SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ - એક અક તેટલા માટે તે પરમ છે, અથવા એનાથી પર--મોટું કોઈ નથી. એ જ સર્વોત્કૃષ્ટ છે, એ જ સર્વોત્તમ છે, તેટલા માટે તે પરમ છે. અને ત્યાં કેવલ માત્ર, એક, શુદ્ધ, અદ્વૈત એવી તે જ્ઞાનતિ જ છે, એક ચિતન્ય ચમત્કાર શિવાય બીજું કાંઈ નથી. “અખંડ અનાકુલ ને અનંત એવી તે પરમ તિ અંદરમાં ને બહારમાં સદા સહજ વિલસી રહી છે, ચૈતન્યના ઉછાળાથી તે નિર્ભર હેઈ, મીઠાના ગાંગડાની પેઠે સદાકાલ એકરસને આલંબે છે.” *મીઠાને ગાંગડે ગમે ત્યાંથી ચાખો પણ સદા એક લવણરસરૂપ જ લાગે છે, તેમ આ ચૈતન્યઘન જ્ઞાનજ્યોતિ સદા એક ચૈતન્યરસરૂપજ અનુભવાય છે. “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તે પામ.”—શ્રી આત્મસિદ્ધિજી. અને આવું આ પરમ તિર્મય તત્વ અબાહ્ય છે, અંતરમાં જ વર્તે છે, આત્મામાં જ સ્થિત છે, પિતામાં જ રહે છે, આત્માથી બા–હાર નથી. એ આત્માનું અંતસ્તત્વ છે, અને તે જ પિતાનું છે. તે કંઈ હાર ખાળવા જવાની પરમ નિધાન જરૂર નથી. તે તો આત્મામાં જ રહેલું હોઈ, આત્મામાંથી જ ઓળખીને પ્રગટ મુખ ખોળી કાઢવાનું છે. પરંતુ કસ્તુરી જેમ મૃગની નાભિમાં જ છે, પણ આગળ અજ્ઞાન મૃગને તેનું ભાન નહિં હોવાથી તે ઢંઢવા માટે બીજે દોડે છે! તેમ અજ્ઞાની જીવને આ પરમ તત્વ જે પોતાના આત્માની અંદરમાં જ રહેલું છે, જે આત્મા પોતે જ છે, તેનું ભાન નહિં હોવાથી, તે તેની શોધમાં હાર ભમ્યા કરે છે. પણ અંતર્મુખ થઈ પોતાની અંદર અવલોક નથી ! આમ પરમ નિધાન જે પ્રગટ મુખ આગળ રહ્યો છે, તેને આ અજ્ઞાની જગત ઉલંઘી જાય છે ! ને તેની શોધમાં હાર નીકળી પડે છે ! “કેડે છોકરું ને શોધવા ચાલી” એના જેવો ઘાટ થાય છે! ખુલે ખજાનો આવે છે, ત્યાં આંખે મીંચીને ચાલતા, છતી આંખે આંધળા બનેલા મૂર્ખ જનોના જેવી આ વાત બને છે! તેઓ નિકળ્યા'તા તો ખજાનો શોધવા, પણ જ્યાં ખજાને આવે છે, ત્યાં “આંધળા શી રીતે ચાલતા હશે તે જોઈએ તો ખરા !” એમ તુક્કો ઊઠતાં તેઓ આંખે મીંચીને ચાલવાને અખતરો કરે છે ! એમ કરતાં તેઓ ખજાને ઉલ્લધી જાય છે-ટપી જાય છે ! અને તે શોધવા માટે આગળ દોડ્યા જાય છે. પણ પ્રગટ મેઢા આગળ ઉઘાડો પડેલો ખજાનો દેખતા નથી તેમ અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય—આનંદ આદિ ગુણરત્નનો પરમ નિધાન, સૌથી મોટામાં મોટો ને કિંમતીમાં ४ अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि-महः परममस्तु नः सहजमुद्विलासं सदा । चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते, यदेकरससमुल्लसल्लवणखिल्यलीलायितं ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારકલશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy