________________
સ્થિરાદષ્ટિ ! આ તો સ્વપનું છે સંસાર –તવિવેક
(૪૭૫) શહેર જેવા છે! ઇંદ્રજાલીયા આકાશમાં નગરરચનાને ખોટો ભાસ ઉભે કરાવે છે, પણ
તે મિથ્યાભાસરૂપ નગર તો ક્ષણવારમાં કયાંય “છુ” થઈ જાય છે ! ગગનનગર કયાંનું કયાંય અલોપ થઈ જાય છે! અથવા તો આકાશમાં અદ્ધર જે સંસાર નિરાધારપણે એવું નગર રચવું અશક્ય છે! હવામાં કિલ્લા બાંધવા
(Castles in air) અસંભવિત છે, શેખચલ્લીના વિચાર જેવા મિથ્યા ક૯પનાના ઘેડા છે! તેની જેમ આ દેહ-ગૃહ આદિ બાદી પદાર્થો ક્ષણભંગુર ને મિથ્યાભાસરૂપ છે, ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે. આ દેહાદિ ખરેખર ! આત્માથી બાહ્ય છે, પરભાવ છે, તેની સાથે પરમાર્થથી આ આત્માને કાંઈ લેવાદેવા નથી. શ્રી દેવચંદ્રજીના શબ્દમાં “દ્રવ્ય દ્રવ્ય મિલે નહિં, ભાવ તે અન્ય વ્યાપ્ત હે મિત્ત.” જડ તે જડ ને ચેતન તે ચેતન એમ ત્રણે કાળમાં અખંડ સ્થિતિ છે. એટલે દેહાદિ સાથે કંઈ પણ સંબંધની કલપના તે આકાશમાં નગરરચના જેવી મિથ્યા ક૯પના માત્ર છે. શ્રી પૂજયપાદ સ્વામીજીએ કહ્યું છે તેમ “દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર, શ્રી આદિ કલપનાઓ ઉપજી છે અને તેનાવડે આત્માની સંપત્તિ માનતું જગત અરે હણાઈ ગયું છે !” “વિત લક્ષમી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણનો પ્રસંગ?”–શ્રીમદ્ રાજચંદ્રજી.
અથવા આ દેહ-ગુડ આદિ આત્મ-બાહી પદાર્થો સ્વપ્ન સમાન છે. સવપ્નમાં દીઠેલી વસ્તુ જેમ જાગ્રત અવસ્થામાં દેખાતી નથી, મિથ્યા જણાય છે, તેમ અજ્ઞાનરૂપ
સ્વપ્ન દશામાં દેખાતી આ દેહાદિ કપના આત્મજાગ્રતિરૂપ જ્ઞાનદશામાં આ તો સ્વપનું વાસ્તવિક દેખાતી નથી, મિથ્યાભાસરૂપ જણાય છે. અથવા ગમે તેવું છે સંસાર” સુંદર સ્વપ્ન આવ્યું હોય અને તેમાં ગમે તેવા ઉત્તમ ભેગ ભોગવ્યા
હાય, છતાં તેને ક્ષણવારમાં વિલય થતાં વાર લાગતી નથી અને હાય! તે ભેગ ચાલ્યા ગયા ને અમારા ભોગ મર્યા!–એવો મિથ્યા ખેદ મનમાં બાકી રહે છે ! તેમ આ દેહ-ગૃહાદિને સુંદર યુગ થયો હોય અને ચક્રવત્તી આદિની ઋદ્ધિ પ્રાપ્ત થઈ ઉત્તમ ભેગોની વિપુલતા સાંપડી હોય, તો પણ તે સર્વ ક્ષણવારમાં સ્વપ્નાની જેમ જોતજોતામાં દણનષ્ટ થઈ જાય છે, ને હાય ! આ હારા ભેગ ચાલ્યા ગયા, એ વસવસો મનમાં રહી જાય છે! “ભીખારીને ખેદ” એ મનનીય દ્રષ્ટાંત શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં તાદસ્ય રીતે વર્ણવ્યું છે, તે અત્રે બરાબર બરાબર લાગુ પડે છે. કેઈ એક ભીખારીને સ્વપ્નમાં ઉત્તમ રાજવૈભવ સાંપડ્યો છે, ને પછી તે સ્વપ્નમાં ને સ્વપ્નમાં રોમાંચ અનુભવે છે, ત્યાં અફસોસ ! વચ્ચમાં વિજ્ઞ આવે છે–ગાજવીજન ગડગડાટ થાય છે, ને તેનું સ્વપ્ન અધૂરું રહે છે, તેને ખેદ માત્ર અવશેષ રહે છે ! આમ આ સંસાર ખરેખર ! સ્વપ્ના જેવો છે, માટે જ સાદા વેધક શબ્દમાં ચાબખા મારનારા ભેજા ભગતે ભેળા ભાવે સાચું જ ગાયું છે કે –“પ્રાણુઓ ! ભજી લેને કિરતાર, આ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org