________________
દીપાટણ : અસહ કર્મનું ફલ શીધ્ર મોક્ષ
( ૩૯૧) આવા શીધ્ર મોક્ષફલ આપનારા અસંમેહ કર્મો કોને હોય છે? તે માટે અત્રે કહ્યું કે-“ભવાતીત અર્થગામીઓને,” એટલે સંસારથી અત–પર એવા અર્થ પ્રત્યે ગમન કરનારાઓને, સમ્યક પર તત્વને જાણનારા પર તત્વવેદીઓને આ અસંમોહ કર્મો હોય છે એમ તાત્પર્ય છે. જેને આ પર તત્વની ગમ-સમજણ પડે છે, તેઓ જ આ પર તત્વ પ્રત્યે ગમન કરનારા હોય છે.
આમ અનુક્રમે બુદ્ધિક્રિયાનું ફલ સંસાર છે; જ્ઞાનક્રિયાનું ફલ મુક્તિના અંગરૂપ છે– પરંપરાએ મુક્તિ છે; અને અસંમેહ ક્રિયાનું ફલ શીધ્ર અવિલંબપણે મોક્ષ છે, અનંતર મુકિત છે. “બુદ્ધિક્રિયા ભવફલ દીએ, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમોહ કિરિયા દીએજી, શીધ્ર મુગતિફલ ચંગ, મન, ”—શ્રી યો. દ. સ. ૪-૧૮
ત્રિવિધ બેધનો સાર સંક્ષેપ આશયના-અભિપ્રાયના ભેદે કરીને ફલમાં ભેદ પડે છે. અને આશયનો ભેદ રાગાદિની તરતમતાથી, તેમજ બુદ્ધિ-જ્ઞાન-અસંમોહરૂપ બોધના કારણભેદથી પડે છે. બેધ ત્રણ પ્રકારના હોય છે–બુદ્ધિરૂપ, જ્ઞાનરૂપ અને અસંમોહરૂપ. આ બંધના ભેદથી સર્વ જેના સર્વ કર્મોના પ્રકારમાં ભેદ પડે છે. (૧) ઇંદ્રિયના આલંબને ઉપજતે બેધ તે
બુદ્ધિ” કહેવાય છે. (૨) શ્રતના–શાસ્ત્રના આધારે ઉપજતે બાધ તે “જ્ઞાન” કહેવાય છે. (૩) અને સદનુણાનયુક્ત જ્ઞાન તે “અસંમેહ રૂપ બોધ કહેવાય છે, તે બોધ જ સર્વોત્કૃષ્ટ હાઈ બોધરાજ' કહેવાય છે. જેમકે-યાત્રાળુને દેખી તીથે જવાની બુદ્ધિ થાય, તે બુદ્ધિ છે; તીર્થયાત્રા વિંધનું વિજ્ઞાન, તે જ્ઞાન છે, અને તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાન પ્રમાણે તીર્થગમન-તીર્થફરસણ તે અસંમોહ છે. “આ રત્ન છે” એવું રત્નનું સામાન્ય જાણપણું તે બુદ્ધિનું ઉદાહરણ છે; આગમ આધારે આ રત્નનું આ સ્વરૂપ છે એમ જાણવું તે જ્ઞાનનું ઉદાહરણ છે, અને તે જ્ઞાનગર્ભિતપણે જ્ઞાનથી તે રત્નનું સ્વરૂપ ઓળખી તે રનની પ્રાપ્તિ આદિ થવી તે અસંમોહનું સભ્ય સાધક ઉદાહરણ છે. ક્રિયામાં આદર, પ્રીતિ, અવિન, સંપત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, અને તજજ્ઞસેવા એ સદનુષ્ઠાનના લક્ષણ છે.
તેમાં (૧) પ્રાણીઓના ય ક સામાન્યપણે બુદ્ધિપૂર્વક હોય છે, ઇદ્રિયજન્ય બેધવાળા હોય છે અને તે વિપાકવિરસ હોઈ, તેનું ફલ પરિણામ સંસાર છે. (૨) કુલગીઓના સર્વ કર્મો જ્ઞાનપૂર્વક એટલે કે શ્રત-શાસ્ત્રને અનુસરનારા હોય છે, અને શાસ્ત્રનું સામર્થ્ય અમૃત જેવું છે, તેથી ઉત્તરોત્તર ઉત્તમ ફલપરંપરા સાંપડે છે. માટે શાસ્ત્રાનુગામી એવા કુલગીઓના કર્મ મુકિતના અંશરૂપ છે, પરંપરાએ મુક્તિના કારણરૂપ થઈ પડે છે. (૩) અને સંસારાતીત-સંસારથી પર એવા પર તવ પ્રત્યે ગમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org