________________
( ૪૩૪ )
વિવેચન
અને આ એમ તે છે નહિ' અર્થાત ઘણા ઘણા કાળે પણ હેતુવાદથી અતક્રિય તત્ત્વના નિશ્ચય હજુ પ્રાજ્ઞજનાથી પણ થઇ શકયા નથી; તેથી કરીને મિથ્યાભિમાનના હેતુરૂપ આ શુષ્ક તર્કના મહા રૌદ્ર-ભયંકર ગ્રહ, ભવબંધનથી ખરેખર છૂટવા ઇચ્છનારા મુમુક્ષુજનાએ છેડી જ દેવા જોઈએ, કારણુ કે આ શુષ્ક તર્કવાદ ખરેખર ! શુષ્ક જ ’ છે. એમાં કાંઇ રસ-આર્દ્રતા નથી. સુક્કી, હૃદય સ્પર્શ વિનાની યુક્તિઓની વાાલમય લડાઈ જ
શુષ્ક તર્ક ગ્રહ મુમુક્ષુએ
ત્યાય જ
યોગદર્શિસમુચ્ચય
એમાં છે. વેળુને ગમે તેટલું પીલતાં પણ જેમ તેમાંથી તેલરૂપ સાર નીકળે નહિં, તેમ ગમે તેટલું પીલતાં પણુ-પિષ્ટપેષણુ કરતાં પણ શુષ્ક તર્કવાદમાંથી તત્ત્વરૂપ સાર નીકળે નઢુિં અને મુમુક્ષુ તે તવના જ ખપી છે, તે આવા નિઃસાર નીરસ શુષ્ક તને કેમ ગ્રહે વારું ? વળી આ શુષ્ક તર્ક ગ્રહ ખરેખર ! ગ્રહ જેવા જ છે. પૂર્વે કહ્યું હતુ તેમ ગ્રહ એટલે ભૂતપિશાચ, અથવા અનિષ્ટ ગ્રહ, અથવા મગરમચ્છ. (૧) ભૂતપિશાચરૂપ ગ્રહથી જે ગ્રસ્ત હેાય, જેને ઝાડ વળગ્યુ'હાય, તેના ભુંડા હાલહવાલ થાય છે ને તેને તે ગ્રહમાંથી છૂટવું મુશ્કેલ થઇ પડે છે; તેમ આ શુષ્ક તર્કવાદરૂપ ગ્રહથીભૂતથી જે આવિષ્ટ થયા હાય, એ ભૂત જેને ભરાયુ હોય, તેની ભારે ખૂરી દશા થાય છે, ને તેના ગ્રહમાંથી-પકડમાંથી છૂટવું ભારી થઇ પડે છે. (૨) અથવા અનિષ્ટ પાપ ગ્રહે જેને નડતા હાય, તેને ભારી વસમી પીડા સહવી પડે છે; તેમ આ તર્કવાદરૂપ અનિષ્ટ ગ્રહથી જે પીડાતા હાય, તેને પે!તાને હાથે વ્હારેલી ભારી નડગત ભાગવવી પડે છે, અને તેની અસરમાંથી તે સ્હેલાઇથી છૂટી શકતે નથી. (૩) અથવા જે મગરથી ગ્રસાયે હાય, તેને તેના જડબામાંથી છટકવુ ભારી કઠિન થઇ પડે છે; તેમ શુષ્ક તર્કરૂપ મગરના ગ્રહથી જે શ્રઢાયા હોય, તેને તેનો ચુંગાલમાંથી છૂટવુ અતિ દુષ્કર થઇ પડે છે. આમ ત્રણે અર્થમાં પેાતે ગ્રહેલા શુષ્ક તર્ક રૂપ ગ્રહથી શુષ્કત ગ્રાહી પેાતાની મેળે જ દુ:ખી થાય છે. આવા અનિષ્ટ દુષ્ટ શુષ્કતર્ક ગ્રહને આત્માર્થગ્રાહી મુમુક્ષુ કેમ ગ્રહે ?
તેમજ આ શુષ્ક તર્ક ગ્રહ મહાન્ છે, અતિ રાષ્ટ્ર છે, મહા ભયકર છે. એનુ પરિણામ પેાતાને માટે ને પરને માટે મહારૌદ્ર છે-દારુણુ છે. કારણ કે આર્ત્ત-રોદ્ર ધ્યાનથી વાદી–પ્રતિવાદી બન્નેને હાનિ થાય છે. મહા તાર્કિકશિરોમણિ શ્રી સિડ્સેન દિવાકરજીએ પાતાની લાક્ષણિક શૈલીમાં વર્ષોંન્ગ્યુ છે તેમ- જે કાઈ પ્રકારે પેાતાના વિજય થાય છે તે તે એટલેા બધા પિરતાષ પામે છે કે મર્યાદાના ભંગ કરી એ પેાતાની બડાઈ હાંકી ત્રણે લેાકેાને ખલ બનાવે છે ! અને પોતે જો કોઇ પ્રકારે ખીજાથી જીતાઈ જાય તે તે કાપાંધ થઇ જઇ, પ્રતિવાદી પ્રત્યે ઘાંટા પાડી-બરાડા પાડી, આક્રમણ કરતા સતા પેાતાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org