________________
(૩૧૪).
ગાદિસમુચ્ચય ગણીએ છીએ, ને તેની મૂર્ખતાપર હસીએ છીએ. તે પછી આ તે અમૂલ્ય ચિન્તામણિ રત્ન કરતાં પણ અધિક એવા આત્મામાં પાપધૂલ નાંખી તેને મલિન કરે, તે તો કેટલી બધી મૂર્ખતાનું કામ ગણવું જોઈએ? ખરેખર! વિષયાસક્તિથી પાપધૂલિ આત્મામાં નાંખનારા મોહમૂઢ ભાવાભિનંદી જી મૂર્ખ, દિવાના, પાગલ જ છે, ગાંડાની ઇસ્પિતાલને લાયક મનુષ્ય જ છે. કારણ કે તેઓ મોહમદિરાથી મસ્ત થઈ ઉન્મત્ત બન્યા છે!
“જીત્યા મોદમથીમિમાં માિગુજરીમૂત્ત જ્ઞાન”—ભર્તુહરિ. દાખલા તરીકે–
धर्मबीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य प्रयतन्तेऽल्पमेधसः ॥ ८३ ॥ કર્મ ભૂમિમાં લહીં પરમ, ધર્મબીજ નર જન્મ;
તસ સત્ કર્મ કૃષિ વિષે, મંદ કરે ન પ્રયત્ન. ૮૩, અર્થ-કર્મભૂમિમાં પરમ ધર્મબીજરૂપ મનુષ્યપણું પામીને, એની સતકરૂપ કૃષિમાં (ખેતીમાં) અલપ મતિવાળા પ્રયત્ન કરતા નથી.
વિવેચન “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળે, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિં એક ટળે,”—શ્રી મોક્ષમાળા.
કર્મભૂમિમાં ધર્મબીજની સત કર્મ ખેતી. ધર્મની પ્રાપ્તિમાં બીજરૂપ પ્રધાન કારણુ-પરમ ધર્મબીજ મનુષ્યપણું છે. બીજ હોય તે જ અંકુર ફૂટવાનો સંભવ છે, કારણ કે મનુષ્યપણું હોય તે જ બીજા આનુવંગિક કારણેને જેગ બની શકે છે, અને મનુષ્યપણામાં જ પૂર્ણ સદ્દવિવેકનો ઉદય થઈ મેક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકે છે,–બીજા કોઈ દેહથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે આ માનવ દેહ સર્વથી ઉત્તમ છે. જ્ઞાનીઓ કહે છે કે ઘણું ઘણું પુણ્યને પુંજ ભેગો થાય–મોટો પુણયરાશિ એકઠા થાય, ત્યારે આ મનખો અવતાર મળે છે, આ માનવદેહ પરમ દુર્લભ છે. આવું મનુષ્યપણું પણ પુણ્યગે મળ્યું હોય, પણ
વૃત્તિ-ઘર્મવી શં-ધમ બીજ, ધર્મ કારણ, પરં–પર, પ્રધાન, વાઇ-ગ્રામ કરી; તે કર્યું? તે કે--માસુદર્ઘ-મનુષ્યપણું. કયાં? તે કે-વાર્મમુમિg-ભરત આદિ કર્મભૂમિઓમાં, શું? તો કે
વર્મ -સન્ કર્મ કૃપમાં, ધર્મ બીજાધાને આદરૂપ સતકર્મની ખેતીમાં, અસ્થ-આની, આ ધર્મબીજની, ન થતા તે રાધા :અપમતિવાળા પ્રયત્ન કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org