SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ : બુદ્ધિ જ્ઞાન અને અસહ કર્મ–૨ન દષ્ટાંત (૩૭૯) અર્થ-ઈદ્રિય અર્થનો આશ્રય કરે તે “બુદ્ધિ' છે, આગમપૂર્વક (શ્રુતપૂર્વક) હોય તે “જ્ઞાન” છે, અને સદનુણાવાળું આ જ્ઞાન તે “અસંમેહ' કહેવાય છે. વિવેચન તેમાં (૧) જે બુદ્ધિ છે તે ઇન્દ્રિય અર્થનો આશ્રય કરનારી છે. ઈદ્રિયદ્વારા જણાતો પદાર્થ તે બુદ્ધિનો વિષય છે. ઇંદ્રિય થકી જે જાણપણું થાય છે, તે બુદ્ધિરૂપ બાધ છે. જેમકે-કોઈ તીર્થયાત્રાળુને દેખીને તીર્થગમનની બુદ્ધિ ઉપજે, તે બુદ્ધિજન્ય બેધ છે. આમાં તીર્થના સ્વરૂપની ગતાગમ નથી, માત્ર અન્યને તીથે જ દેખી, ત્યાં તીર્થે જઈએ તો કેવું સારું? એવી પિતાને બુદ્ધિ ઉપજે છે. (૨) જ્ઞાન જે છે તે આગમપૂર્વક છે. શાસ્ત્ર અથવા શ્રત દ્વારા જે બેધ ઉપજે છે, જે જાણ પણું થાય છે, જે સમજણ આવે છે, તે જ્ઞાનરૂપ બેધ છે. જેમકે-તીર્થયાત્રાની વિધિનું વિજ્ઞાન આગમ દ્વારા થાય છે. તીર્થ એટલે શું? તીર્થનું સ્વરૂપ શું? તીર્થયાત્રા કેમ કરવી? એ વગેરે વિધિ બાબત શાસ્ત્ર, થકી જણાય છે. ભવસાગરથી તારે તે તીર્થ. તેના વળી દ્રવ્યતીર્થ, ક્ષેત્રતીર્થ, કાળતીર્થ ને ભાવતીર્થ એવા ભેદ છે. તે પ્રત્યે કેવા વિનય, વિવેક, ભક્તિ, આદર, બહુમાન આદિ દાખવવા જોઈએ, એ બધી વિધિ શાસ્ત્ર વિસ્તારથી બતાવે છે. (૩) અને સદનુષ્ઠાનવાળું આ જે જ્ઞાન તે અસંમેહ અથવા “બેધરાજકહેવાય છે. આગમદ્વારા જે જાણ્યું સમજાયું તે જ્ઞાન થયું. તદનુસાર તે જ્ઞાન સહિતપણે તથારૂપ સત્ પ્રવૃત્તિ-આચરણ કરવું તે, બંધમાં શિરોમણિ, બેધરાજ, એવો અસંમેહરૂપ બોધ છે. આમ બુદ્ધિમાં ઇદ્રિયદ્વારા જાણપણું છે, જ્ઞાનમાં શાસ્ત્રથી જાણપણું છે, અને અસમેહમાં જ્ઞાન સહિત સઆચરણપણું છે. અને તેથી કરીને તેના ફલમાં પણ ભેદપણું છે. “ઇદ્રિયાઈગત બુદ્ધિ છે, જ્ઞાન તે આગમ હેત; અસંમેહ શુભ કૃતિ ગુણેજી, તિણે ફતભેદ સંકેત. મન ”—શ્રી . દ. સ. ૪-૧૬. એમ એઓનું લક્ષણ વ્યવસ્થિત સતે, લેકસિદ્ધ ઉદાહરણ કહે છે – रत्नोपलम्भतज्ज्ञानतत्प्रात्यादि यथाक्रमम् । इहोदाहरणं साधु ज्ञेयं बुद्ध्यादिसिद्धये ॥ १२२ ॥ વૃત્તિ-રોપસ્ટમ-રત્નનું સામાન્યથી જાણપણું તે ઈદ્રિય અર્થના આશ્રયવાળી બુદ્ધિ છે, તન-આગમપૂર્વક તે રનનું જ્ઞાન તે રતનજ્ઞાન છે. તલ્લા ચાર-તેની પ્રાપ્તિ આદિ તે અસંહ છે-એના બોધગર્ભ પણાને લીધે, વધામ-આમ યથાક્રમે, ઉક્ત અનુક્રમે, ૨-અહીં, બુદ્ધિ વિષયમાં, ફરાદાપં-ઉદાહરણ, સાધુ-સાધુ છે, (સમ્યક છે).-ઈષ્ટ અથના સાધકપણાને લીધે. એટલા માટે જ કહ્યું-શે શુદ્ધાતિ-બુદ્ધિ, જ્ઞાન ને અસંમોહન સિદ્ધિ અર્થે જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy