________________
દીમાષ્ટિ પાંચ પ્રકારનું અનુષ્ઠાન
(૩૮૩) ૬. તજજ્ઞ સેવા-તજજ્ઞ એટલે તેના જ્ઞાતા પુરુષની-જાણકારની સેવા તે પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. જે સાચે જિજ્ઞાસુ-તત્ત્વપિપાસુ હોય છે, જેને તવ જાણવાની તરસ લાગી છે, ને તે તરસ બુઝાવવાને જે ઈચ્છે છે, તે તેના જાણકાર જ્ઞાતા પુરુષને શધે છે, ને નિખાલસપણે નિર્માનીપણે તેની પાસેથી પોતાની જિજ્ઞાસા સંતોષવા ઈચ્છે છે, એટલે તે તે ની સેવા-ઉપાસના કરે છે, તેમના ચરણકમલ પ્રત્યે “ઉપનિષદ્દ” (સમીપ-પાસે બેસવું તે) કરે છે, જેથી તેને “ઉપનિષદુ—રહસ્યભૂત જ્ઞાન પ્રાપ્ત થાય છે, માટે જ્ઞાની પુરુષની સેવા-પર્યું પાસના કરવી તે સદનુષ્ઠાનનું સૂચક લક્ષણ છે.
સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ
પામે તે પરમાર્થને, નિજ પદને લે લક્ષ. ”—શ્રીમદ્ રાજચંદ્રજી ૭. તજજ્ઞ અનુગ્રહ–તેના જ્ઞાતા પુરુષનો અનુગ્રહ-કૃપાપ્રસાદ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. તજજ્ઞની સેવા કરતાં, તે પ્રસન્ન થાય છે, અને તેથી તેને અનુગ્રહ ઉપજે છે. જો કે જ્ઞાની પુરુષ તેવી સેવાના બીલકુલ અભિલાષી હોતા જ નથી, પણ જિજ્ઞાસુને તેથી આત્મલાભ થાય છે, તેથી તેની યથોચિત સેવા કરવી એ તેના પિતાના જ હિતની વાત છે. એટલે જ્ઞાનીની સેવાથી જિજ્ઞાસા સંતોષાવારૂપ અનુગ્રહ હોય છે, અને આમ જ્ઞાનીની કુપાદષ્ટિની વૃષ્ટિથી જીવના સર્વ અર્થની સિદ્ધિ થાય છે. આમ સદનુષ્ઠાનનું લક્ષણ છે. “આદર કિરિયા રતિ ઘણું જી, વિઘન ટળે મિલે લચ્છી, જિજ્ઞાસા બુધ સેવના જી, શુભ કૃતિ ચિહ્ન પ્રત્યચ્છી. ” મન – દ. સ. ૪-૧૭
આને “સદનુષ્ઠાન” કહેવાનું કારણ એ કે તેનું અનુબંધસારપણું છે, અનુબંધપ્રધાનપણું છે. તેથી ઉત્તરોત્તર શુભ અનુબંધ પરંપરા થયા કરે છે, અને ઉત્તરોત્તર પુણ્યાનુબંધ પુણ્યની માત્રા વધતી જાય છે.
અત્રે સદનુકાનનું સ્વરૂપ સમજવા માટે અનુષ્ઠાનના પ્રકાર સમજવા યંગ્ય છે, કારણ કે એક જ અનુષ્ઠાનમાં કત્તના ભેદથી ભેદ પડે છે,–જેમ રેગી અને નીરોગી ભક્તાના
ભેદથી ભેજનાદિ બાબતમાં ભેદ પડે છે તેમ, રોગીને અમુક ભેજન પાંચ પ્રકારનું વગેરે રોગવૃદ્ધિને હેતુ થાય છે, અને નીરોગીને તે જ ભેજનાદિ અનુષ્ઠાન બાપચયનું-પુષ્ટિનું કારણ થાય છે તેમ. આમ આ અનુષ્ઠાન સામાન્યથી
પાંચ પ્રકારનું કહ્યું છે:-(૧) વિષ, (૨) ગર, (૩) અનનુષ્ઠાન, (૪) તહેતુ, (૫) અમૃત –ગુરુ આદના પૂજાનુકાનમાં અપેક્ષાદિ વિધાનથી આમ ભેદ પડે છે. તેમાં (૧) આ લેકમાં લબ્ધિ-કીર્તિ આદિની અપેક્ષાથી જે કરવામાં આવે છે તે વિષ અનુષ્ઠાન છે. કારણ કે આ સચિનને મારી નાખે છે અને મહતું એવા અનુષ્ઠાનનું અ૬૫ પૃહણથી લધુત્વ સંપાદન કરે છે. તેથી આ ખરેખર વિષ છે. (૨) દિવ્ય ભેગના અભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org