________________
૨૨
‘ગુણસ્થાન” એટલે ખરેખર યક્ત ગુણનું સ્થાન એમ ભાવ સમજ. એટલે મિત્રા વગેરે ચાર દષ્ટિમાં ઉત્તરોત્તર મિથ્યાત્વનું પ્રમાણ ઘટતું જાય છે ને તેથી ઉપજતા ગુણનું પ્રમાણ વધતું જાય છે. ત્યારપછી પાંચમી સ્થિરા દષ્ટિથી માંડીને મિથ્યાત્વને સર્વથા અભાવ હોય છે, સમ્યગદર્શન જ હોય છે. પાંચમી દષ્ટિને સમ્યગદર્શનરૂપ બધપ્રકાશ રત્નપ્રભા જેવો સ્થિર હોય છે, એટલા માટે જ એને “સ્થિરા” એવું યથાર્થ નામ આપ્યું છે. આ સમશનરૂપ રત્નદીપક મને મંદિરમાં પ્રગટ્યો કે બસ શત્રુબલ ખેલાસ! મોહ અંધકારનો સર્વનાશ ! ને અનુભવતેજ ઝળહળાટ ! સમ્યગદર્શનરત્નનો દી જાગે તે જાગ્યો ! ઓલવાય જ નહિં! એટલું જ નહિં પણ તેનું તેજ કાંતા, પ્રભા ને પરાષ્ટિમાં તારા, સૂર્ય ને ચંદ્ર પ્રભાની જેમ ઉત્તરોત્તર સ્થિરતર ને બળવત્તર બની વધતું જ જાય છે ! “સાહેલાં હે કંથ જિનેશ્વર દેવ ! રત્નદીપક અતિ દીપતો હે લાલ:
સાવ મુજ મનમંદિરમાંહિ, આવે જે અરિબલ છપતો હો લાલ. સારા મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે ઝળહળે હો લાલ, સાવ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચળે હે લાલ ”—શ્રી યશોવિજયજી.
આમ મિત્રા આદિ પ્રથમ ચાર દષ્ટિ પર્યત મિથ્યાત્વ છતાં તેને સદષ્ટિસમ્યગદષ્ટિમાં કેમ ગણ? તેનું સમાધાન એમ છે કે મિત્રા આદિ ચાર દષ્ટિઓ છે, તે સમ્યગદષ્ટિના અમોઘ-અચૂક કારણરૂપ થાય છે. એટલા માટે કારણમાં કાર્યના ઉપચારથી તે મિત્રાદિની પણ સમ્યગષ્ટિમાં ગણના કરી છે. આ સમજવા માટે ઈક્ષમાંથી શુદ્ધ સાકરની બનાવટનું દષ્ટાંત છે: શુદ્ધ સાકરની ( Refined crystallised sugar) અવસ્થાએ પહોંચવામાં શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી (Various processes) પસાર થવું જ પડે છે, ત્યારે જ ખડી સાકરની નિષ્પત્તિ થાય છે. તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે મિત્રો દિ આત્માના ક્રમિક ગુણવિકાસની અવસ્થાઓ પણ તેવા પ્રકારે ઉપયોગની છે, કારણ કે તે સમગ્ર દષ્ટિનું કારણ થાય છે. આ મિત્રા આદિ અવસ્થાઓ ખરેખર ! ઇશ્ન આદિ જેવી છે, કારણ કે તેમાં પરમ અમૃત સમા સંવેગરૂપ માધુર્યની નિપત્તિ થાય છે. આથી ઉલટું અભળે તો ન જેવા બરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કેઈ કાળે સંવેગમાધુર્ય નહિં નીપજતું હોઈ તેઓ મિત્રાદિ દષ્ટિ પામવા સર્વથા અયોગ્ય છે. અને બીજાઓ –ભવ્યો પણ જ્યાં લગી સંવેગમાધુર્ય પામતા નથી ત્યાં લગી મિત્રાદિદષ્ટિ પર્શતા નથી. જ્યારે સંવેગરંગથી રંગાય છે, ત્યારે જ-ચરમાવત્તમાં જ આ મિત્રાદિષ્ટિ સ્પશે છે.
આ દષ્ટિ સકલ ગિદશનેને સંમત છે. ખેદ આદિના પરિહારથી યમ આદિ ગથી યુક્તને અનુક્રમે અષાદિ ગુણનું સ્થાન એવી આ દષ્ટિ મુનિઓને (પતંજલિ આદિને) સંમત છે. જે આ અષ્ટ દ્રષ્ટિ કહી તેનો અહીં અનુક્રમે યમ, નિયમ, આસન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org