવી દિલોજાન દોસ્તી છે કે, જ્યાં જ્યાં ભેગપ્રવૃત્તિ છે, ત્યાં ત્યાં તેને સહચર દિલોજાન દોસ્ત પાપ અવશ્ય હાજર હોય જ છે. અર્થાત ભેગપ્રવૃત્તિ પાપ વિના થઈ શકતી નથી, એવો એ બનેને એક બીજા વિના ન ચાલે એવો-ચેન ન પડે એ અવિનાભાવી સંબંધ છે. આ પાપરૂપ મિત્રવાળે અથવા પાપનો મિત્ર–ગોઠીઓ ભોગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતું નથી, અને ભૂતપઘાતથી પાપ છે, એમ ભાવના છે. અને પાપથી તે વૃત્તિ-નંદ-નહિ જ, અ૪મીરથી સ્ત્રી-અલીની સખી એવી લક્ષ્મી, અથવા અલક્ષ્મી જેની સખી છે એવી લક્ષ્મી,-તથા પ્રકારે ઉભયના પરિભેગથી, યથાવાવ ધીમતા૫-જેવા પ્રકારે ધીમ તેના આનંદાથે-તશા-તેવા પ્રકારે, પાણલ્લા-પાપનો સખા, અથવા પા૫ જેનો સખા છે એ, ઢોલકમાં,–તેના અવિનાભાવથી, દિનાં મોજવિતર-પ્રાણીઓના ભેગવિસ્તર, આનંદાથે થતો નથી,-ભૂતને ઉપધાત કર્યા વિના ભાગ સંભવ નથી, અને ભૂતપઘાતથી પાપ છે એમ ભાવના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy