________________
(૪૦)
ગદદિસમુચ્ચય દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી પલટાય છે. “કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે.” બાલ, વૃદ્ધ ને યુવાન એ ત્રણે અવસ્થાનું સ્મરણ-જ્ઞાન એક જ આત્માને થાય છે, એ પ્રગટ સૂચવે છે કે આત્મા નિત્ય છે. જેમ જૂના વસ્ત્રો બદલીને મનુષ્ય નવાં પહેરે છે, તેમ જીર્ણ થયેલા દેહને છોડી આત્મા નવા દેહને ગ્રહે છે, ખોળીયું બદલાય છે, આત્મા બદલાત નથી, માટે આતમા અજર, અમર ને અવિનાશી છે એમ જાણું તું ભય મ પામ.x
આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય;
બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર;
વદનારો તે ક્ષણિક નહિં, કર અનુભવ નિરધાર. ક્યારે કઈ વસ્તુને, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે? તપાસ.”
–શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. વળી ભેગ પ્રત્યે આસ્થાવંત--આસક્તિ ધરાવતે કઈ શિષ્ય હોય, તેને બોધ કરવાના પ્રસંગે, તેઓએ દ્રવ્યને ગૌણ કરી, પર્યાયપ્રધાન એવી અનિત્યદેશના
દીધી કે*_“અહો ! આ અનિત્ય ભેગમાં હારે આસ્થા કરવી ગ્ય પર્યાયપ્રધાન નથી. આ બધુંય જગત્ ક્ષણભંગુર છે. પ્રતિક્ષણે વિનશ્વર છે. ઈર્ષ્યા ને દેશના શેકથી ભરેલે એવો પ્રિયસંગ અનિત્ય છે. કુત્સિત આચરણનું
સ્થાનક એવું યોવન અનિત્ય છે. તીવ્ર કલેશ-સમૂહથી ઉપજેલી એવી સંપદાઓ અનિત્ય છે. અને સર્વભાવના નિબંધનરૂપ-કારણરૂપ એવું જીવન પણ અનિત્ય છે. પુનઃ પુનઃ જન્મ, પુનઃ પુનઃ મૃત્યુ, અને પુનઃ પુનઃ ઉચ્ચ-નીચ આદિ સ્થાનનો આશ્રય કરવો પડે છે, એટલે અત્રે સુખ છે નહિં. આમ આ સંસારમાં બધુંય પ્રકૃતિથી
x “वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि ।
તથા શનિ વિદાય લીવરાનિ સંચાર નવાર —શ્રી ભગવદ્દગીતા “नष्ठे वस्त्रे यथात्मानं न नष्टं मन्यते तथा ।
ન રહેવ્યરમાનં ન ન મ રે સુધઃ ”—-શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત શ્રી સમાધિશતક * " अनित्यः प्रियसंयोग इहेाशोकसंकुलः । अनित्यं यौवनं चापि कुत्सिताचरणास्पदम् ॥
अनित्याः संपदस्तीव्रक्लेशवर्गसमुद्भवाः । अनित्यं जीवितं चेह सर्वभावनिबन्धनम् ॥ पुनर्जन्म पुनर्मुत्यु-नादिस्थानसंश्रयः। पुनः पुनश्च यदतः सुखमत्र न विद्यते ॥ प्रकृत्यसुंदरं ह्येवं संसारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता क्वचिदास्था विवेकिनाम् ॥ मुक्त्वा धर्म जगद्वंद्यमकलङ्क सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः ॥
–શ્રી હરિભદ્રાચાર્યજીત શ્રી શાવાત્તસમુચ્ચય. સ્તબક ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org