SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૮) યોગદરિસમુચ્ચય તત્વથી એક છે, અને તેને વિશેષ સંપૂર્ણ પણે અસર્વદશીને ગમ્ય નથી. એટલે સામાન્યથી તે સર્વને નિર્દભપણે યથાશક્તિ તેના આજ્ઞાપાલનપૂર્વક જે કઈ માનતા હોય તે સર્વ તુલ્ય જ છે, અર્થાત્ સર્વભકતો એક જ છે – જેમ એક રાજાના અનેક સેવકે તેના એક ભૂત્યવર્ગમાં જ ગણાય છે. તેમ (૨) દેવની ભક્તિ ચિત્ર-અચિત્ર બે પ્રકારની છે. તેમાં સંસારી દેવ પ્રત્યેની ભક્તિ ચિત્ર, અને સંસારાતીત અર્થ–પર તત્વ-મુક્ત દેવની ભક્તિ અચિત્ર છે. એટલે તે એક મુક્ત તત્વ પ્રત્યે ગમન ઈચ્છનારા મુમુક્ષુ જોગીજનોને માર્ગ એકજ છે. (૩) તે મુમુક્ષુઓનો માર્ગ એક જ-શમપરાયણ એ છે, અને તે સાગરમાં કાંઠાના માર્ગની પેઠે અવસથાભેદનો ભેદ છતાં એક જ છે. (૪) નિર્વાણ નામનું પરં તત્વ નામભેદ છતાં એકજ છે. સદાશિવ, પરં બ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ યથાર્થ નામથી ઓળખાતું તે નિવાણ તાવ સ્વરૂપથી એકજ છે. આવું નિર્વાણ તત્ત્વ નિરાબાધ, નિરામય, નિષ્ક્રિય ને જન્મમરણાદિ રહિત એવું એકવરૂપ છે. આ નિવાણુતત્વને જાણનારા ને માનનારા મુમુક્ષુ યોગીઓ વિવાદ કેમ કરે ? (૫) આ નિર્વાણુતત્વ સર્વજ્ઞાપૂર્વક છે. સર્વજ્ઞત્વ જ એને પામવાનો અજુ અને નિકટ એવો એકજ માગે છે, તેના વિના તેની પ્રાપ્તિ નથી થતી. આમ એકસ્વરૂપ નિવણને સર્વજ્ઞત્વરૂપ માર્ગ પણ એકજ છે, તે પછી સર્વજ્ઞમાં ભેદ કેમ હોય? અને તેમાં ભેદ ન હેય તે તે સર્વાના સાચા ભક્ત એવા મુમુક્ષુ જોગીજનોમાં પણ ભેદ કેમ હોય ? . । इति सर्वज्ञतत्त्वाभेदप्रतिष्ठापको महाधिकारः । ભિન્ન સર્વશદેશના અભેદ અધિકાર દેશનાભેદ કેમ છે? એમ આશંકીને કહે છે – चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥ કૃત્તિ –ચિત્રા સુ-વળી ચિત્ર નાના પ્રકારના, કેરાના-દેશના, “આત્મા નિત્ય છે, અને અનિત્ય છે,' ઇત્યાદિરૂપે, તેવ-એઓની -કપિલ, સુગત આદિ સર્વજ્ઞાની, ચા-હાય, વિવાનું થત:-તથા પ્રકારના વિના –શિષ્યોના આનુગુણ્યથી–અનુકૂળપણાને લીધે. કાલાન્તર અપાયથી ભીરુ એવા શિષ્યને આશ્રીને પર્યાયને ઉપસક ન–ગોણુ કરતી એવી દ્રવ્યપ્રધાન નિત્ય દેશના; અને ભેગઆસ્થાવંતને આશ્રીને દ્રવ્યને ઉપસર્જન કરતી એવી પર્યાયપ્રધાન અનિત્ય દેશના, અને તેઓ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુના જાણનારા હોય એમ નથી, કારણ કે તે તે સર્વજ્ઞપગની અનુપતિ હાય, (સર્વજ્ઞપણું ઘટે નહિં). એવા પ્રકારે દેશના ત તથા પ્રકારે ગુણદર્શનથી અદુષ્ટ જ છે-નિર્દોષ જ છે. તે માટે કહ્યું-પરમાતે માત્માનઃ-કારણ કે આ મહાત્માઓ, સર્વજ્ઞ, શું? તે કે- મિષat:-ભવવ્યાધિના ભિષગૂરે છે. સંસારવ્યાધિના વેશોમાં પ્રધાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy