________________
દીમાદષ્ટિ : ભવાભિનંદી નિષ્ફળારંભી
(૨૯૭) હોય છે, ને જગતને હું કેવો વંચું છું-છેતરું છું, એમ માની તે મનમાં મલકાય છે. પણ ખરી રીતે તે તે પોતે જ છેતરાય છે, આત્મવંચના જ કરે છે, તે તે મૂર્ણ જાણ નથી. “અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા,
ડું ન અવગુણચાલ, અનાદિની જે પ્રિયાવિહરમાન ભગવાન”—શ્રી દેવચંદ્રજી.
તે અજ્ઞ એટલે અજ્ઞાની, મૂર્ણ હોય છે, સારાસારના ભાન વિનાને, અબૂઝ, અક્કલ વગરના હોય છે.
અને આવા લક્ષણવાળે હેઇ, તે નિષ્ફળ આરંભી હોય છે, એટલે કે તેના સર્વ આરંભ નિષ્ફળ-અફળ જાય છે, કારણ કે તેની સમસ્ત પ્રવૃત્તિ અતાભિનિવેશવાળી
હોય છે, એટલે અતત્વમાં તત્વબુદ્ધિરૂપ મિથ્યા અભિનિવેશને લીધે નિષ્ફી તેની સમસ્ત ક્રિયા આદિ કાર્યકારી થતી નથી, કારગત થતી નથી, આરંભી ફેગટ જાય છે, એળે જાય છે. એનું બધુંય કર્યું-કારવ્યું ધૂળ થાય
છે, પાણીમાં જાય છે. “આંધળો વણે ને પાડે ચાવે” એના જેવું થાય છે. આમ તેના બધા આરંભ-મંડાણ નિષ્ફળ જતા હોઈ, તે તે કેવળ નિષ્ફળ ખેદ ને મિથ્યા શમ જ વહોરે છે. શુદ્ધ શ્રદ્ધાન વિનાની તેની સકલ ક્રિયા “છાર પર લિંપણુ” જેવી થાય છે.
“શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિંપણે તેહ જાણે.” શ્રી આનંદઘનજી “આગેક ટુંકત ધાય, પાછે બછરા ચરાચ, જેસે દગહીન નર જેવી વટતુ હૈ, તેસે મૂઢ ચેતન સુકૃત કરતૂતિ કરી, શેવત હસત ફલ ખેવત ખટતુ હે ”શ્રીબનારસીદાસજી.
આમ તેની સમસ્ત પ્રવૃત્તિ-સમસ્ત આરંભ નિષ્ફળ થાય છે, એટલું જ નહિં પણ તેની ગવૃત્તિ પણ પરમાર્થથી તેવી જ નિષ્ફળ હોય છે. કારણ કે તે ધર્મવ્યાપારરૂપ
યોગ પ્રવૃત્તિ મેહગર્ભવૈરાગ્યથી ઉપજતી હોઈ, અપાયજનની મોહભવાભિનંદીની વાસના ઉત્પન્ન કરે છે. અને તેનાથી જે પુયબંધ થાય છે તે પણ ચોગક્રિયા પણ પાછળથી અપાયવાળા હોય છે, એટલે કે તે પુણ્ય પાપાનુબંધી પુણ્ય અફળ હોય છે. અને આમ “અવેધસંવેધ પદપાં સ્થિતિ કરતા ભાવાભિનંદી
જતુઓને પુણ્ય જે હોય છે, તે નિરનુબંધ હોય છે, અને પાપ જે હોય છે તે સાનુબંધ હોય છે. એટલે પુણ્યની પરંપરા ચાલુ રહેતી નથી, પાપની x “ प्रवृत्तिरपि योगस्य वैराग्यान्मोहगर्भतः । प्रसूतेऽपायजननीमुत्तरां मोहवासनाम् ॥ अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकम् । भवाभिनंदिजन्तूनां पापं स्यात्सानुबन्धकम् ॥”
–શ્રી યશોવિજ્યજી કૃત દ્વા૨ દ્વા૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org