________________
(૩૮૨)
યોગદસિશ્ચય કોકિલ કલ કૂજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર કે, ઊંછા તરુવર નવિ ગમે, ગિરુમ શું હવે ગુણનો પ્યાર કે....અજિત કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હે ધરે ચંદ શું પ્રીત કે, ગોરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હૈ કમલા નિજ ચિત્ત કે.....અજિત તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું હે નવિ આવે દાય કે, શ્રી નયવિજય વિબુધ તણે, વાચક જસ હે નિત નિત ગુણ ગાય કે....અજિત. ”
શ્રી યશોવિજયજી સ્વામી સ્વયંપ્રભને જાઉં ભાણે, હરખે વાર હજાર, વસ્તુ ધર્મ પૂરણ જ સુ નીપને, ભાવ કૃપા કિરતાર –સ્વામી”—શ્રી દેવચંદ્રજી
૩. અવિન્ન–ક્રિયામાં અવિઘ-નિર્વિઘપણું એ સદનુકાનનું લક્ષણ છે. આ નિવિધ્રપણું અહણ એવા પૂર્વોપાર્જિત શુભ કર્મના સામર્થ્યથી ઉપજે છે. નિર્વિદને સદનુષ્ઠાન થાય તે પૂર્વ પુણ્યને પસાય છે. જેમકે-પ્રભુભક્તિથી સર્વ વિશ્વ દૂર નાસે છે.
શ્રી નમિ જિનની સેવા કરતાં, અલિય વિઘન સાવિ દૂર ના છે, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસે જી.”–શ્રી યશોવિજયજી
૪. સંપદાગમ–સંપનું આવવું, સંપત્તિની પ્રાપ્તિ થવી એ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. સંપત્તિ પણ શુભભાવથી ઉપજેલા પુણ્યકર્મથી આવી મળે છે, કોઈ ક્રિયા કુલ વિનાની હોતી નથી, તેમ સક્રિયા પણ સફલ વિનાની હોતી નથી. એટલે સક્રિયાના ફલ પરિણામે દ્રવ્ય–ભાવ સંપત્તિની પ્રાપ્તિ થાય એમાં કાંઈ નવાઈ નથી. દ્રવ્યસંપત્તિ એટલે અર્થ-વૈભવ વગેરે લૌકિક સંપત્તિ, અને ભાવસંપત્તિ એટલે વિદ્યા વિનય-વિવેકવૈરાગ્ય-વિજ્ઞાન વગેરે સદગુણેની આધ્યાત્મિક સંપત્તિ. આવી સંપત્તિની પ્રાપ્તિ દેખાય, તે આ સદનુષ્ઠાનનું ફલ છે એમ સમજવું. દાખલા તરીકે–પ્રભુભક્તિ અંગે કવિવર યશવિજયજી કહે છે –
ચંદ્ર કિરણ ઉજવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપે છે; જે પ્રભુભક્તિ કરે નિત વિનવે, તે અસ્થિણ બહુ પ્રતાપી ઝપે છે. શ્રી નમિ. મંગલ માલા લછી વિશાલા, બાલા અહલે પ્રેમ રંગે છે; શ્રી નવિજય વિબુધ યસેવક, કહે લડીએ સુખ પ્રેમ અંગે છે. શ્રી નમિ. ”
૫. જિજ્ઞાસા–તે તે ક્રિયા સંબંધી જાણવાની તીવ્ર ઈરછા, ઉઠા, ઉસુક્તા થવી, ભક્તિ આદિ સદનુષ્ઠાનનું યથાર્થ સ્વરૂપ સમજવાની તાલાવેલી લાગવી, તમન્ના ઉપજવી, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org