SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિર ૫ તિ–પરમ નિદાન માટે સુખ આગળ ' (૪૮) अबाह्यं केवलं ज्योतिर्निरायाधमनामयम् । यदत्र तत्परं तत्त्वं शेषः पुनरुपप्लवः ॥ १५७ ॥ અબાહ્ય કેવલ જાતિ જે, નિરામય નિરાબાધ; પરમ તવ તેહીં જ અહીં, શેષ ઉપલવ બાધ. ૧૫૭ અર્થ—અબાહ્ય એવી કેવલ, નિરાબાધ, નિરામય જ્યોતિ જે અત્રે છે તે પરમ તત્ત્વ છે; બાકી શેષ તો ઉપલવ છે. વિવેચન “કેવલ તિ તે તત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે.”—શ્રી યો. દ. સઝા. -૪ અત્રે અબાહ્ય એવી જે નિરાબાધ ને નિરામય કેવલ જ્ઞાનજાતિ છે, તે જ પરમ તત્વ છે. તે જ અમૂર્ત પણાને લીધે નિરાબાધ અને અનામય છે. એટલા માટે જ તે પરમ તત્વ છે. એ સિવાયનું બાકી બીજું બધુંય ઉપલવરૂપ છે. આ જગતમાં જે કોઈ પરમ, સત્કૃષ્ટ, પરમ તત્વ હોય છે તે અંતમાં ઝળહળી રહેલી કેવળ એક જ્ઞાન જ્યોતિ જ છે. એ તત્ત્વ અબાહ્ય છે, અંતમાં ઝળહળી રહ્યું છે. તે નિરાબાધ છે, કેઈ પણ પ્રકારની બાધાથી–પીડાથી રહિત અબાહ્ય કેવલ છે, કારણ કે તે અમૂર્ત-અરૂપી છે, એટલે તેને કોઈ બાધા સ્પશી તિ પર શકતી નથી. વળી તે નિરામય–આમય-રોગ રહિત, અરોગી છે, તત્વ ભાવઆરોગ્યસંપન્ન છે. કારણ કે તે અરૂપી–અમૂર્ત છે. આમ નિરા બાધ ને નિરામય હોવાથી તે પરમ સુખમય, પરમ આનંદમય છે. કઈ પણ બાધા-પીડા વિનાને અને રોગ વિનાનો સવસ્થ મનુષ્ય જેમ પોતાના સહજ (Normal & Natural ) કુદરતી સંપૂર્ણ આરોગ્યમય સ્વરૂપમાં દીપી નીકળી પૂર્ણ ખુશમીજાજમાં–આનંદોલ્લાસમાં દેખાય છે, તેમ કઈ પણ પ્રકારની બાધાથી ને રોગથી રહિત, એવી આ કેવલ જ્ઞાન જ્યોતિ પિતાના સહજ સંપૂર્ણ અવ્યાબાધ આરોગ્યમય-સ્વાધ્યમય સ્વરૂપમાં પ્રકાશી નીકળી પરમ નિર્ભય સુખમય–પરમ આનંદમય દીસે છે. આ અવ્યાબાધ આરોગ્યમય એવા સહજાન્મસ્વરૂપે સ્થિત કેવલ એક જ્ઞાનજ્યોતિજ પરમ તત્વ છે. નેતિ નેતિ ” એમ બીજું બધુંય બાધ્ય બાધ કરતાં, તે છેવટ-પરમ અબાધ્ય અનુભવરૂપ રહે છે, વૃત્તિ –અવા-અબાહ્ય, આન્તર, વિરુંકેવલ, એક, ડોતિઃ-તિ, જ્ઞાન, અનાવાયંઅનાબાધ-અમૂર્તતાથી, પીડારહિત, અનામયં-અનામય, અરેગી,-એટલા માટે જ, ચત્ર-જે અત્રેલોકમાં, તiાં તરવં-તે પરં તત્ત્વ વે છે,સદા તથાભાવને લીધે, શેષઃ પુના-શેષ-બાકીને પુન: વઢવા-ઉપલવ છે, તથારવારૂપે ભાવથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy