SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ મારિ ગુરુ-દેવ-બ્રજ-યતિનું યથાયોગ્ય પૂજન (૪૩૯) " અને બીજા ના ઉપકારમાં પણ મુમુક્ષુ જીવ સદૈવ યત્ન કરે. અન્ય જીવોનું આ લેકમાં ને પરલેકમાં જે રીતે હિત થાય એવા પ્રકારે તન-મન-ધનથી પિતાથી બનતું બધુંય મુમુક્ષુ જીવ સદાય સક્રિય આચરણ દ્વારા કરી ચૂકે. આમ મુમુક્ષુ જોગીજન પરમદયાળુ ને પરોપકારને વ્યસની-બંધાણી હેય. તથા गुरवो देवता विप्रा यतयश्च तपोधनाः। पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १५१ ।। ગુરુ દેવતા વિપ્ર ને, તપોધન યતિરાજ; પૂજ્ય સુપ્રયત્ન ચિત્તથી, મહાત્માઓ સહુ આજ, ૧૫૧ અર્થ –ગુરુઓ, દેવતાઓ, વિપ્રે અને તપોધન યતિઓ-એ સર્વ મહાત્મા સુપ્રયત્નવાળા ચિત્તથી પૂજનીય છે–પૂજવા ગ્ય છે. વિવેચન તેમજ-ગુઓ, દેવતા, દ્ધિ અને તપોધન યતિઓ,-એ સર્વ મહાત્માઓ સુપ્રયત્નવંત ચિત્તે યથાયોગ્ય પણે પૂજનીય છે, પૂજવા યોગ્ય છે –ગુરુએ એટલે માતા, પિતા, કલાચાર્ય, એઓના જ્ઞાતિઓ-ભાઈ બહેન વગેરે, તથા ધર્મનો ગુરુ-દેવાદિ ઉપદેશ કરનારા વૃદ્ધો-જ્ઞાનવૃદ્ધ અને વૃદ્ધ જનો. આ શિષ્ટ જનોને પૂજન ઈષ્ટ એવો ગુરુવર્ય છે. તેનું પૂજન આ આ પ્રકારે થાય:-(૧) ત્રણ સંધ્યા સમયે તેને નમનક્રિયા કરવી, અને તે અવસરજોગ ન હોય તો ચિત્તમાં તેને અત્યંતપણે આપને નમનક્રિયા કરવી. (૨) તે આવે ત્યારે અભ્યત્થાનાદિ કરવું, અર્થાત ઊઠીને સામા જવું, આસન દેવું તે બેસે એટલે પર્યું પાસના કરવી, ઈત્યાદિ વિનય આચરણ કરવું તેની સમીપમાં અપ્રગ૯ભ પણે–અનુદ્ધતપણે બેસવું; અસ્થાને તેનું નામ ન લેવું; કવચિત્ પણ તેનો અવર્ણવાદ ન સાંભળ. (૩) સારામાં સારા વસ્ત્રાદિનું તેને યથાશક્તિ નિવેદન-સમર્પણ કરવું, અને તેના હાથે સદા પરલોક ક્રિયાઓનું કરાવવું. (૪) તેને અનિષ્ટ એવા વ્યવહારોનો ત્યાગ કરવો, અને ઈષ્ટ એવા વ્યવહારમાં પ્રવર્તન કરવું, અને આ ધર્માદિને પીડાઝ ન ઉપજે એમ ઓચિત્યથી-ઉચિતપણે કરવું, અર્થાત વૃત્તિ-ગુવો-ગુરુઓ, માતા-પિતા પ્રમુખ, દેવતા-દેવતા, સામાન્યથી જ, વિકાર-વિખે, દિજો. તાશ્ચ-અને યતિઓ, પ્રજિતે, સાધના –તધન, તરૂ૫ ધનવાળા, દૂનીયા-પૂજનીય છે, પૂજવા યોગ્ય છે, મારમાર:-મહાત્માઓ, એ સર્વેય, યથાહપણે યથાયોગ્ય પણે. કેવી રીતે તે કેગુમન તણા-સુપ્રયત્નવંત ચિત્તથી, આજ્ઞાપ્રધાન ચિત્તથી, એમ અર્થ છે. x “ त्यागश्च तदनिष्टानां तदिष्टेषु प्रवर्त्तनम् । औचित्येन त्विदं ज्ञेयं प्राहुर्धर्माद्यपीडया ॥" (આધાર માટે જુઓ ) શ્રી યોગબિન્દુ. શ્લો. ૧૧૦-૧૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy