SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાષ્ટિ : નામાદિ ભેદ છતાં તત્વથી સર્વજ્ઞ અભેદ (૩૬૩) નામ વગેરેનો ભેદ હોય, પણ તત્ત્વથી તો તેમાં કંઈ પણ ભેદને અભાવ છે. આમ મહાત્મા જનોએ શ્રુતથી, મેધાથી ને અસંમોહથી સાર-પ્રધાન એવી પ્રજ્ઞાવડે ભાવવા યોગ્ય છે. કારણકે પરમાર્થ દષ્ટિથી વિચારતાં, સાચા ખરેખરા ભાવ-સર્વમાં કોઈપણ જાતને ભેદ સંભવ નથી, એમ બુધજનોને સ્પષ્ટ જણાય છે. “સર્વ જાણે તે સર્વજ્ઞ” એમ તેની વ્યાખ્યા પરથી આ યુતિસિદ્ધપણે પ્રતીત થાય છે. ભલે પછી નામભેદ ભલે હો એ સર્વને મત-સંપ્રદાય આદિના ભેદે કરીને પોતપોતાના ઈષ્ટ એવા ભિન્ન ભિન્ન નામ આપવામાં આવતા હોય, ભિન્ન ભિન્નપણે તેનું સ્વરૂપ વર્ણવવામાં આવતું હોય, ભિન્ન ભિન્નપણે તેને મહિમા ગવાતો હોય, ભિન્ન ભિન્નપણે તેનું ચરિત્ર સંકીર્તન કરાતું હોય, પણ તેના સર્વરૂપણરૂપ લક્ષણમાં ભેદ પડતો નથી. કેઈ તેને જિન કહે કે શિવ કહે, કેઈ બુદ્ધ કહે કે અહંત કહે, કઈ વિષણુ કહે કે બ્રહ્મા કહે, કેઈ ઈશ્વર કહે કે ખુદા કહે, કોઈ રામ રહે કે રહેમાન કહે, કઈ પરમાત્મા કહે કે સર્વશક્તિમાન શૈડ' ( God Almighty ) કહે, ઈત્યાદિ ગમે તે ઈષ્ટ દેવના નામે તેને સર્વ કેઈ ભજતા હોય, પણ તેમાં નામભેદથી અર્થભેદ નથી. જેમ ગંગાનદીને કોઈ સુરનદી કહે, કઈ ભાગીરથી રહે, કઈ ત્રિપથગા કહે, કોઈ મંદાકિની કહે, પણ ગંગા નદી તે એકજ છે, તેમાં ફેર પડતો નથી, તેમ એકસ્વરૂપ સર્વજ્ઞના અપેક્ષાભેદે ભલે જુદા જુદા નામ આપવામાં આવે, પણ તેના તાવિક સ્વરૂપની એકતામાં ફેર પડતો નથી. સર્વજ્ઞતત્વ તો પરમાર્થથી એક ને અભિન્ન જ છે, એવું બુધજનેએ મેધાથી, મૃતથી ને અસંમેહથી પાવન એવી પ્રજ્ઞાવડે ભાવન કરવા યોગ્ય છે, પુનઃ પુનઃ ચિંતન કરવા યોગ્ય છે. અને આવા આ એક સવરૂપ સર્વજ્ઞને જે વિવિધ નામ આપવામાં આવ્યા છે, તે પણ તેના વિવિધ ગુણના વાચક છે, અને જૂદી જૂદી અપેક્ષાએ તેને અપૂર્વ અચિંત્ય મહિમાને વર્ણવતા હોઈ સાર્થક છે. જેમકે-તે “અહં” એટલે ગુણનિષ્પન્ન પૂજાહે–પૂજાને યોગ્ય, જગતપૂજ્ય, વિશ્વવંદ્ય છે. કર્મશત્રુનો નાશ નામની કરવાથી તે “જિન”—વિતરાગ છે. અધિદેવપણાથી તે “મહાદેવ” છે. અવિરુદ્ધતા સુખાવહ પણાથી એટલે કે ત્રણે ભુવનના શંકરપણાથી તે “ શંકર” છે. બ્રહ્મજ્ઞપણાથી-આત્મજ્ઞપણથી તે “બ્રહ્મા” છે. દુખ હરવાથી તે “હરિ ” છે. વિબુધેથી તેને બુદ્ધિ-બોધ અર્ચાય છે, માટે તે “બુદ” છે. શિવમાર્ગની વિધિનું વિધાન કરવાથી તે “વિધાતા” છે. આવા હોવાથી તે વ્યક્તપણે પ્રગટ પુરુષેત્તમ” છે. ઈત્યાદિ અનેક નામ ધરાવતાં છતાં તે સ્વલક્ષણથી અનેક નથી, કારણકે અનંત ગુણાત્મક એક આત્મદ્રવ્ય પ્રસિદ્ધ છે. એટલે વિવિધ ગુણ અપેક્ષાએ વિવિધ નામ પરસ્પર વિરુદ્ધ નથી, પણ એકજ અર્થના-સ્વરૂપના દ્યોતક હોઈ, એકબીજાના પૂરક-ષિક છે, અને એક જ તવસ્વરૂપની પુષ્ટિ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy