________________
( ૪૦)
યોગદષ્ટિસમુચ્ચય તેને અનિષ્ટથી નિવતાં અને ઈષ્ટમાં પ્રવર્તતાં જ ધર્માદિ પુરુષાર્થને બાધા ઉપજતી હોય, તે તેમ ન કરતાં પુરુષાર્થ-આરાધનપરાયણ રહેવું. (૫) તેના આસનાદિને અભેગ કરો, અર્થાત્ ગુરુના આસનાદિ વાપરવા નહિં. અને તેના દ્રવ્યનું તીથ માં નિજન કરવું, અર્થાત તીર્થક્ષેત્રમાં વાપરી નાંખવું, નહિં તો તે પોતે ગ્રહણ કરે તો તેના મરણાદિમાં અનુમતિને પ્રસંગ આવે, (૬) તેમજ તેના પ્રતિબિમ્બની* સ્થાપનાને ધૂપ-પુરપાદિ પૂજારૂપ સંસ્કાર કરવો. અને તેની પરમ-ઉત્કૃષ્ટ એવી ઊર્ધ્વદેહક્રિયા કરવી, મૃતકાર્ય કરવું.
પુપથી, બલિથી, વસ્ત્રોથી, અને શેભન સ્તોત્રોથી શોચ-શ્રદ્ધા સમન્વિત એવું દેવેનું પૂજન કરવું. ઈત્યાદિ પ્રકારે યથાયેગ્યપણે ગુરુદેવની પૂજા કરવી.
વિપ્રો એટલે દ્વિજો-બ્રાહ્મણે. વિદ્યા વડે જે પ્રકૃણ છે, અર્થાત્ જે વિદ્યાના પ્રકર્ષને પામેલા છે તે વિપ્ર, બે વાર જેનો જન્મ થયે છે, અથત એક તો સ્થલ દેહ જન્મની અપેક્ષાએ અને બીજે સંસ્કારની અપેક્ષાએ એમ બે જન્મ જેના થયા છે તે દ્વિજ, બ્રહ્મને આત્મસ્વરૂપને જે જાણે છે, તે બ્રાહ્મણ. આવા વિદ્યાવંત, સંસ્કારસ્વામી, બ્રહ્મવેત્તા વિદ્ધજજનરૂપ દ્વિ યથાયોગ્યપણે પૂજવા યોગ્ય છે, સન્માનવા યોગ્ય છે,
તેમજ તપોધન એવા યતિઓ પણ પૂજનીય છે. યતિ એટલે સંયમી પુરુષ, સાધુજન. જેણે મનનો ને ઇંદ્રિયોને સંયમ કર્યો છે તે “યતિ” અથવા “જતિ છે. જે જીવરક્ષામાં ને ઈદ્રિયનિગ્રહમાં ધનવંત છે તે યતિ, તપ જેનું ધન છે તે તપાધન. અનશનાદિ બાહ્ય તપ, અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાયાદિ આવ્યંતર તપ નિરંતર તપતા રહી તપરૂપ ધનની જેણે વૃદ્ધિ કરી છે, એવા તપોધન યતિઓ નિરંતર પરમાદરથી પૂજવા યોગ્ય છે.
આમ ગુરુઓ, દેવતાઓ, વિપ્રો, અને તપોધન યતિ બો– આ સર્વ મહાત્માઓ જેમ ઉચિત હોય તેમ યથાયોગ્ય પણે પૂજવા યોગ્ય છે. અને તે પૂજના પણ સુપ્રયતનવંત ચિત્તથી હોવી જોઈએ. અર્થાત્ તેના આજ્ઞાપાલનમાં તત્પર એવા આજ્ઞાપ્રધાન ચિત્તથી કરવી જોઇએ.
पापवत्स्वपि चात्यन्तं स्वकर्मनिहतेष्वलम् । अनुकम्पैव सत्त्वेषु न्याय्या धर्मोऽयमुत्तमः ॥ १५२ ।।
સ્વકર્મથી જ હણાયેલા, પાપી પ્રતિ અત્યંત
ન્યાચ્ય અનુકંપા જ-આ, ઉત્તમ ધમ મહંત. ઉપર કૃતિ–ઉપવા ચાલ્વરતં-અને અત્યંત પાપર્વતો પ્રત્યે પણ,-લુન્ધક-શિકારી આદિ પ્રત્યે પણ, વનિતવમુ-બવંતપણે સ્વકર્મથી હણાયેલા એ મા, અનુવાજૈવ રy-સન્હો પ્રત્યે અનુકંપાજ, થાણા-ન્યાય છે, –નહિ ક મત્સર, ઘsળમુત્તમ-આ ધમ ઉત્તમ છે,-કારણમાં કાર્યના ઉપચારથી.
* “ तदासनाद्यभोगश्च तीर्थे तद्वित्तयोजनम् ।
તદ્રવ્રથાણાંવાર સક્રિયા ” --શ્રી યોગબિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org