________________
(૩૮૦)
યોગદષ્ટિસમુચ્ચય રત્ન તણે ઉપલંભ ને, તેહ તણું વળી જ્ઞાન, પ્રાપ્તિ આદિ પણ એહના, જેમ હેય આ સ્થાન એહ ક્રમ અનુસારથી, ઉદાહરણ અહીં જાણ;
બુદ્ધિ આદિની સિદ્ધિને, કાજે સાધુ પ્રમાણ. ૧૨૨. અર્થ:–રત્નની જાણ (ખબર) થવી, તેનું જ્ઞાન થવું, અને તેની પ્રાપ્તિ વગેરે થવી,-એમ અનુક્રમે અહીં બુદ્ધિ વગેરેની સિદ્ધિ અર્થે સાધુ (સમ્યક-સાધક) ઉદાહરણ જાણવું.
વિવેચન રત્નને ઉપલંભ એટલે કે આંખથી દેખીને આ રત્ન છે એવી સામાન્યથી ખબર પડવી, તે ઇંદ્રિય અર્થને આશ્રય કરતી બુદ્ધિ છે. તેનું જ્ઞાન એટલે કે આગમપૂર્વક તે
રત્નનું જાણપણું થવું તે જ્ઞાન છે. અને તે રત્નની પ્રાપ્તિ આદિ તે રત્નનું દષ્ટાંત બોધગર્ભપણાને લીધે અસંમેહ છે. આમ અનુક્રમે અહીં બુદ્ધિ
આદિ પરત્વે સાધુ-સમ્યફ ઉદાહરણ છે; કારણ કે તે અભિપ્રેત-ઈષ્ટ અર્થનું બરાબર સાધક છે. એટલા માટે જ બુદ્ધિ, જ્ઞાન, અસમેહનું બરાબર સચોટ સ્વરૂપ સમજવા માટે અત્રે આ લોકિક રત્નનું દૃષ્ટાંત રજુ કર્યું છે: (૧) જેમ કે એક રત્ન હય, તેને દેખી સામાન્યથી ચક્ષુઇંદ્રિયના વિષયથી “આ રત્ન છે” એવું જે જાણપણું, તે બુદ્ધિરૂપ બેધ છે. (૨) અને રનના લક્ષણ દર્શાવનારા પ્રતિપાદક શાસ્ત્ર દ્વારા, તેના આધારે, તે રત્ન સંબંધી લક્ષણનું વિશેષ જાણપણું, તે જ્ઞાનરૂપ બોધ છે. (૩) અને તે રત્નનું નિશ્ચિત સ્વરૂપ જાણી, તેને તથાસ્વરૂપે ઓળખી, તે રનની પ્રાપ્તિ વગેરે થવી, તે અસંમોહરૂપ બોધ છે. આ સંમેહમાં તથારૂપ જ્ઞાન તે અંતર્ભત હોય જ છે, કારણપણે તથારૂપ યથાર્થ જ્ઞાન ન હોય તો અસંમોહ કેમ ઉપજે ઓળખ્યા વિના, સ્વરૂપ સમજ્યા વિના ગ્રહણ કેમ કરે ? એટલે સમ્યફપણે ઓળખી, સાક્ષાત્ પ્રાપ્તિ આદિ જ્યાં હોય, ત્યાં સંમેહ ક્યાંથી હોય? અસંહ જ હોય. સદનુષ્ઠાનનું લક્ષણ કહે છે –
आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः ।
जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥ १२३ ॥ વૃત્તિ –મા -આદર, યત્નાતિશય (અતિશય યત્ન), -ઈષ્ટ આદિ કરણમાં–ક્રિયામાં, નીતિ -પ્રીતિ, અભિવૃંગરૂપ પ્રોતિ ( પ્રેમ, ગાઢ સ્નેહ), વક્ત-અવિઘ,–તેના કરણમાં જ, તે ઈષ્ટ આદિ કરવામાં અવિઘ-અદષ્ટના સામર્થ્યને લીધે, સંgવામ-સંપદું આગમ, સંપત્તિની પ્રાપ્તિ તેથી કરીને જ શુભભાવરૂપ પુણ્યસિદ્ધિને લીધે, વિશાલા-જિજ્ઞાસા, જાણવાની ઇચ્છા, ઇષ્ટ આદિ વિષયની જ જિજ્ઞાસા, તારા સેવા અને તજજ્ઞની–તેના જાણકાર જ્ઞાતા પુરુષની સેવા, ઈષ્ટ ઊંચત સેવા, ૨શબ્દ ઉપરથી અનુમતનું ગ્રહણ છે, સાઇનલમ-આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. કારણ કે એનું અનુબંધસારપણું છે -(અનુબંધપ્રધાનપણું છે, પરંપરાએ એને ઉત્તરોત્તર શુભ અનુબંધ થયા કરે છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org