________________
(૪૫૪ )
ગાદિસગુણા હોય છે. તથા અગે વંદનાદિ ક્રિયા કમની અપેક્ષાએ અબ્રાંત, નિર્દોષ-નિરતિચાર હોય છે, અને એટલે જ તે સૂક્ષમધ સહિત એવી હોય છે. કારણ કે ગ્રંથિભેદથી અહીં વેધ. સંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે. આમ આગળ કહેલા ક્રમ પ્રમાણે અહીં પાંચમી દષ્ટિમાં(૧) દર્શન રત્નપ્રભા સમાન હોય છે, (૨) ગનું પાંચમું અંગ પ્રત્યાહાર સાંપડે છે, (૩) ભ્રાંતિ નામને પાંચમે ચિત્તદોષ નષ્ટ થાય છે, (૪) બોધ નામને પાંચમ ગુણ પ્રગટે છે.
નિત્ય દર્શન રત્નપ્રભા સમ સ્થિર દષ્ટિ બે પ્રકારે છે-(૧) નિરતિચાર, (૨) સાતિચાર. નિરતિચાર દષ્ટિમાં જે દર્શન થાય છે તે નિત્યઅપ્રતિપાતી હોય છે, જેમ છે તેમ અવસ્થિત રહે છે, અને સાતિચારમાં જે દર્શન થાય છે, તે અનિત્ય પણ હેય છે, -ન્યૂનાધિક થયા કરે છે, જેમ છે તેમ અવસ્થિત રહેતું નથી.
આ દષ્ટિના દર્શન–બોધને રત્નપ્રસાની ઉપમા છાજે છે, કારણ કે રત્નની પ્રભા દીપપ્રભા કરતાં અધિક હેય, તેમ આ દષ્ટિને બોધ ચોથી દીપા દષ્ટિ કરતાં ઘણું વધારે
હોય છે. દીપકની પ્રભા તેલ વગેરે બાહા કારણેને અવલંબી હોય છે, રત્નપ્રભા જ્યાં લગી તેલ હોય ત્યાં સુધી દીપક પ્રકાશે છે, એટલે તે અસ્થિર હોય સમ જાણે રે' છે, પણ રત્નની પ્રભા તેવા બાહ્ય કારણેને અવલંબતી નથી, તે તે
સ્વાવલંબી છે, એટલે તે સ્થિર રહે છે-કદી નાશ પામતી નથી. તેમ આ દષ્ટિનો બોધ આત્માવલંબી છે, પર કારણને અપેક્ષતા નથી–પરાવલંબી નથી, અપરોક્ષ છે, અને આમ આ બેધ આત્માલંબી પ્રત્યક્ષ આત્માનુભવરૂપ હોવાથી સ્થિર રહે છે, કદી નાશ પામતો નથી. તેમાં-(૧) નિરતિચાર સ્થિર દષ્ટિને બોધ નિર્મલ રત્નપ્રભા જેવો હેઈ, નિર્મલપણાએ કરીને નિત્ય-સદા સ્થિર એકરૂપ હોય છે, અપ્રતિપાતી હોય છે, જે છે તે અવસ્થિત રહે છે. અને (૨) સાતિચાર સ્થિર દષ્ટિને બંધ સમલ રતનપ્રભા જેવો હોઈ, અતિચારરૂપ સમલપણાને લીધે અનિત્ય-અસ્થિર હોય છે, સદા એકરૂપ રહેતા નથી, મલાપગમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે. રત્ન ઉપર જેમ પૂલ વગેરે ઉપદ્રવ સંભવે છે, અને તે પૂલ વગેરેને લીધે તેની પ્રભા પણ અસ્થિર આંદોલનવાળી હોય છે–ચૂનાધિક ઝાંખી વધારે થાય છે, પણ મૂલથી નષ્ટ થતી નથી એટલે સ્થિર રહે છે તેમ આ દષ્ટિને બોધ અતિચારરૂપ મલને લીધે અસ્થિર આંદેલનવાળો–અનિત્ય હોય છે, ક્ષાપશમ પ્રમાણે જૂનાધિક થયા કરે છે, પણ મૂલથી નષ્ટ થત નથી, એટલે સ્થિર રહે છે.
જેમ કોઈની આંખ ઊડી હોય ને તે મટવા આવી હોય, તેને તેના ઉકપ આદિની અસર માલુમ પડતી નથી, તેની આંખ હવે ખૂબ લાલઘૂમ દેખાતી નથી, તેને પીડા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org